રાહુલ ગાંધી અને કોંગ્રેસ એકાઉન્ટ હેક, આ રીતે રહો તમે સચેત

By: anuj prajapati

ટ્વિટર આજકાલ ઘણી હેડલાઈન બહાર પાડી રહ્યું છે. આ હેડલાઈન સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ નવા ફીચરને લઈને નહીં પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ટ્વિટર પર ઘણા લોકોના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ હેક થઇ જવાના કારણે છે.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ એકાઉન્ટ હેક, આ રીતે રહો તમે સચેત

થોડા દિવસ પહેલા જ ખુબ જ ચોંકાવનારો કિસ્સો બન્યો હતો જયારે ટ્વિટરે તેના સીઈઓ જેક ડોરસી નું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું હતું. તો તમને લાગી રહ્યું છે કે તમે અને તમારી પર્સનલ એક્ટિવિટી ટ્વિટર પર સુરક્ષિત છે?

નોકિયા D1C બે અલગ વેરિયંટમાં અલગ ડિસ્પ્લે, રેમ અને કેમેરા સાથે આવી રહ્યો છે.

જેક ડોરસી નું ટ્વિટર એકાઉન્ટ હેક થયા પછી ટ્વિટર હેકરે વધુ એક મોટું કામ કર્યું અને તેમને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીનું ઓફિશ્યિલ ટ્વિટર એકાઉન્ટ હેક કરી નાખ્યું. આ બંને એકાઉન્ટ ખાલી 24 કલાકમાં જ હેક થયા. હેકરે બંને એકાઉન્ટ પરથી ઘણી ખરાબ પોસ્ટ પણ કરી.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ એકાઉન્ટ હેક, આ રીતે રહો તમે સચેત

જો ટ્વિટર પર આવા ફેમસ એકાઉન્ટ પણ સુરક્ષિત ના હોય, તો તમને લાગી રહ્યું છે કે તમે ટ્વિટર પર સુરક્ષિત છો? તો જુઓ હેક થયેલા એકાઉન્ટ ઘ્વારા કેવી ટવિટ કરવામાં આવી હતી અને કઈ રીતે તમે તમારા એકાઉન્ટને હેક થતું બચાવી શકો છો.

રાહુલ ગાંધી ટ્વિટર એકાઉન્ટ હેક

રાહુલ ગાંધી ટ્વિટર એકાઉન્ટ હેક

હજુ થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું અને હેકર ઘ્વારા ઘણા પર્સનલ અને ખરાબ ટવિટ રાહુલ ગાંધીના એકાઉન્ટ પર દર થોડી થોડી સેકન્ડ પર કરવામાં આવી રહ્યા હતા.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરનારે તેમને બ્રેનલેસ 5 વર્ષના બાળક સાથે સરખાવ્યો

રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરનારે તેમને બ્રેનલેસ 5 વર્ષના બાળક સાથે સરખાવ્યો

રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા પછી ઘણી પર્સનલ પોસ્ટ કરવામાં આવી હતી. હેક કરનારે તેમને બ્રેનલેસ 5 વર્ષના બાળક સાથે સરખાવ્યો. ત્યારપછી લોકોએ તેના માટે ઘણી ફની કમેન્ટ પણ કરી. એટલા માટે ટ્વિટર લોકો માટે સુરક્ષિત પ્લેટફોર્મ નથી રહ્યું.

કોંગ્રેસનું ઓફિશ્યિલ ટ્વિટર એકાઉન્ટ હેક

કોંગ્રેસનું ઓફિશ્યિલ ટ્વિટર એકાઉન્ટ હેક

ટ્વિટર પર કોંગ્રેસનું ઓફિશ્યિલ એકાઉન્ટ પણ હેક થતું અને ખુબ જ ખરાબ પોસ્ટ તેના ઘ્વારા કરવામાં આવી. કોંગ્રેસના ઓફિશ્યિલ એકાઉન્ટને ફરી પાછું નોર્મલ કરતા અને બધી જ ખરાબ પોસ્ટને ડીલીટ કરતા 1 કલાક જેટલો સમય લાગ્યો. જયારે રાહુલ ગાંધીનું એકાઉન્ટને ફરીથી રિસ્ટોર કરતા 2 કલાક જેટલો સમય લાગ્યો હતો.

ટ્વિટર પર સુરક્ષિત રહેવા માટેની ટિપ્સ

ટ્વિટર પર સુરક્ષિત રહેવા માટેની ટિપ્સ

આજકાલ હેકિંગના કિસ્સા ખુબ જ વધી ગયા છે. તો બધા જ ટ્વિટર યુઝર માટે કેટલીક અગત્યની ટિપ્સ છે કે જેનાથી તમે હેકરની જાળમાંથી બચી શકો છો.

#1. પાસવર્ડ સ્ટ્રોંગ રાખો

#2. ગમે તેવી લિંક પર ક્લિક કરી દેવી નહીં

#3. બીજા સોશ્યિલ મીડિયા એકાઉન્ટ સાથે તેને લિંક કરવું નહીં.

#4. એવા લોકોને ફોલો કરવા નહીં જેઓ થોડા અજીબ લાગતા હોય કે જેઓ તમારું એકાઉન્ટ હેક કરી શકે.

#5. કોઈ પણ અબ્યુઝીવ પોસ્ટ કે પછી એક્ટિવિટી વિશે રિપોર્ટ કરો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
You can be the next target after Rahul Gandhi and Congress' official Twitter account got hacked. Stay safe with these tips.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot