5 કારણો, કેમ રિલાયન્સ જિયો ભારતમાં 4જી ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે!

Posted By: anuj prajapati

જ્યારથી રિલાયન્સ જિયો ભારતમાં લોન્ચ થયું છે, ત્યારથી ટેલિકોમ કંપનીઓ એકદમથી જાગી ગયી છે. તેઓ યુઝરને આક્રષિત કરવા માટે અલગ અલગ પ્રકારની ઓફરો આપી રહ્યા છે. જેના કારણે ફાયદો તો યુઝરને જ થઇ રહ્યો છે. આઈડીસી રિપોર્ટ મુજબ રિલાયન્સ જિયો ભારતમાં 4જી ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં સૌથી આગળ રહેશે.

5 કારણો, કેમ રિલાયન્સ જિયો ભારતમાં 4જી ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે!

આપણે બધા જ જાણીએ છે કે હાલમાં રિલાયન્સ જિયોનો ભારતમાં ખુબ જ ક્રેઝ વધી ગયો છે. ખાસ કરીને ફ્રી કોલ અને ઈન્ટરનેટ સર્વિસને કારણે તે લોકોમાં ખુબ જ વધારે પોપ્યુલર થઇ રહ્યું છે. રિલાયન્સ જિયોના કેટલાક ગેરફાયદા પણ છે. પરંતુ ફ્રીમાં મળતી સર્વિસને કારણે લોકો તેનાથી ખુબ જ ખુશ છે.

રિલાયન્સ જિયો ડીટીએચ Vs ડીશ ટીવી, જુઓ કોણ છે બેસ્ટ..

થોડા દિવસ પહેલા એવી ખબર પણ હતી કે ખાલી 83 દિવસમાં જ રિલાયન્સ જિયોએ 50 મિલિયન સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી નાખ્યો છે, જે ખુબ જ મોટી ઉપલબ્ધી ગણી શકાય છે. આ આર્ટિકલમાં આપણે જોઇશુ કે એવા કયા 5 કારણ છે કે જેનાથી રિલાયન્સ જિયો ભારતમાં 4જી ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે....

True LTE નેટવર્ક

True LTE નેટવર્ક

આપણે એક વાત તો માનવી જ પડશે કે રિલાયન્સ જિયો ભારતનું પહેલું 4જી નેટવર્ક છે, જેમાં સૌથી મોટો ફાયદોએ છે કે તેની નેટવર્ક સર્વિસ ક્યારેય પણ ડ્રોપ બીજા નેટવર્ક જેવા કે 3જી કે 2જી માં થતી નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

જલ્દી આવશે એલટીઇ - અ નેટવર્ક

જલ્દી આવશે એલટીઇ - અ નેટવર્ક

મળતી માહિતી મુજબ રિલાયન્સ જિયો ખુબ જ જલ્દી એલટીઇ અ નેટવર્ક આખા ભારતમાં લોન્ચ કરી દેશે. જે સામાન્ય એલટીઇ નેટવર્ક કરતા ખુબ જ ફાસ્ટ છે.

VoLTE ફક્ત કોલ કરવા માટે

VoLTE ફક્ત કોલ કરવા માટે

રિલાયન્સ જિયોમાં સૌથી અગત્યની વાતએ છે કે કોલ કનેક્ટ કરવા માટે VoLTE નો ઉપયોગ થશે. હાલમાં દરેક સ્માર્ટફોન VoLTE ને સપોર્ટ પણ કરી રહ્યું છે.

સિમ એક્ટિવેટ કરવાની સુરક્ષિત પદ્ધતિ

સિમ એક્ટિવેટ કરવાની સુરક્ષિત પદ્ધતિ

3 મહિના પહેલા જયારે રિલાયન્સ જિયો લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેનું સિમકાર્ડ મેળવવું ખુબ જ મુશ્કિલ હતું અને તેના કરતા વધારે મુશ્કિલ સિમકાર્ડને એક્ટિવ કરવાનું હતું. પરંતુ હવે રિલાયન્સ જિયો સિમકાર્ડ ખાલી 1 કે 2 કલાકમાં ખુબ જ સરળતાથી એક્ટિવ થઇ જાય છે.

આખા ભારતમાં ફ્રી રોમિંગ

આખા ભારતમાં ફ્રી રોમિંગ

સૌથી સારી બાબત રિલાયન્સ જિયોની ફ્રી રોમિંગ છે, પછી તે ઈન્ટરનેટ હોય કે પછી કોલિંગ સર્વિસ હોય.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Reliance Jio has been a sensation in Indian telecom sector ever since its inception. According to the IDC report, it is said that Reliance Jio will lead the 4G revolution in India.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot