સેમસંગ ગેલેક્ષી એસ8, 3250mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

Posted By: anuj prajapati

એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં ખાલી કેટલાક અઠવાડિયા જેટલો જ સમય બચ્યો છે. આ ટેક ઇવેન્ટમાં ઘણા મોટા ટેક લોન્ચ થવા જઈ રહ્યા છે. સેમસંગ ગેલેક્ષી એસ8 હાલમાં ખુબ જ વધુ ચર્ચામાં રહેનાર સ્માર્ટફોન છે. રિપોર્ટ મુજબ સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન આ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં નહીં આવે. તમે 29 માર્ચ પહેલા આ સ્માર્ટફોન નહીં જોઈ શકો.

સેમસંગ ગેલેક્ષી એસ8, 3250mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

આ સ્માર્ટફોન વિશે ઘણી લીક અને માહિતી આવી ચુકી છે. હાલમાં મળતી લેટેસ્ટ માહિતી મુજબ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાં 3250mAh બેટરી અને લાર્જ વેરિયંટ ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોનમાં 3750mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવશે.

આખરે સામે આવી ગયો સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન ફોટો.

આપણે જણાવી દઈએ કે આ પહેલા જે માહિતી મળી હતી તે મુજબ સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાં 3000mAh બેટરી અને લાર્જ વેરિયંટ ગેલેક્ષી એસ8 પ્લસ સ્માર્ટફોનમાં 3500mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવશે તેવી ખબર આવી હતી.

લેટેસ્ટ રિપોર્ટ મુજબ સેમસંગ બેટરી સપ્લાયર ઘ્વારા માહિતી આપવામાં આવી કે ફાયનલ કેપિસિટી ગમે ત્યારે બદલી દેવામાં આવી શકે છે. ડિવાઈઝ લોન્ચ કરતા પહેલા સેમસંગ તેમાં બદલાવ પણ કરાવી શકે છે. પરંતુ 3250mAh બેટરી સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન માટે યોગ્ય પણ છે. આ બેટરી ગેલેક્ષી એસ7 સ્માર્ટફોન કરતા થોડી લાર્જ રાખવામાં આવી છે.

ગઈકાલે માહિતી આવી હતી કે સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન નવા વાયરલેસ નોઇસ કેન્સલિંગ હેડફોન સાથે આવી શકે છે. આ હેડફોન ઘણા અલગ અલગ કલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેની કિંમત €130 (લગભગ 9500 રૂપિયા) રાખવામાં આવી છે.

नए स्मार्टफोन की बेस्ट ऑनलाइन डील्स के लिए यहाँ क्लिक करें

English summary
Samsung Galaxy S8 is allegedly reported to arrive with a 3,250mAh battery and the Galaxy S8 Plus is believed to use a 3,750mAh battery.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot