આ નવી ટેક્નોલોજી 5જી કરતા પણ 10 ગણી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરશે

By Anuj Prajapati

  જેમ જેમ નવા નવા ગેજેટ આવતા જાય છે તેની સાથે ડેટામાં પણ વધારો થતો જાય છે. પરંતુ એક ડિવાઈઝમાંથી બીજી ડિવાઈઝમાં ડેટા ટ્રાન્સફર કરવા ખુબ જ મુશ્કિલ કામ બની રહ્યું છે. નવી નવી ટેક્નોલોજી આવતાની સાથે હવે તે કામ પણ સરળ બનતું દેખાઈ રહ્યું છે.

  આ નવી ટેક્નોલોજી 5જી કરતા પણ 10 ગણી ઝડપથી ડેટા ટ્રાન્સફર કરશે

  રિસર્ચર ઘ્વારા ટેરાહર્ટઝ ટ્રાન્સમીટર બનાવવામાં આવ્યું છે. જે ડિજિટલ ડેટા 10 ગણી વધારે ઝડપથી ટ્રાન્સફર કરી શકે છે. જે ફિફ્થ જનરેશન મોબાઈલ નેટવર્ક 5જી, જે લગભગ વર્ષ 2020 માં લોન્ચ થઇ શકે છે. તેના કરતા પણ વધારે ઝડપી છે.

  રિસર્ચ અનુસાર તેને ઇન્ટરનૅશનલ સોલિડ સ્ટેટ સર્કિટ કોન્ફરન્સ 2017 દરમિયાન લોન્ચ કરવામાં આવનારું હતું. ટેરાહર્ટઝ ટ્રાન્સમીટર થોડી જ સેકન્ડમાં આખી ડીવીડી ડેટા ટ્રાન્સફર કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

  રિસર્ચ ગ્રુપ ઘ્વારા આ રિઝલ્ટ જે લગભગ 105 ગીગાબાઈટ્સ પર સેકન્ડ જેટલું છે. આ મેળવવા માટે તેમને 290 ગીગાહટઝ થી 315 ગીગાહર્ટઝ ફ્રીક્વન્સી ઉપયોગમાં લીધી છે.

  એરટેલ પોતાના બધા હોમ બ્રોડબેન્ડ ગ્રાહકો માટે લાવ્યું છે 'એરટેલ સરપ્રાઇસિસ'

  આ રેન્જ ફ્રીક્વન્સી હાલમાં આપવામાં આવી નથી. પરંતુ 275 GHz થી 450 GHz ફ્રીક્વન્સી વર્લ્ડ રેડિયો કમ્યુનિકેશન કોન્ફ્રન્સ 2019 માં ચર્ચા કરવામાં આવી શકે છે.

  વર્ષ 2016 દરમિયાન રિસર્ચ ગ્રુપ ઘ્વારા વાયરલેસ લિંકની સ્પીડ 300-GHz બેન્ડનો ઉપયોગ કરી કવાદરચ એમ્પ્લીટયુડ મોડલૂશન ની મદદથી બતાવવામાં આવ્યું હતું. હવે તેઓ 6 ગણી વધારે હાયર પર ચેનલ ડેટા રેટ, 100 ગીગાબાઈટ્સ પર સેકન્ડ બતાવી રહ્યા છે.

  મિનોરૂ ફુજીસીમાં જેઓ આ રિસર્ચમાં ભાગીદાર છે અને હિરોશિમા યુનિવર્સીટી જાપાનમાં કામ પણ કરી ચુક્યા છે. તેમને જણાવ્યું કે ટેરાહર્ટસ સેટેલાઇટ સાથે લિંક કરવા માટે અલ્ટ્રાહાઈ સ્પીડ આપી શકે છે. જે વાયરલેસ છે. એટલું જ નહી પરંતુ તેને ફ્લાઈટ નેટવર્ક કનેક્શન બુસ્ટ કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. અલ્ટ્રા વાયરલેસ લિંક બેઝ સ્ટેશન ઘ્વારા કન્ટેન્ટ સર્વર થી મોબાઈલ ડિવાઈઝમાં ફાસ્ટ ડાઉનલોડ સ્પીડ મેળવી શકાય છે.

  તેમને આગળ જણાવ્યું કે આ વર્ષે તેઓ પાછલા વર્ઝન કરતા પણ 10 ગણો વધારે ટ્રાન્સમિશન પાવર ડેવલોપ કરવા જઈ રહ્યા છે. જે પર ચેનલ ડેટા રેટ 100 ગીગાબાઈટ્સ 300 ગીગાહર્ટસ સુધી લઇ જશે.

  નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  Read more about:
  English summary
  Data has been growing exponentially as more and more gadgets come into existence. And transferring data from one device to another is a painful affair owing to awful data transfer speeds. Well, it seems like things are going to change for the better.

  Get breaking news alerts from Gujarati Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more