સેમસંગ ગેલેક્સિ S8 5.8 ઇંચ અને 6.2 ઇંચ ડિસ્પ્લે આ બે વેરિયંટ ની અંદર આવશે

By: Keval Vachharajani

થોડા દિવસ પહેલા ટ્વિટર પર સેમસંગ S8 ગેલેક્સિ પ્લસ નો લોગો ટીપસ્ટર એવાન બ્લાસ દ્વારા લીક કરવા માં આવ્યો હતો. અને એ લોગો ના લીક થયા બાદ ઘણા બધા અનુમાનો લાગવા ના શરુ થઇ ગયા હતા કે સેમસંગ આવનારા સમય ની અંદર કઈ રીતે અને શું બહાર પાડશે.

સેમસંગ ગેલેક્સિ S8 5.8 ઇંચ અને 6.2 ઇંચ ડિસ્પ્લે આ બે વેરિયંટ ની અંદર

અને જયારે આ બધી વાતો હજી સુધી એક રહસ્ય માત્ર જ છે એવા સમય ની અંદર એજ વ્યક્તિ (એવાન બ્લાસ) દ્વારા બીજી એક લીક કરવા માં આવી છે કે, સેમસંગ ગેલેક્સિ S8 બે વેરિયંટ ની અંદર આવશે.

અને આ ટ્વિટ ની અંદર એવાને 2 ગેલેક્સિ સ્માર્ટફોન ના ડિસ્પ્લે ની સાઈઝ ની વાત કરી છે. અને તેની આ ટ્વિટ મુજબ સેમસંગ ગેલેક્સિ S8 ની ડિસ્પ્લે 5.8 ઇંચ ની હશે અને ગેલેક્સિ S8 પ્લસ ની ડિસ્પ્લે સાઈઝ 6.2 ઇંચ રાખવા માં આવી શકે છે. અને તેને આગળ વધુ જણાવતા કહ્યું હતું કે આ બંને સ્માર્ટફોન ની અંદર SAMOLED ડિસ્પ્લે આપવા માં આવી શકે છે.

એમડબ્લ્યુસી 2017 રિલાયન્સ જિયો અને સેમસંગ સાથે ઇવેન્ટ હોસ્ટ કરશે.

અને અહ્યા સૌથી વધુ રસપ્રદ વાત તો એ છે કે સેમસંગ હવે માત્ર એક જ નહિ પરંતુ 2 સ્માર્ટફોન ને એકસાથે લોન્ચ કરવા જઈ રહ્યું હોઈ તેવી શક્યતાઓ ઉભી થઇ રહી છે.

અને આ ફોન ને લગભગ તો MWC ની અંદર લોન્ચ નહિ કરવા માં આવે કેમ કે કંપની એ જે મુજબ પહેલા લખ્યું હતું કે આ ફોન ને પછી થી રિલીઝ કરવા માં આવશે, તેના કારણે હવે આપડે આ ફોન ના લોન્ચ માટે થોડી વધુ રાહ જોવી પડશે જ્યાં સુધી આ ફોન ને ઓફીસીઅલી લોન્ચ ના કરવા માં આવે.

વધુ માહિતી માટે જોડાયેલા રહો ગીઝબોટ સાથે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Samsung Galaxy S8 will feature 5.8-inch and 6.2-inch SAMOLED displays.
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot