રિલાયન્સ જિયોનું સિમ મેળવવાના 5 કારણો, નવા વર્ષની ઓફર...

By: anuj prajapati

જયારે લોકોના દિમાગમાં 4જી વિશે હજુ બરાબર ખ્યાલમાં પણ ના હતું. ત્યારે રિલાયન્સ જિયોએ 4જી સુવિધા ચાલુ કરી, તે પણ ફ્રી. જેનાથી લોકોમાં રિલાયન્સ જિયો પ્રત્યેનો ક્રેઝ ખુબ જ વધી ગયો.

રિલાયન્સ જિયોનું સિમ મેળવવાના 5 કારણો, નવા વર્ષની ઓફર...

રિલાયન્સ ડિજિટલ સ્ટોર અને બીજી બધી દુકાનોમાં રિલાયન્સ જિયો સિમ માટેની લાંબી લાંબી લાઈનો જ રિલાયન્સ જિયોની સફળતા બતાવતી હતી. પરંતુ આ ક્રેઝની વચ્ચે પણ રિલાયન્સ જિયો સિમ માટે ઘણી ફરિયાદ પણ જોવા મળી હતી.

5 કારણો, કેમ રિલાયન્સ જિયો ભારતમાં 4જી ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે!

રિલાયન્સ જિયો સિમ સામે થયેલી આટલી ફરિયાદ પછી પણ કેટલાક કારણો છે, જેના માટે તમારે રિલાયન્સ જિયો લેવું જોઈએ. તો એક નજર કરો કેમ તમારે રિલાયન્સ જિયોનું સિમ એકવાર તો વાપરવું જ જોઈએ...

મફત અને સસ્તું ઈન્ટરનેટ

મફત અને સસ્તું ઈન્ટરનેટ

ઈન્ટરનેટ રિલાયન્સ જિયોનું સિમ લોન્ચ થયું ત્યારે વેલકમ ઓફરના ભાગરૂપે બધાને જ મફતમાં અનલિમિટેડ 4જી ઈન્ટરનેટની લ્હાણી કરાવી હતી. ત્યારપછી રિલાયન્સ ઘ્વારા નવા વર્ષની હેપી ઓફરના ભાગ રીતે બીજી નવી વેલકમ ઓફર 2 બહાર પાડી, જેના ઘ્વારા તમને ફ્રી ઈન્ટરનેટ, કોલ અને મેસેજની સુવિધા આપવામાં આવી.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

મફતમાં એચડી વીડિયોની મજા માણો

મફતમાં એચડી વીડિયોની મજા માણો

આ વાત સાચી છે કે ઘણા યુઝરે રિલાયન્સ જિયો સિમથી બીજા નેટવર્ક પર કોલ કરતી વખતે કોલ ડ્રોપ થવાની ફરિયાદ કરી છે અને તે સમસ્યા હજુ પણ ચાલુ જ છે. પરંતુ તમે જો મફતમાં એચડી વીડિયોની મજા લેવા માંગતા હોવ તો રિલાયન્સ જિયો તમારા માટે સૌથી સારો વિકલ્પ છે. રિલાયન્સ જિયો ઘ્વારા ગૂગલ અલ્લો, ફેસબૂક મેસેન્જર, વહાર્ટસપ જેવી એપની મદદથી મફતમાં એચડી વીડિયો કોલ પણ કરી શકો છો.

એન્ટરટેઇન્મેન્ટ એપનો સૌથી સારો ઉપયોગ

એન્ટરટેઇન્મેન્ટ એપનો સૌથી સારો ઉપયોગ

જો તમને ફ્રી ડેટા વાપરવાની આઝાદી મળી જ ચુકી હોય તો તમે સંગીત, ટીવી અને સિનેમા જેવી એપનો મફતમાં ઉપયોગ કરી શકો છો. તમે મફતમાં બફર ફ્રી અને સુપર કવોલિટી વીડિયો જોઈ શકો છો.

બધાને જ ફાયદો

બધાને જ ફાયદો

રિલાયન્સ જિયો ઘ્વારા જ્યારથી લોકોને મફતમાં સર્વિસ મળવાની ચાલુ થઇ ગયી છે ત્યારથી બીજા ટેલિકોમ ઓપરેટર એરટેલ, આઈડિયા, વોડાફોન, બીએસએનએલ જેવી કંપનીઓ પણ ઓછી કિંમતમાં સર્વિસ આપતી થઇ ગયી છે. જેના કારણે એવા યુઝરને પણ ફાયદો થઇ ગયો છે જેઓ રિલાયન્સ જિયોનો ઉપયોગ નથી કરતો.

4G LTE ફોનનું બજેટ

4G LTE ફોનનું બજેટ

રિલાયન્સ જિયો સર્વિસની સૌથી સારી બાબતએ છે કે 4G LTE સ્માર્ટફોનના નંબરમાં વધારો થયો છે. તમે આ સ્માર્ટફોન ભારતમાં 6000 રૂપિયાની અંદર ખરીદી શકો છો.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Reliance Jio has announced the Happy New Year Offer that will provide the Welcome Offer benefits. Read more to know the best reasons that will convince you to buy a Relaince Jio SIM card...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot