સેમસંગ ગેલેક્ષી એસ8 એપ્રિલમાં લોન્ચ થઇ શકે છે, 60 મિલિયન યુનિટ ટાર્ગેટ

Posted By: anuj prajapati

હાલમાં સેમસંગ ખુબ જ વધારે સમાચારોમાં રહી રહ્યું છે. તેના માટેનું કારણ તેનો આવનારો સ્માર્ટફોન ગેલેક્ષી એસ8 પણ છે. આ સ્માર્ટફોન વિશે ઈન્ટરનેટ પર તેના ફીચર, લોન્ચ અને કિંમતને લઈને ઘણી માહિતીઓ ફરી રહી છે. પરંતુ હવે લાગી રહ્યું છે કે સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન એપ્રિલ મહિનામાં લોન્ચ થવા માટે બિલકુલ સેટ થઇ ચુક્યો છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 એપ્રિલમાં લોન્ચ થઇ શકે છે, 60 મિલિયન યુનિટ ટાર્ગેટ

મળતા રિપોર્ટ મુજબ આ સાઉથ કોરિયન કંપની 60 મિલિયન યુનિટ સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન શિપમેન્ટ ટાર્ગેટ લઈને તૈયાર છે. સેમસંગ એપ્રિલ મહિનામાં આ સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે અને સેમસંગ કંપનીના જણાવ્યા મુજબ સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન એક બેસ્ટ લોન્ચ સાબિત થશે.

એપલ આઈફોન 10 વર્ષ પુરા, જાણો તેમાં કેવો બદલાવ આવ્યો.

જો સેમસંગ એસ સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો છેલ્લા 3 લોન્ચ કરવામાં આવેલા એસ સ્માર્ટફોન 45 થી 48 મિલિયન શિપમેન્ટ યુનિટ સુધી જ પહોંચી શકી હતી. તેને જોતા હાલમાં તો એવું જ લાગી રહ્યું છે કે 60 મિલિયન યુનિટ ટાર્ગેટ આ સાઉથ કોરિયન કંપની માટે ખુબ જ મુશ્કિલ છે.

મીડિયા રિપોર્ટ મુજબ સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનનું માર્ચ મહિનામાં મોટી સંખ્યામાં પ્રોડક્શન કરશે. જેનો મુખ્ય ઉદેશ દર મહિને 5 મિલિયન યુનિટ ડિલિવર કરવાનો છે. હવે જો આ સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો ઈન્ટરનેટ પર તેના વિશે ખુબ જ ચર્ચા થઇ રહી છે. તેના ફીચર અને કિંમત લોકોમાં આતુરતા જગાવી રહી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Samsung Galaxy S8 launch expected by mid-April, aims to sell 60 million units.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot