આરકોમ 151 રૂપિયાનો પ્લાન બેસ્ટ રિચાર્જ કીટ સાબિત થઇ શકે છે..

By Anuj Prajapati

  જયારે અનિલ અંબાણીની કંપની આરકોમ ટેલિકોમ સેક્ટરમાં 2 નંબરના સ્થાન પરથી ગબડીને 6 નંબરના સ્થાન પર આવી ગયી અને કંપનીએ સીડીએમએ ઓપેરશન બંધ કર્યા પછી લગભગ 20 મિલિયન સીડીએમએ સબ્સક્રાયબર ગુમાવી દીધા.

  આરકોમ 151 રૂપિયાનો પ્લાન બેસ્ટ રિચાર્જ કીટ સાબિત થઇ શકે છે..

  જયારે રિલાયન્સ જિયોએ ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી કરી ત્યારે બધી જ કંપનીઓમાં ગરમા ગરમીનો માહોલ પેદા થઇ ગયો. બધી જ કંપનીઓ એકબીજાને ટક્કર આપવામાં લાગી ગયા.

  રિલાયન્સ જિયો નવા વર્ષની ઓફર, 51 રૂપિયા ભરો અને..

  માર્કેટમાં પોતાનું સ્થાન નીચે આવતું જોઈને આરકોમે, એરસેલ અને એમટીએસને પોતાની સાથે જોડી દીધું. આરકોમે, રિલાયન્સ જિયો અને બીજી ટેલિકોમ કંપનીઓ સામે ટક્કર લેવા માટે ખુબ જ સસ્તો એવો 151 રૂપિયાનો કોમ્બો પ્લાન બહાર પાડ્યો છે.

  સાયકલોન નાડા: આ ફ્રી એપ તમને આવનારી કુદરતી આફત વિશે જણાવશે

  આ ઓફરમાં આપને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે અને સાથે સાથે થોડોક ઈન્ટરનેટ ડેટા પણ આપવામાં આવશે. આ 151 રૂપિયાનો કોમ્બો પેક 28 દિવસ સુધી જ વેલીડ રહશે.

  એટલું જ નહીં પરંતુ આરકોમનો 151 રૂપિયાનો કોમ્બો પ્લાન થોડો થોડો રિલાયન્સ જિયોના 149 રૂપિયાના પ્લાનને મળતો આવે છે. તો અહીં જાણો કેમ આરકોમ 151 રૂપિયાનો પ્લાન બેસ્ટ રિચાર્જ કીટ સાબિત થઇ શકે છે...

  આખા દેશમાં ફ્રી ઇનકમિંગ રોમિંગ કોલ

  આરકોમના 151 રૂપિયાના પ્લાનમાં આખા દેશમાં ફ્રી ઇનકમિંગ કોલિંગની સુવિધા આપવામાં આવી છે. જે હાલમાં રિલાયન્સ જિયો પણ આપી રહ્યું છે. પરંતુ આરકોમમાં રોમિંગ ફ્રી ઓઉટગોઇંગ કોલિંગની સુવિધા આપવામાં આવી નથી.

  નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  અનલિમિટેડ લોકલ કોલ

  આરકોમના 151 રૂપિયાના રિચાર્જ ઘ્વારા તમે અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ ગમે ત્યાં અને ગમે તે નેટવર્ક પર કરી શકો છો. નેટવર્ક કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ વોઇસ કોલ માટે નહીં લે.

  વોઇસ કોલ કરવા માટે કોઈ પણ VoLTE ની જરૂર નથી

  રિલાયન્સ આરકોમના આ પ્લાન માટે વોઇસ કોલ કરવા કોઈ પણ VoLTE ની જરૂર નથી. તમે વોઇસ કોલ કોઈ પણ પ્રકારના નેટવર્ક 2જી, 3જી કે 4જી ઘ્વારા કરી શકો છો.

  300 એમબી 4જી ડેટા

  આરકોમના 151 રૂપિયાના કોમ્બો પ્લાનમાં તમને 300 એમબી 4જી ડેટા પણ મળશે. જે તમને વહાર્ટસપ અને ફેસબૂક ચલાવવા માટે ઉપયોગી થઇ રહેશે.

  28 દિવસ સુધી ચાલશે

  આ ઓફર 28 દિવસ સુધી ચાલશે, 28 દિવસ પુરા થતા જ તમે ફરી 151 રૂપિયાનું રિચાર્જ કરી શકશો. એક વાતનું ધ્યાન રાખો કે અલગ અલગ જગ્યા પર આ પ્લાનની કિંમત અલગ હોઈ શકે છે, જેમ કે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં આ પ્લાનની કિંમત 149 રૂપિયા છે.

  નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  English summary
  Is RComm's Rs. 151 plan the best recharge kit available in the market right now.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more