સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 વધુ એક નવી તસ્વીર થયી લીક

By: anuj prajapati

સેમસંગ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્ષી એસ8 લોન્ચ નહીં કરે. સેમસંગ તેના બદલે મીડિયા ઇન્વાઇટમાં તેમનો લેટેસ્ટ ટેબ્લેટ લોન્ચ કરવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ સેમસંગ તેમનો ખુબ જ સફળ રહેલો ગેલેક્ષી ટેબ એસ2 લેટેસ્ટ વર્ઝન ગેલેક્ષી એસ3 લોન્ચ કરવા જઈ રહ્યા છે.

સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 વધુ એક નવી તસ્વીર થયી લીક

સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 વિશે આ પહેલા પણ ઘણી માહિતી આવી ચુકી છે કે તેમાં એસ પેન આપવામાં આવી રહ્યું છે. પરંતુ હાલમાં જ આ ટેબ્લેટ વિશે બીજી પણ કેટલીક માહિતી અને તસ્વીર લીક થયી છે.

સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 વધુ એક નવી તસ્વીર થયી લીક

આ ટેબ્લેટ વિશે પહેલા એવી માહિતી આવી હતી કે સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 સાથે એસ પેન સપોર્ટ તરીકે આવશે. પરંતુ હાલમાં જ લીક થયેલી તસ્વીર મુજબ આ ટેબમાં એસ પેન માટે કોઈ જ જગ્યા રાખવામાં આવી નથી. એટલે એવું અનુમાન લગાવી શકાય છે કે એસ પેન આ ટેબ્લેટ સાથે આવી નહીં શકે.

સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 લીક થયેલી તસ્વીરમાં એસ પેન માટે કોઈ જ જગ્યા દેખાઈ નથી રહી. પરંતુ મળતી માહિતી મુજબ આ ટેબ્લેટમાં એસ પેન મફતમાં આપવામાં આવશે.

સેમસંગ ગેલેક્સિ S8 5.8 ઇંચ અને 6.2 ઇંચ ડિસ્પ્લે આ બે વેરિયંટ ની અંદર આવશે

આ ટેબ્લેટ વિશે મળતી માહિતી મુજબ તેમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 820 સપોર્ટ કરવામાં આવશે. આ ટેબ્લેટમાં 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવશે. જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો આ ટેબ્લેટમાં 12 મેગાપિક્સલ રિયર કેમેરો અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્ષી ટેબ એસ3 9.7 ઇંચ ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે.

Source

English summary
It was already confirmed that Samsung is announcing a tablet at the MWC 2017 and it will be Samsung Galaxy Tab S3. A new leak says it will come with S Pen…

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot