તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન મા રિલાયન્સ જીઓ ની સ્પીડ કેટલી છે તે નોટિફિકેશન બાર દ્વારા જાણો

By: Hitesh Vasavada

લોન્ચ થયા ના થોડા જ સમય મા રિલાયન્સ જીઓ એ આખું 4G નું માર્કેટ પોતાના કબજા માં લઈ લીધું છે. આજ કાલ લગભગ બધા જ ફોન મા VoLTE સપોર્ટ કરવા માં આવતું હોઈ છે જેથી યુઝર્સ જીઓ ના સિમ કાર્ડ લઈ અને તેની વેલકમ ઓફર ની અંદર અનલિમિટેડ ડેટા અને વોઇસ કોલિંગ નો ફાયદો લઈ શકે.

તેના શરૂઆત ના દિવસોમા જીઓ ની સ્પીડ ખુબ જ સારી હતી, પરંતુ તેમાં ઘણા બધા યુઝર્સ ના વધવા થી જીઓ ની સ્પીડ માં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે. જીઓ ની સ્પીડ ઘણી બધી ઓછી છે તેવી અમુક ફરિયાદો પણ નોંધવામાં આવી છે.

આજ વસ્તુ ને ધ્યાનમાં રાખી અને અમે આની પેહલા એક આર્ટિકલ લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે રિલાયન્સ જીઓ ની સ્પીડ કઈ રીતે વધારવી. તેમ છત્તા સ્પીડ ને ચેક કરી લેવીએ એક સારો વિચાર છે.

જીઓ ની સ્પીડ ને ચેક કરો

જીઓ ની સ્પીડ ને ચેક કરો

મોટા ભાગે એવું જોવા મળે છે કે ટેલિકોમ ઓપરેટરે જે સ્પીડ નું વચન આપ્યું હોઈ તે સ્પીડ ને તેઓ આપણા સુધી પહોંચાડી શકતા નથી. તેથી સ્પીડને ચેક કરી લેવી એ એક સ્માર્ટ વિચાર છે, તેમ છત્તા તેવા ઘણા બધા સ્માર્ટફોન છે કે જે કસ્ટમ UI પર ચાલતા હોઈ છે અને તેમાં તમે ઈન્ટરનેટ સ્પીડ ને નોટિફિકેશન બાર માં જોઈ શકાતી હોઈ છે, પરંતુ એવા પણ ઘણા બધા સ્માર્ટફોન હોઈ છે જેમાં તમને આવું કોઈ ફીચર જોવા મળતું નથી.

તો હવે તમારા માટે તે કામ પણ સરળ થઈ ગયું છે અને તે પણ કોઈ પણ જાત ની એડિશનલ મેથડ વગર. આ રહી એક એવું ટ્રીક કે જેના દ્વારા કોઈ પણ એન્ડ્રોઇડ યુઝર તેની નોટિફિકશન બાર માં બાય ડિફોલ્ટ જ ઈન્ટરનેટ ની સ્પીડ ને જોઈ શકશે.

#1 તમારા ફોન પર સ્પીડ મીટર લાઈટ એપ ડોઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો

#1 તમારા ફોન પર સ્પીડ મીટર લાઈટ એપ ડોઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો

સૌથી પેહલા તો એન્ડ્રોઇડ યુઝરે માત્ર એટલું જ કરવા નું રહેશે કે ગૂગલ પ્લે સ્ટોર માંથી સ્પીડ મીટર લાઈટ એપ ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવાની રહેશે.

#2 પ્રેફરન્સ ઓપ્શન પર ક્લિક કરો

#2 પ્રેફરન્સ ઓપ્શન પર ક્લિક કરો

તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર આ એપ ને લોન્ચ કર્યા બાદ, તમારી સ્ક્રીનની જમણી બાજુ પર 3 ડોટ આપ્યા હશે, તેના પર ટચ કર્યા બાદ ખુલેલા મેનુ માંથી પ્રેફરન્સ ઓપ્શનને પસંદ કરો.

#3 શૉ અપ ડાઉન સ્પીડ ઓપ્શન પર ટેપ કરો

#3 શૉ અપ ડાઉન સ્પીડ ઓપ્શન પર ટેપ કરો

ત્યાર બાદ ત્યાં ઘણા બધા બીજા ઓપ્શન્સ પણ આપેલા હશે જેમ કે, નોટિફિકેશન ને લોક સ્ક્રીન હોઈ ત્યારે હાઇડ રાખવું, લિમિટ ડેટા યુસેજ, અને શૉ અપ ડાઉન સ્પીડ અને બીજું ઘણું બધું. તમે સરળતા થી શૉ અપ ડાઉન સ્પીડ ઓપ્શન ની સામે આપેલ ચેક બોક્સ પર ટચ કરી શકો છો, અને ત્યાર બાદ તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર નોટિફિકેશન બાર માંથી તમારી ઈન્ટરનેટની સ્પીડ કેટલી છે તે જોઈ શકશો.

4 અને બસ તમારું કામ પૂરું

4 અને બસ તમારું કામ પૂરું

માત્ર આટલા સ્ટેપ્સ ને અનુસરવા થી યુઝર તેના નોટિફિકેશન બારની ડાબી બાજુ પર દરરોજ પોતાના ઈન્ટરનેટની સ્પીડ કેટલી છે તે બાય ડિફોલ્ટ જ જોઈ શકશે.

English summary
Soon after its launch, Reliance Jio has taken over almost the entire 4G market. Today, most smartphones support VoLTE in order to help users use Reliance Jio SIM and its unlimited data, and voice calls facilities under the Welcome Offer.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot