સેમસંગ ગેલેક્ષી એસ8, ફીચર એવા જે તમને જોતા જ ગમી જશે.

સેમસંગ કંપની તેમનો આવનારો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ8 માટે ખુબ જ વધારે મહેનત કરી રહ્યા છે કે જેનાથી તેઓ તેમના કસ્ટમર નો ભરોષો પાછો મેળવી શકે.

By Anuj Prajapati
|

વર્ષ 2016 માં સેમસંગ તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્ષી એસ7 સિરીઝને લઈને ખુબ જ ઉત્સાહમાં હતો. પરંતુ ગેલેક્ષી એસ7 સ્માર્ટફોનમાં બેટરી બ્લાસ્ટ ફરિયાદ એટલી બધી વધુ ચુકી કે કંપનીએ બધા જ સ્માર્ટફોન પાછા મંગાવી લીધા. જેના કારણે કંપનીને ખુબ જ મોટો ફટકો લાગ્યો.

સેમસંગ ગેલેક્ષી એસ8, ફીચર એવા જે તમને જોતા જ ગમી જશે.

સેમસંગ કંપની તેમનો આવનારો સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી એસ8 માટે ખુબ જ વધારે મહેનત કરી રહ્યા છે કે જેનાથી તેઓ તેમના કસ્ટમર નો ભરોષો પાછો મેળવી શકે. કંપની તેમના સ્માર્ટફોનમાં કોઈ પણ ખામી ના રહે તેના માટે ખુબ જ સચેત બની ચુકી છે.

એન્ડ્રોઇડ યુઝર માટે મજેદાર વીઆર ગેમ્સ.

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન ફીચરને લઈને ઘણી ચર્ચા ઈન્ટરનેટ પર થઇ રહી છે. અહીં અમે સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનના કેટલાક ફીચર વિશે માહિતી આપવા જઈ રહ્યા છે, જે તમને આ સ્માર્ટફોન વિશે વધુ ક્લિયર પિક્ચર આપશે.

ડિસ્પ્લે પાસે ઓછું બેઝલ

ડિસ્પ્લે પાસે ઓછું બેઝલ

સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન વિશે ઘણી અફવાહો બહાર આવી રહી છે. કેટલીક માહિતી આવી છે કે સ્માર્ટફોનમાં બેઝલ લેસ ડિસ્પ્લે આપવામાં આવશે. પરંતુ શક્ય છે કે આવનારા સ્માર્ટફોનમાં તમને એજ ડિસ્પ્લે જોવા મળી શકે છે.

ડિસ્પ્લેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર

ડિસ્પ્લેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર

ટેક્નોલોજી જેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું હોય તે બહાર તો આવી જ ચુકી છે. પરંતુ સેમસંગ તેના આવનારા સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સેન્સ આઈડી ફિંગરપ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ડિવાઈઝમાં બધી જ જગ્યા પર લગાવવામાં આવી છે. જેનાથી તમારી ફિંગરપ્રિન્ટ પ્લાસ્ટિક, મેટલ અને ગ્લાસ ઘ્વારા પણ રીડ કરી લેવામાં આવશે.

પ્રેસર સેન્સિટિવ ડિસ્પ્લે પણ આવી શકે છે.

પ્રેસર સેન્સિટિવ ડિસ્પ્લે પણ આવી શકે છે.

સેમસંગ તેના લેટેસ્ટ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાં ફોર્સ ટચ ડિસ્પ્લે ટેક્નોલોજી લાવી શકે છે. મળતી માહિતી મુજબ કંપની ઘ્વારા આ ટેક્નોલોજી ડિવાઈઝ પર ટેસ્ટ પણ કરી લેવામાં આવી છે. જો આ વાત સાચી હોય તો ગેલેક્ષી એસ8 અને એસ8 એજ સ્માર્ટફોન પહેલા સ્માર્ટફોન હશે, જેમાં 3ડી ટચ જેવા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવશે.

ગેલેક્ષી એસ8 પ્લસ પેન ફંક્શન

ગેલેક્ષી એસ8 પ્લસ પેન ફંક્શન

ગેલેક્ષી એસ8 પ્લસ પેન ફંક્શન એસ પેન ફીચર આપણે ગેલેક્ષી નોટ સિરીઝમાં જોવા મળી ચુકી છે. માહિતી મળી રહી છે કે 6.2 ઇંચ ગેલેક્ષી એસ 8 પ્લસ સ્માર્ટફોનમાં તમને સ્ટીલસ જોવા મળી શકે છે.

એજ હશે કે નહીં?

એજ હશે કે નહીં?

સેમસંગ ઘણા સ્માર્ટફોન લોન્ચ કરે છે એટલા માટે કયો સ્માર્ટફોન કેવો દેખાશે તેના વિશે કહેવું મુશ્કિલ છે. પહેલા એવી માહિતી આવી હતી કે સેમસંગ ગેલેક્ષી એસ8 સિરીઝ સ્માર્ટફોન ડ્યુઅલ કર્વ ડિસ્પ્લે સાથે આવશે. ત્યારપછી એવી માહિતી આવી કે સેમસંગ ગેલેક્ષી એસ8 સિરીઝ સ્માર્ટફોન વરેપઅરાઉન્ડ ડિસ્પ્લે સાથે આવશે. ત્રીજો રિપોર્ટ એવો આવ્યો કે સેમસંગ ગેલેક્ષી એસ8 સિરીઝ સ્માર્ટફોન બંને ફ્લેટસ્ક્રીન અને એજ ડિસ્પ્લે સાથે આવશે. હવે તેના માટે તો સ્માર્ટફોન લોન્ચ સુધી રાહ જોવી પડશે.

સેમસંગ ડિજિટલ આસિસ્ટન્ટ

સેમસંગ ડિજિટલ આસિસ્ટન્ટ

આજના દિવસમાં ડિજિટલ આસિસ્ટન્ટ દરેક મેન્યુફેક્ચર સુધી પહોંચી ચૂક્યું છે. સેમસંગ ઘ્વારા વીવ લેબ ખરીદી લેવામાં આવી છે. જેનાથી તેઓ ગૂગલ આસિસ્ટન્ટ સામે ટક્કર લઇ શકે.

ફોટોગ્રાફી થ્રોન

ફોટોગ્રાફી થ્રોન

આમ જોવા જઇયે તો સેમસંગ બેસ્ટ કેમેરા ફીચર સ્માર્ટફોનમાં આપે છે. ગેલેક્ષી એસ8 સિરીઝ સ્માર્ટફોન ઘ્વારા તેઓ ગૂગલ પિક્સલને પાછળ પાડી શકે છે. રિપોર્ટ મુજબ સેમસંગ 13 મેગાપિક્સલ અને 12 મેગાપિક્સલ ડ્યુઅલ કેમેરા અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપી રહી છે.

3.5 એમએમ ઓડિયો જેક ગાયબ

3.5 એમએમ ઓડિયો જેક ગાયબ

વાયરલેસ ફ્યુચર ને આગળ વધારવા માટે એપલ આઈફોન 7 અને મોટો ઝેડ જેવા સ્માર્ટફોનમાં 3.5 એમએમ ઓડિયો જેક રાખવામાં આવ્યો નથી. હવે સેમસંગ પણ તેમના લેટેસ્ટ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાં 3.5 એમએમ ઓડિયો જેક ને અલવિદા કહી રહ્યું છે.

ગેલેક્ષી એસ8 કૉંટીનુમ લાઈક ફીચર સાથે

ગેલેક્ષી એસ8 કૉંટીનુમ લાઈક ફીચર સાથે

સેમસંગ નવા અને યુનિક ફીચર લોન્ચ કરતુ રહે છે. ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન ડેસ્કટોપ એકપીરીયન્સ ફીચર સાથે આવી શકે છે. આ ફીચર મુજબ તમારો સ્માર્ટફોન મોનિટર અને બીજી ડિવાઈઝ સાથે જોડાઈ શકે છે.

બેસ્ટ હાર્ડવેર

બેસ્ટ હાર્ડવેર

જો હાર્ડવેરની વાત કરવામાં આવે તો ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન 8જીબી રેમ જે મલ્ટીટાસ્કીંગમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે અને લેટેસ્ટ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર આ સ્માર્ટફોનને યુનિક બનાવે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Samsung Galaxy S8 might arrive with a pressure sensitive display, continuum like features, digital assistant, 8GB RAM, etc.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X