ગૂગલ ઘ્વારા ડેવલોપર માટે એન્ડ્રોઇડ ઓ બીટા વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું.

By: anuj prajapati

એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન "એન્ડ્રોઇડ ઓ" ડેવલોપર માટે રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે. આ અપડેટ ખુબ જ જલ્દી યુઝર માટે પણ લોન્ચ કરવામાં આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ગૂગલ ઘ્વારા ડેવલોપર માટે એન્ડ્રોઇડ ઓ બીટા વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું.

જો યુઝર એન્ડ્રોઇડ ઓ બીટા વર્ઝન ટેસ્ટિંગ કરવા માંગતા હોય તો તેઓ તેને મેન્યુઅલી ઇન્સ્ટોલ કરી શકે છે. એન્ડ્રોઇડ બીટા વર્ઝન એન્ડ્રોઇડ ઓ હાલમાં કેટલીક પસંદગીની ડિવાઈઝ નેક્સસ 5એક્સ, નેક્સસ 6પી, નેક્સસ પ્લેયર, પિક્સલ સી ટેબ્લેટ, અને પિક્સલ એક્સએલ પર જ ઉપલબ્ધ છે. કંપની ઘ્વારા આ તેના વિશે કેટલીક ડીટેલ આપવામાં આવી છે.

સારી બેટરી લાઈફ

સારી બેટરી લાઈફ

બેટરી લાઈફ આજે સ્માર્ટફોન યુઝરની સૌથી મોટી સમસ્યા છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એન્ડ્રોઇડ ઓ તેને કેટલીક હદ સુધી સોલ્વ કરી દેશે. એન્ડ્રોઇડ ઓ ઓપરેટિંગ સિસ્ટમ તેની જાતે જ બેકગ્રાઉન્ડ એપની એક્ટિવિટી લિમિટેડ કરી દેશે, જેનાથી તમારી બેટરી લાઈફ બચી જશે.

ઓર્ગેનાઈઝ નોટિફિકેશન

ઓર્ગેનાઈઝ નોટિફિકેશન

આ એપ અપડેટ નોટિફિકેશનને સોર્ટિંગ અને ગ્રૂપિંગ ઘ્વારા સારી રીતે ગોઠવી દે છે. જે તમારી એપમાં નોટિફિકેશન જોવાનું ખુબ જ સરળ બનાવી દે છે.

પિક્ચરની અંદર પિક્ચર

પિક્ચરની અંદર પિક્ચર

પિક્ચરની અંદર પિક્ચર ફીચર એન્ડ્રોઇડ ઓ ઓપરેટિંગ સિસ્ટમને વધુ સારી બનાવે છે. આ ફીચરની મદદથી યુઝર બીજી એપમાં જોતી વખતે વીડિયો પણ જોઈ શકે છે. જે તમને મલ્ટી ડિસ્પ્લે સપોર્ટ આપે છે. જેનાથી મલ્ટી ટાસ્કીંગ એક બીજા નવા જ લેવલ પર પહોંચી જશે.

ગૂગલ પિક્સલ 2 સ્માર્ટફોન વિશે જાણવા જેવું બધું જ

એડેપ્ટિવ આઇકોન

એડેપ્ટિવ આઇકોન

આ લેટેસ્ટ અપડેટ એક નવું ફીચર એડ કરશે, જે એપ આઇકોનને એડેપ્ટિવ બનાવશે અને અલગ અલગ થીમ અનુસાર તેનો આકાર પણ બદલશે.

વાયરલેસ ઓડિયો

વાયરલેસ ઓડિયો

એન્ડ્રોઇડ ડિવાઈઝમાં વાયર હેડફોન ઉપયોગ કરવું સારી બાબત છે. પરંતુ જો વાયરલેસ ઓડિયો વધુ સારો ઓપશન બની શકે છે. અપડેટ નવા ઓડિયો એપીઆઈ સાથે આવે છે, જેમાં વાયરલેસ સાઉંડ તેની કવોલિટીમાં બુસ્ટ કરવાની કામ કરે છે.

વાઈડ કલર

વાઈડ કલર

ઓડિયો સાથે સાથે નવું અપડેટ વિઝ્યુઅલ એસ્પેક્ટ પણ બુસ્ટ કરે છે. નવું અપડેટ તેની સાથે વાઈડ કલર સપોર્ટ લઈને આવ્યું છે. જેના કારણે એપમાં વધુ કલર અને સારી ડિઝાઇન સાથે જોવા મળશે. જેના કારણે ફોટો અને વીડિયો ખુબ જ સુંદર દેખાશે.

કીબોર્ડ નેવિગેશન

કીબોર્ડ નેવિગેશન

આ અપડેટ તમે સારો કીબોર્ડ સપોર્ટ પણ આપશે જે એપ નેવિગેશનમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. હાલમાં બહાર આવેલા આ સાત ફીચર એન્ડ્રોઇડ ફેન્સને ખુબ જ આકર્ષિત કરી શકે છે.

English summary
Android O to come with some very interesting features, may soon be available for users
Please Wait while comments are loading...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot