એમડબ્લ્યુસી 2017 રિલાયન્સ જિયો અને સેમસંગ સાથે ઇવેન્ટ હોસ્ટ કરશે.

Posted By: anuj prajapati

સેમસંગ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન તેમનો ઘણા સમયથી રાહ જોવાઈ રહેલી ગેલેક્ષી એ8 સ્માર્ટફોન લોન્ચ નહીં કરે, આ વાત તો હવે બધા જ જાણી ચુક્યા છે. એટલું જ નહીં પરંતુ નોકિયા, લેનોવો, એલજી, હુવાઈ અને બીજા ઘણા મેન્યુફેક્ચર તેમના સ્માર્ટફોન આ ઇવેન્ટમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે, તેના વિશે પણ ઘણી માહિતી આવી ચુકી છે.

એમડબ્લ્યુસી 2017 રિલાયન્સ જિયો અને સેમસંગ સાથે ઇવેન્ટ હોસ્ટ કરશે.

પરંતુ અહીં એવું લાગી રહ્યું છે કે સેમસંગ અને રિલાયન્સ જિયો 28 ફેબ્રુઆરી એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. કંપની ઘ્વારા જે ઇન્વાઇટ મોકલવામાં આવી રહ્યું છે તેને જોઈને તો આવું જ દેખાઈ રહ્યું છે.

સેમસંગ તેમના લેટેસ્ટ સ્માર્ટફોન અને બ્રાન્ડને કારણે ખુબ જ ચર્ચામાં છે. જયારે રિલાયન્સ જિયો લોકોને ફ્રી ઈન્ટરનેટ અને કોલિંગ સુવિધા આપીને ખુબ જ ઓછા સમયમાં ફેમસ બની ચૂક્યું છે.

આવું પહેલી વખત નથી બન્યું જેમાં સેમસંગ રિલાયન્સ જિયો સાથે ટીમઅપ કર્યું હોય. ગયા વર્ષે બંને કંપની એક સાથે આવી હતી. જેમાં કેટલાક પસંદગી ધરાવતા સ્માર્ટફોન સાથે જિયો સિમ આપવામાં આવી રહ્યું હતું. સેમસંગ અને રિલાયન્સ જિયો લોકલ અને ગ્લોબલ લેવલ પર એકસાથે એક પ્લેટફોર્મ પર આવી ચૂક્યું છે.

સેમસંગ ગેલેક્ષી સી5 પ્રો, કિંમત અને ફીચર ફરી એકવાર લીક

યોંગકી કિમ જેઓ સેમસંગમાં નેટવર્ક બિઝનેસ પ્રેસિડેન્ટ હેડ છે અને જ્યોતીન્દ્ર ઠાકર જેઓ રિલાયન્સ જિયોમાં પ્રેસિડેન્ટ છે. બંને 28 ફેબ્રુઆરી 1.15 PM જયારે ઇવેન્ટ શરૂ થશે તેને હોસ્ટ કરશે.

English summary
Both Reliance Jio and Samsung have teamed up to host a joint event on February 28 at the MWC 2017. Read more...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot