સરકાર વર્ષ 2017 માં આઇટી ક્ષેત્રે $2093 મિલિયન ખર્ચ કરશે: ગાર્ટનર

By: anuj prajapati

ભારત સરકાર ઇન્ફોરમેશન ટેક્નોલોજી પાછળ આ વર્ષમાં $7.8 બિલિયન જેટલો ખર્ચ કરવા જઈ રહી છે. જે ગયા વર્ષ 2016 કરતા 9.5 ટકા વધારે છે. આ માહિતી ગ્લોબલ રિસર્ચ ફર્મ ગાર્ટનર ઘ્વારા આપવામાં આવી છે.

સરકાર વર્ષ 2017 માં આઇટી ક્ષેત્રે $2093 મિલિયન ખર્ચ કરશે: ગાર્ટનર

રિસર્ચ ફર્મ ગાર્ટનર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રોકાણ સેન્ટ્રલ અને સ્ટેજ બંને સરકાર ઘ્વારા કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ રોકાણ ઇન્ટરનલ સર્વિસ, સોફ્ટવેર, આઇટી સર્વિસ, ડેટા સેન્ટ્રલ સિસ્ટમ, ડિવાઈઝ અને ટેલિકોમ સર્વિસ જેવા સેક્ટરમાં કરવામાં આવશે.

જેમાં એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાંનિંગ, સપ્લાય ચેન મેનેજમેન્ટ, કસ્ટમર રિસોર્સ મેનેજમેન્ટ, ડેસ્કટોપ, ઇન્ફ્રાસ્ટ્રકચર, વર્ટિકલ સ્પેસિફિક સોફ્ટવેર અને બીજા એપ્લિકેશન ટૂલનો પણ સમાવેશ કરવામાં આવે છે.

તેમને આગળ જણાવ્યું છે કે સોફ્ટવેર સેગ્મેન્ટ વર્ષ 2017 દરમિયાન 15.7 ટકા જેટલા વધારા સાથે $1 બિલિયન સુધી પહોંચી જશે. આ કેટેગરીમાં ડેસ્કટોપ ખુબ જ ઝડપથી 16 ટકા જેટલો ગ્રોથ કરશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

નોકિયા: આ સ્માર્ટફોન્સ MWC 2017 માં બોક્સ ની બહાર આવા માટે આતુર છે

રિસર્ચ ફર્મ ગાર્ટનર ઘ્વારા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રિન્ટર, મોબાઈલ, પીસી, ટેબ્લેટ જેવી ડિવાઈઝ વર્ષ 2017 માં 12.7 ટકા વધારા સાથે $917 મિલિયન સુધી પહોંચી જશે.

આઇટી સર્વિસ જેમાં કન્સલ્ટિંગ, સોફ્ટવેટ સપોર્ટ, બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સીંગ, આઇટી આઉટ સોર્સીંગ, ઈમપ્લેમેનટશન અને હાર્ડવેર સપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. તે વર્ષ 2017 માં 14.6 ટકા વધારા સાથે $2 બિલિયન સુધી પહોંચી જશે.

સરકાર ઘ્વારા આઇટી સર્વિસમાં ટોટલ $2093 મિલિયન વર્ષ 2017 દરમિયાન ખર્ચ કરવામાં આવશે. જે વર્ષ 2016 ની સરખામણીમાં લગભગ 15 ટકા વધ્યો છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
IT services (which includes consulting, software support, business process outsourcing, IT outsourcing, implementation, and hardware support) is expected to grow 14.6 per cent in 2017 to reach $2billion , making it the largest segment within the IT spending category.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot