નવો N5 સ્માર્ટફોન 22 મી ફેબ્રુઆરી એ લોન્ચ થશે, પરંતુ નોકિયા દ્વારા નહિ

By: Keval Vachharajani

છેલ્લા થોડા સમય થી ઓનલાઇન નોકિયા ના નવા સ્માર્ટફોન વિષે ઘણી બધી વાતો ચાલી રહી છે. અને ગયા અઠવાડિયે અમે તમારી સમક્ષ નોકિયા ના આવનારા ફોન ના અમુક લીક ફોટોઝ લઇ ને આવ્યા હતા અને ત્યારે જણાવ્યું હતું કે નોકિયા તેની જૂની અને લોકપ્રિય N સિરીઝ ને ફરી થી શરુ કરી શકે છે. ત્યાર બાદ, લી સૂન કે જે 360 મોબાઈલ ના CEO છે તેમણે એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, આ ડિવાઈઝ N સિરીઝ ને બિલોન્ગ કરે છે.

નવો N5 સ્માર્ટફોન 22 મી ફેબ્રુઆરી એ લોન્ચ થશે, પરંતુ નોકિયા દ્વારા નહિ

અને ત્યાર બાદ સૂન આજે 360 મોબાઈલ ના આવનારા ફોન વિષે ની વધુ માહિતી સાથે હાજર છે. એક weibo પોસ્ટ દ્વારા તેણે એ વાત ને કન્ફોર્મ કરી હતી કે 360 મોબાઈલ N5 નામ ના ફોન સાથે બહાર આવી રહ્યું છે. અને આ ફોન ના લોન્ચ નું ટ્રેલર ઓનલાઇન મુકવા માં અવાયું હતું જેની અંદર લખવા માં આવ્યું હતું કે 'N સિરીઝ વન્સ મોર' અને એવું લાગી રહ્યું છે કે આ ફોન ને આવનારા થોડા દિવસો માં જ લોન્ચ કરી દેવા માં આવશે.

વધુ માં આ વાત કરતા, અત્યારે એવું અનુમાન છે કે આ ફોન ને 22 મી ફેબ્રુઆરીએ જ લોન્ચ કરવા માં આવશે અને ઇન્વાઇટ ની અંદર એક નોકિયા N81 ની પણ ઇમેજ રાખવા માં આવી છે.

આ નવી ટેક્નોલોજી 5જી કરતા પણ 10 ગણી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરશે

અને અફવાઓ પ્રમાણે 360 મોબાઈલ ના N5 નો દેખાવ નોકિયા ની N સિરીઝ થી મળતો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે-નોકિયા N81 અને નોકિયા N95. પરંતુ જો TENAA લિસ્ટિંગ પર જોવા મળેલા આ ફોન ના ફોટોઝ પર થી એવું લાગી રહ્યું છે કે આ ફોન ની અંદર જુના નોકિયા N સિરીઝ કરતા અલગ ફોર્મ ફેક્ટર આપવા માં આવી શકે છે.

ફોન ના ફોટોઝ પર થી તો એવું જ લાગી રહ્યું છે કે આ ફોન ની અંદર ફૂલ મેટાલિક ચેસીસ અને સ્ક્રીન ની નીચે ની બાજુ પર સામાન્ય ટચ સેન્સિટિવ બટન આપવા માં આવ્યા હશે.

જો એક નજર TENAA લિસ્ટિંગ પર કરીયે તો, જે ડિવાઈઝ ની વાતો થઇ રહી છે તેનું મોડેલ નંબર 1605-A01 હોઈ શકે છે. અને એવું કહેવા માં આવી રહ્યું છે કે આ ફોન ની અંદર 5.5 ઇંચ ની FHD 1080p ડિસ્પ્લે, 1.8GHz સ્નેપડ્રેગન 653 પ્રોસેર ની સાથે 6GB ની રેમ આપવા માં આવશે.

અને આ ફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો પર ચાલશે, અને 360 મોબાઇલ્સ ના આ નવા સ્માર્ટફોન ની અંદર 32GB ની ઇન્ટરનલ મેમરી આપવા માં આવી શકે છે કે જેને પાછળ થી 128GB સુધી વધારી શકશે, અને આ ફોન ની અંદર 3,290mAh ની બેટરી આપવા માં આવશે, અને આ ફોન ની અંદાજિત કિંમત 2000 યુઆન માનવા માં આવી રહી છે એટલે કે લગભગ Rs. 19,500.

Source

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Qiku aka 360 Mobiles N5 smartphone mistaken for the Nokia N5 is all set to be launched on February 22.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot