ગૂગલ પ્લેસ્ટોર પર 40 કરતા પણ વધારે ફેક ભીમ એપ, જાણો ઓરિજિનલ

Posted By: anuj prajapati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘ્વારા મની ટ્રાન્સફર કરવા માટે ભીમ લોન્ચ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સરકાર ઘ્વારા ભીમ એપ લોન્ચ કરવામાં આવી હતી. જેની ઉદેશ નોટબંધી ના સમયમાં કેશ પૈસા માટે લોકોને મુક્તિ આપવાનો હતો. જેના ઘ્વારા તમે સરળતાથી બેન્કમાં ડિજિટલ પેમેન્ટ કરી શકો.

ગૂગલ પ્લેસ્ટોર પર 40 કરતા પણ વધારે ફેક ભીમ એપ, જાણો ઓરિજિનલ

ભારત સરકારે જયારે નોટબંધી કરી દીધી ત્યારથી જ ડિજિટલ પેમેન્ટ નું ચલણ ખુબ જ વધી ગયું. નરેન્દ્ર મોદી સરકાર ઘ્વારા ઘણા ડિજિટલ પેમેન્ટ માટે ઓપશન પણ આપવામાં આવ્યા.

ભીમ એપ ઘ્વારા તમે ખુબ જ સરળતાથી ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો. ભીમ એપ લોન્ચ થવાની સાથે જ ખુબ જ જોરદાર હિટ રહી. ભીમ એપ લોન્ચ થવાની સાથે 3 મિલિયન ડાઉનલોડ નો આંકડો પાર કરી ચુકી. ભીમ એપની સફળતા સાથે જ પ્લેસ્ટોર પર ફેક 40 કરતા પણ વધારે ભીમ એપ ફરી રહી છે.

ગૂગલ પ્લેસ્ટોર પર 40 કરતા પણ વધારે ફેક ભીમ એપ, જાણો ઓરિજિનલ

પ્લેસ્ટોર પર ફરી રહેલી આ ફેક ભીમ એપ ખુબ જ જોખમકારક બની શકે છે. કારણકે ભીમ એપમાં તમારે પૈસા ટ્રાન્સફર કરવા માટે તમારી કાર્ડ ડીટેલ નાખવી પડે છે. જે ફેક એપમાં ખુબ જ જોખમ ધરાવતું કામ છે.

ઓરિજિનલ ભીમ એપ ને કઈ રીતે ઓળખવી.

#1 જયારે તમે ગૂગલ પ્લેસ્ટોર પર ભીમ એપ ટાઈપ કરો છો, ત્યારે ઓરિજિનલ એપ સર્ચ લિસ્ટમાં સૌથી ઉપર જ રહેશે.

#2 ઓરિજિનલ ભીમ એપ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઘ્વારા ઓફર કરવામાં આવેલી હશે.

#3 ઓરિજિનલ ભીમ એપનો લોગો બે ટ્રિએંગલ થી બનેલો હશે. જેમાં એક ઓરેન્જ અને બીજો ગ્રીન કલર ધરાવતો હશે.

#4 એપ લોગોમાં કોઈ પણ ટેક્સ્ટ આપવામાં આવ્યું નથી.

#5 ઓરિજિનલ ભીમ એપનું નામ ખાલી BHIM જ રાખવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્ષી એસ8, ફીચર એવા જે તમને જોતા જ ગમી જશે.

ઉપર જણાવેલા કી પોઇન્ટ ઘ્વારા તમે ભીમ એપને સરળતાથી ઓળખી શકશો. ઘણા લોકો ઘ્વારા કેટલીક ફેક ભીમ એપ ડાઉનલોડ કરવામાં આવી છે અને તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. લોકો ફેક ભીમ એપ ઘ્વારા પૈસા ટ્રાન્સફર કરવા ખુબ જ જોખમકારક બની શકે છે. કેટલીક ફેક ભીમ એપ સામે ઘણી ફરિયાદ પણ કરવામાં આવી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Over 40 fake BHIM apps spotted on Google Play Store. Here's how to find the original one.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot