સેમસંગ બિક્સબિય: જાણો કેટલું અસરકારક સાબિત થશે

By: anuj prajapati

સેમસંગ હવે વોઇસ પાવર વર્ચુઅલ આસિસ્ટન્ટમાં દાખલ થઇ રહ્યું છે. સેમસંગ તેના લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્ષી એસમાં આર્ટીફીસીયલ આસિસ્ટન્ટ બિક્સબિય લઈને આવી રહ્યું છે.

સેમસંગ બિક્સબિય: જાણો કેટલું અસરકારક સાબિત થશે

હવે જોવાનું રહે છે કે સેમસંગ બિક્સબિય સારો સારું આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ બની શકે છે કે જે તમારો દિવસ બચાવી શકે. સેમસંગ ગેલેક્ષી નોટ 7 સ્માર્ટફોનમાં જે પણ થયું તેના કારણે સેમસંગને ખુબ જ મોટો ધક્કો લાગ્યો છે. એટલું જ નહીં પરંતુ તેના સ્માર્ટફોન કેટલીક જગ્યા પર બેન પણ કરી દેવામાં આવ્યા હતા.

હવે સેમસંગ એક નવા જોશ સાથે આવી રહ્યું છે. હવે જોવાનું છે કે સેમસંગનો લેટેસ્ટ સ્માર્ટફોન અને તેના ફીચર કઈ રીતે માર્કેટમાં તેમની જગ્યા બનાવે છે. સૌથી રસપ્રદ બાબત છે કે સેમસંગનું બિક્સબિય વર્ચુઅલ આસિસ્ટન્ટ એપલ સિરી અને અને ગૂગલ આસિસ્ટન્ટને ટક્કર આપી શકે છે કે નહીં.

ગૂગલ ઘ્વારા ડેવલોપર માટે એન્ડ્રોઇડ ઓ બીટા વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું.

સેમસંગ બિક્સબિય પાસે ખુબ જ વધારે આશા રાખવામાં આવી રહી છે. તેના પર ખુબ જ વધારે ભાર છે કે તેઓ સેમસંગને ફરી એકવાર બ્રાન્ડ બનાવવામાં મદદ કરે અને બીજા સ્માર્ટફોનને ટક્કર આપી શકે. આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સમાં સેમસંગ ઘ્વારા હજુ ઘણું કરવાનું બાકી છે. બની શકે છે કે સેમસંગ તેના બિક્સબિય ઘ્વારા ફરીથી બાઉન્સ બેક કરી શકે છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન બિક્સબિય સાથે જોવામાં આવ્યું. એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોન ડિઝાઇન બટન સાથે આવશે. જે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ સાથે કનેક્ટ રહેશે. જે બતાવે છે કે કંપની બિક્સબિય માટે વધારે ગંભીર છે. જ્યાં સુધી સ્માર્ટફોન લોન્ચ નહીં થાય ત્યાં સુધી તો આપણે ધારણા જ કરી શકીયે છે.

અમે તમને આ સ્માર્ટફોન અને તેમાં આપવામાં આવેલા ફીચર વિશે અપડેટ આપતા રહીશુ.

English summary
Samsung has a lot riding on Bixby, will it be a reliable sidekick like KITT and JARVIS
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot