Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એપલ આઈફોન 10 વર્ષ પુરા, જાણો તેમાં કેવો બદલાવ આવ્યો.
10 વર્ષ ના સમયગાળા માં આઈફોન ખુબ જ બદલાઈ ગયો છે. પરંતુ કેટલીક વસ્તુ તેમાં એકસરખી જ છે. લગભગ બધા જ આઈફોન સોફ્ટવેર અને હાર્ડવેર બાબતે સ્માર્ટફોન એરેનામાં એક બેન્ચમાર્ક સેટ કરી ચુક્યા છે.
એપલ આઈફોન ને 10 વર્ષ પુરા થઇ ગયા છે. પહેલો એપલ આઈફોન વર્ષ 2007 માં સ્ટીવ જોબ્સ ઘ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં એપલ સીઈઓ ટિમ કૂક ઘ્વારા જણાવવામાં આવ્યું કે હજુ પણ વધુ બેસ્ટ ફીચર સાથે આઈફોન આવશે.

10 વર્ષ ના સમયગાળા માં આઈફોન ખુબ જ બદલાઈ ગયો છે. પરંતુ કેટલીક વસ્તુ તેમાં એકસરખી જ છે. લગભગ બધા જ આઈફોન સોફ્ટવેર અને હાર્ડવેર બાબતે સ્માર્ટફોન એરેનામાં એક બેન્ચમાર્ક સેટ કરી ચુક્યા છે.
જાણો કઈ રીતે ઇન્ટેલ કમ્પ્યુટ કાર્ડ આઇઓટી માર્કેટને આગળ લઇ જશે.
અહીં અમે તમને વર્ષ 2007 થી અત્યાર સુધી લોન્ચ થયેલા આઈફોન સ્માર્ટફોન વિશે માહિતી આપવા જઈ રહ્યા છે, જે તમને આઈફોનમાં આવેલા બદલાવ વિશે જણાવશે...

આઈફોન (ફસ્ટ જનરેશન)
આઈફોન નો પહેલો મોડલ તે સમયે એક ખુબ જ સફળ મોડલ હતો. તે સમયે ટચસ્ક્રીન ખુબ જ મોટી વાત મનાતી હતી. તેવામાં આઈફોનમાં 3.5 ઇંચ મલ્ટીટચ ડિસ્પ્લે, જે આઇઓએસ 1.0 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતી હતી. એપલ ઘ્વારા આ સ્માર્ટફોન બે સ્ટોરેજ વેરિયંટ 4જીબી અને 6જીબી માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ધ્યાન આપવા જેવી બાબત છે કે કંપની ઘ્વારા 1 વર્ષમાં જ 6.1 મિલિયન યુનિટ વેચવામાં આવ્યા હતા.

આઈફોન 3જી
આ સ્માર્ટફોન વર્ષ 2008 માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જે ફાસ્ટ 3જી સપોર્ટ સાથે આવ્યો હતો. આ સ્માર્ટફોન આઇઓએસ 2.0 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવ્યો હતો. જેમાં જીપીએસ અને નેવિગેશન, લોકેશન ટ્રેકિંગની સુવિધા આપવામાં આવી હતી. આ સ્માર્ટફોન વધુ સ્ટોરેજ ઓપશન 8જીબી અને 16જીબી સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.

આઈફોન 3જીએસ
આઈફોન 3જીએસ ફાસ્ટ પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં પ્રોસેસરની સાથે સાથે બીજા પાવરફુલ ફીચર રેમ અને ઇન્ટરનલ મેમરી પણ સારી આપવામાં આવી હતી.

આઈફોન 4
વર્ષ 2010 માં એપલ તેના નવા મોડેલ આઈફોન 4 સાથે આવ્યો, જેમાં આઇઓએસ 4.0 ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન એક નવી ડિઝાઇન ફ્લેટ સાઈડ, સ્ટેનલેસ સ્ટીલ ફ્રેમ આપવામાં આવી હતી.

આઈફોન 4એસ
વર્ષ 2011 માં આઈફોન ઘણા નવા બદલાવ સાથે આવ્યો. આ સ્માર્ટફોનમાં આઇઓએસ 5.0 ઓપરેટિંગ સિસ્ટમ, એપલ ડ્યુઅલ કોર પ્રોસેસર, 64 જીબી સ્ટોરેજ સ્પેસ, સારો કેમેરો, વોઇસ રીકોગ્નાઈઝ આસિસ્ટન્ટ સિરી, એપલ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ સાથે આવ્યો હતો.

એપલ 5
એપલ 5 સ્માર્ટફોન વર્ષ 2012 માં લોન્ચ થયો. જેમાં ઘણા ફીચર જુના એપલ મોડલને મળતા આવતા હતા. આ સ્માર્ટફોનમાં 4 ઇંચ ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં આઇઓએસ 6.0 ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન તેના રિલીઝના 3 દિવસ માં જ 5 મિલિયન યુનિટ વેચાયા હતા.

આઈફોન 5એસ
વર્ષ 2013 થી એપલ વર્ષમાં 2 આઈફોન લોન્ચ કરવા લાગ્યા. કંપની ઘ્વારા આ વર્ષમાં 2 આઈફોન 5એસ અને આઈફોન 5સી સ્માર્ટફોનની જાહેરાત કરવામાં આવી. બંને સ્માર્ટફોનમાં એકસરખી જ સ્ક્રીન સાઈઝ, એકસરખા જ પ્રોસેસર આપવામાં આવ્યા હતા. પરંતુ આ સ્માર્ટફોનમાં કેટલાક સારા ઈમ્પ્રોવેમનેટ જેવા કે ટચ આઈડી ફિંગરપ્રિન્ટ સ્કેનર, સારા કેમેરા અને ફિટનેસ ટ્રેકિંગ આપવામાં આવ્યા હતા.

આઈફોન 5સી
આઈફોન 5સી સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો એક ખરીદી શકાય તેવા વેરિયંટ સાથે આવ્યો હતો. પરંતુ આ ડિવાઈઝ સેલ ચાર્ટ પર વધારે કઈ ખાસ કરી શકી નહીં.

આઈફોન 6 અને 6 પ્લસ
આઇઓએસ 8.0 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આઈફોન 6 અને 6 પ્લસ લોન્ચ કરવામાં આવ્યો. જેની સ્ક્રીન સાઈઝ 4.7 ઇંચ અને 5.5 ઇંચ રાખવામાં આવી હતી. આ બંને સ્માર્ટફોન વધુ પાવરફૂલ એ8 પ્રોસેસર સાથે લોન્ચ કર્યા હતા.

આઈફોન 6એસ અને 6એસ પ્લસ
આ બંને સ્માર્ટફોનમાં આઇઓએસ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી હતી. તેમાં નવી 3ડી ટચ ટેક્નોલોજી, નવું પ્રોસેસર, સ્ટ્રોંગર એલ્યૂમિનિયમ અલોય, 12 મેગાપિક્સલ કેમેરા અને 4કે વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ મોડેલ 3ડી ટચ ટેક્નોલોજી સાથે આવ્યો હતો જે ટચ પ્રેસર ડિટેક કરી શકતો હતો.

આઈફોન એસઈ
આ સ્માર્ટફોન ગયા વર્ષે જ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેના આઇઓએસ 9.3 પ્રોસેસર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન ઘણા આઈફોન ફેન્સનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો. આ સ્માર્ટફોનમાં જુના આઈફોનની જેમાં જ 4 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી હતી.

આઈફોન 7 અને 7 પ્લસ
આઈફોન 7 અને 7 પ્લસ બંને સ્માર્ટફોનમાં આઇઓએસ 10.0 ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં ઓડિયો જેક ને હટાવી દેવામાં આવ્યો હતો. તેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું હતું. આ સ્માર્ટફોન વોટર રજિસ્ટન્ટ પણ હતો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications