સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન એપ્રિલ ત્રીજા અઠવાડિયે આવશે, જાણો આગળ...

Posted By: anuj prajapati

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે? આ સવાલ ઘણા લાંબા સમયથી લોકોના દિમાગમાં ફરી રહ્યો છે. સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન લોન્ચ ને લઈને નવી કેટલીક માહિતી આવી રહી છે. હાલમાં જ મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન 17 એપ્રિલે માર્કેટમાં આવશે, તેવી ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન એપ્રિલ ત્રીજા અઠવાડિયે આવશે, જાણો આગળ..

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનને લઈને આવી અફવાહો ખુબ જ જોરમાં ઉડી રહી છે કે આ સ્માર્ટફોન 17 એપ્રિલે માર્કેટમાં આવશે. બીજી કેટલીક માહિતી આવી પણ આવી છે કે આ સ્માર્ટફોન 17 એપિલ નહીં તો 23 એપ્રિલે લોન્ચ થઇ શકે છે. પરંતુ સાઉથ કોરિયન કંપની ઘ્વારા સ્માર્ટફોન લોન્ચ થવા માટેની કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

વહાર્ટસપ પછી હવે ટેલિગ્રામ પણ જુના એન્ડ્રોઇડ વર્ઝનમાં સપોર્ટ નહીં કરે.

લોન્ચ થતા પહેલા જ આ સ્માર્ટફોન માટે રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન 60 મિલિયન યુનિટ શિપમેન્ટ ને ટાર્ગેટ કરશે. આગળ જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન ખુબ જ હિટ રહેશે અને સેમસંગે ગેલેક્ષી નોટ 7 સ્માર્ટફોન બ્લાસ્ટમાં જે પોતાની શાખ ગુમાવી છે જેને પાછી મેળવી આપશે.

મીડિયા રિપોર્ટ અનુસાર સેમસંગ માર્ચ મહિનામાં સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનને મોટી માત્રામાં બનાવશે અને તેમનો ટાર્ગેટ દર મહિને 5 મિલિયન યુનિટનો રહેશે.

ચાઈનીઝ ક્લાસ રૂમ મા શાઓમી નો Mi 4 ફાટ્યો

રિપોર્ટ માં જણાવ્યા મુજબ સેમસંગ ગેલેક્ષી એસ 8 અને ગેલેક્ષી એસ 8 પ્લસ સ્માર્ટફોનના ખાલી ચાઈનીઝ વેરિયંટ જ નહીં. પરંતુ તેમના ઇન્ટરનેશનલ વેરિયંટ પણ ટેસ્ટ કરી રહી છે. આ ઇન્ટરનેશનલ વેરિયંટની ટેસ્ટિંગ સોફ્ટવેર વર્ઝન G950FXXU0APLH જે ગેલેક્ષી એસ 8 અને G955FXXU0APLH જે ગેલેક્ષી એસ 8 પ્લસ સ્માર્ટફોન માટે છે.

આ સ્માર્ટફોન વિશે વધુ માહિતી આપવામાં આવી નથી જેવી કે ડિવાઈઝ એજ ડિસ્પ્લે પરંતુ સ્માર્ટફોનનું ટેસ્ટિંગ ચાલુ થઇ ચૂક્યું છે તો આશા રાખી શકાય કે ખુબ જ જલ્દી સ્માર્ટફોન પણ લોન્ચ કરવામાં આવી શકે.

English summary
Samsung Galaxy S8 expected to launch in third week of April.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot