સેમસંગ ગેલેક્સિ નોટ 8 પ્રોજેક્ટ બૈકાલ કોડનેમ રાખી શકે છે

Posted By: Keval Vachharajani

સેમસંગ ગેલેક્સિ નોટ 7 નો આટલો મોટો ફીયાસકો થવા છત્તા સેમસંગ તેના પછી ના મોડેલ સેમસંગ ગેલેક્સિ નોટ 8 પર કામ કરી રહ્યું છે. અમે તમને પહેલા જ જણાવી ચુક્યા છીએ કે આવનારા ફાબ્લેટ ની અંદર કદાચ 4K ડિસ્પ્લે અને બિક્સબે AI આસિસ્ટન્ટ ની સાથે સેમસંગ ગેલેક્સિ S8 બહાર આવી શકે છે.

સેમસંગ ગેલેક્સિ નોટ 8 પ્રોજેક્ટ બૈકાલ કોડનેમ રાખી શકે છે

અને હવે અમારી પાસે આ પ્રોજેક્ટ વિષે બીજી માહિતી આવી ચુકી છે. જે પ્રકાર ની લેટેસ્ટ માહિતી આવી રહી છે તે મુજબ ગેલેક્સિ નોટ 8 પ્રોજેક્ટ ને કોડનેમ બૈકાલ રાખી શકે છે.

આ માહિતી ટ્વિટર પર લીક કરવા માં આવી હતી, જો કે, તેના પર માત્ર આ એક જ માહિતી મુકવા માં આવી હતી. અને, આવનારા ફ્લેગશિપ ફાબ્લેટ પર હજી સુધી સેમસંગ દ્વારા કોઈ ઓફીસીઅલ કન્ફોરમેશન નથી કરવા માં આવ્યું.

અને જો તમને ખબર ના હોઈ તો જણાવી દઈએ કે, ગેલેક્સિ નોટ 8 નું કોડનેમ બૈકાલ એ સાઇબિરિયા નું સૌથી ડીપેસ્ટ લેઈક છે. અને માત્ર તેટલું જ નહિ પરંતુ ટ્વિટર પર જે ફોટો શેર કરવા માં આવ્યો છે તેના પર પણ તે તળાવ જેવું જ કૈક મુકવા માં આવેલ હતું અને તેની સાથે S પેન ને પણ મુકવા માં આવી હતી.

સરકાર વર્ષ 2017 માં આઇટી ક્ષેત્રે $2093 મિલિયન ખર્ચ કરશે: ગાર્ટનર

અને ગેલેક્ષી નોટ 8 ની જેતલી માહિતી અમારી પાસે છે એની વાત કરીયે તો, એવું માનવા માં આવી રહ્યું છે કે તે ફોન ની અંદર સ્ક્રીન ની આજુ બાજુ પર ખુબ જ પાતળી બેઝલ આપવા માં આવી શકે છે.

અને તેવું પણ માનવા માં આવી રહ્યું છે કે આ ફોન પર થી જે શારીરિક હોમ બટન આપવા માં આવતું હતું તે પણ નીકળી જશે. અને એવું પણ કહેવા માં આવી રહ્યું છે કે આ ફોન ની અંદર 6GB ની રેમ અને 256GB ની નેટિવ સ્ટોરેજ કેપેસીટી આપવા માં આવી શકે છે.

અને હવે જો ગેલેક્સિ નોટ સિરીઝ ના સામાન્ય લોન્ચ પેટર્ન ને જોતા કહીયે તો, સેમસંગ ઑગસ્ટ ના અંત માં અથવા તો સપ્ટેમ્બર ની શરૂઆત માં બર્લિન માં યોજાવા જઈ રહેલા IFA 2017 ની અંદર આ ફોન ને લોન્ચ કરે તેવું અત્યારે લાગી રહ્યું છે. અને આ વાત નો સંબંધ આઈફોન 8 10th એનિવર્સરી એડિશન સાથે પણ હોઈ શકે છે.

English summary
Samsung Galaxy Note 8 project is likely to be codenamed Baikal. Read more to know the alleged details of the phablet.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot