રિલાયન્સ ના જીઓ સિમ ની હોમ ડિલિવરી 12શહેરો માં શરુ કરવા માં આવી છે: જાણો કઈ રીતે જીઓ સિમ ઘરે બેઠા મેળવવું

By: Keval Vachharajani

છેલ્લા મહિના માં એક એવી અફવા ફરતી થઇ હતી કે રિલાયન્સ જીઓ ના સિમ કાર્ડ ની તમે ઘરે ડિલિવરી કરાવી શકો છો, તેના તુરંત બાદ જ કંપની એ આ ખબર ને ખોટી ઠરાવી દીધી હતી અને, લોકો પાછા રિલાયન્સ ના ડિજિટલ સ્ટોર ની બહાર જીઓ નું સિમ કાર્ડ મેળવવા માટે લાઈનો લગાવી અને ઉભા રહેવા લાગ્યા હતા.

રિલાયન્સ ના જીઓ સિમ ની હોમ ડિલિવરી 12શહેરો માં શરુ કરવા માં આવી છે

તેમ છત્તા રિલાયન્સ જીઓ ના હાલ હી માં મુકવા માં આવેલ ફેસબુક પોસ્ટ દ્વારા, એવું લાગી રહ્યું છે કે રિલાયન્સે જીઓ સિમ કાર્ડ ની હોમ ડિલિવરી 12 મેટ્રોપોલિટન શહેરો માં શરુ કરી છે.

રિલાયન્સ જીઓ ઇફેક્ટ: એરટેલ DTH, બ્રોડબેન્ડ અને પોસ્ટપેડ યુઝર્સ હવે મેળવી શકે છે વધારા નો ફ્રી 5 GB ડેટા

યુઝર્સ ને હવે લાંબી લાંબી કતાર લગાવી અને જીઓ સિમ કાર્ડ ને મેળવવા માટે તકલીફો નહિ કરવી પડે, અને જે તકલીફો નો સામનો તેમને પેહલા જીઓ સિમ માટે કરવો પડતો હતો જેમ કે, વેરિફિકેશન એરર અને તેના જેવી બીજી ઘણી બધી તે તકલીફો કે જે એકટીવેશન વખતે થતી હતી તે પણ હવે નહિ થાય, હવે માત્ર રજીસ્ટર કરાવો અને જીઓ નું સિમ કાર્ડ તમારા દરવાજે હાજર થઇ જશે.

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન મા રિલાયન્સ જીઓ ની સ્પીડ કેટલી છે તે નોટિફિકેશન બાર દ્વારા જાણો

આ ઓફર નો લાભ લેવા માટે નીચે વર્ણવેલા સ્ટેપ્સ ને અનુસરો

#1 જીઓ ફેસબુક પેજ ની મુલાકાત લ્યો

#1 જીઓ ફેસબુક પેજ ની મુલાકાત લ્યો

તમારા ફેસબુક એકાઉન્ટ પર લોગ ઈન કરી અને જીઓ નું ફેસબુક પેજ ને ઓપન કરો, તેના પર તમને "ગેટ યોર જીઓ સિમ હોમ ડિલિવર્ડ" નામ ની એક એડ દેખાશે.

#2 સાઈન અપ ઓપ્શન પર ક્લિક કરો

#2 સાઈન અપ ઓપ્શન પર ક્લિક કરો

તે જ એડ ની અંદર, સાઈન અપ નો ઓપ્શન હશે, તમારે માત્ર તે ઓપ્શન ને પસંદ કરવા નો છે, અને ત્યાર બાદ તેની અંદર અમુક વિગતો હશે કે જેમા યુઝરે પોતાની અંગત વિગતો ભરવા ની રહેશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

#3 તમારી અંગત વિગતો ને શેર કરો

#3 તમારી અંગત વિગતો ને શેર કરો

ત્યાર બાદ તમારે તમારી અંગત વિગતો ને જીઓ સાથે શેર કરવી પડશે જેમ કે, તમારું નામ, સરનામું, ઇમેઇલ id, અને આપેલા 12 શહેરો માંથી તમારે તમારું કયું શહેર છે તેને પણ પસંદ કરી અને શેર કરવા નું રહેશે, કે જેમાં, અમદાવાદ, બેંગ્લોર, ચંદીગઢ, ચેન્નાઇ, દિલ્હી, હૈદરાબાદ, જયપુર, કલકત્તા, મુંબઈ, નવી મુંબઈ, પુણે, અને વિશાખાપટ્ટનમ જેવા શહેરો નો સમાવેશ થાઈ છે.

#4 શેડ્યૂઅલ સિમ ડિલિવરી ઓપ્શન પર ક્લિક કરો

#4 શેડ્યૂઅલ સિમ ડિલિવરી ઓપ્શન પર ક્લિક કરો

બધી જ વિગતો ને સરખી રીતે ભર્યા બાદ, તમે પેજ ની નીચે આપેલા શેડ્યૂઅલ ડિલિવરી ઓપ્શન પર સરળતા થી ક્લિક કરી શકો છો, અને બસ તમારું કામ પૂરું, ત્યાર બાદ ખૂબ જ ટૂંક સમયમાં જીઓ તમારું સિમ કાર્ડ તમારી ઘરે મોકલી આપશે.

# ધ્યાન માં રાખવા જેવા મુદ્દા

# ધ્યાન માં રાખવા જેવા મુદ્દા

પુરાવા તરીકે તમારે માત્ર એક આધાર કાર્ડ ની જ જરૂર પડશે, અને તે આધાર કાર્ડ સિમ કાર્ડ ની ડિલિવરી વખતે જણાવેલ સરનામાં પર હાજર હોવું હોઈ. અને સિમ કાર્ડ ની ડિલિવરી માત્ર નોંધાવેલ સરનામાં પર જ કરવા મા આવશે બીજી કોઈ પણ જગ્યા પર ડિલિવરી આપવા માં આવશે નહિ.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Follow these 4 simple steps and get your Reliance Jio SIM card delivered at your doorstep.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot