વનપ્લસ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા અમિતાભ બચ્ચન

Posted By: anuj prajapati

ચાઈનાની ફેમસ સ્માર્ટફોન બનાવતી કંપની વનપ્લસ ઘ્વારા અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

વનપ્લસ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન ઘ્વારા તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ તેમના માટે ખુબ જ ખુશીની વાત છે કે તેઓ ભારતની રોમાંચક ટેક્નોલોજી બ્રાન્ડ વનપ્લસ સાથે કામ કરવા જઈ રહ્યા છે. જે ખરેખરમાં પ્રીમિયમ કવોલિટી અને સારી સેવા માટે ઓળખવામાં આવે છે.

તેમને જણાવ્યું કે તેઓ જાતે એક વનપ્લસ યુઝર છે અને જેના કારણે તેમને આ બ્રાન્ડને આગળ લઇ જવા અને તેની સાથે જોડાવવા માટેની ખુશી છે.

વિવો Y25 એન્ટી લેવલ સ્માર્ટફોન 7400 રૂપિયામાં લોન્ચ

આપને જણાવી દઈએ કે વનપ્લસ ઘ્વારા તેમનો પહેલો એક્સપિરિયન્સ સ્ટોર બેંગ્લોરમાં ખોલવામાં આવ્યો હતો. કંપની ઘ્વારા હાલમાં જ તેમનો લેટેસ્ટ વનપ્લસ 3ટી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જે કંપની ઘ્વારા પહેલા લોન્ચ કરવામાં આવેલા વનપ્લસ 3 સ્માર્ટફોનનું લેટેસ્ટ વર્ઝન છે. આ બંને સ્માર્ટફોન તેમના દમદાર ફીચર માટે ફેમસ છે.

વનપ્લસ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી અને ફાઉન્ડર પીટ લાઉ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન સાથે તેમનો આ સહયોગ આગળ પણ ખુબ જ મજબૂત જોડાણ કરશે. જેના કારણે તેમના બ્રાન્ડને લોકો સાથે ભાવના બનાવવા અને નવી ઉંચાઈ સુધી પહોંચવામાં મદદ કરશે.

English summary
The company has recently opened its first 'Experience Store' in Bengaluru- a one-stop destination to experience the complete range of OnePlus products.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot