એમડબ્લ્યુસી 2017: નોકિયા 6,5,3 અને 3310 જાહેર, જાણો પુરી વિગત

કંપની ઘ્વારા ઘણા નોકિયા સ્માર્ટફોનની જાહેરાત કરવામાં આવી છે. જે નોકિયા ફેન્સ માટે ખુબ જ સારા સમાચાર છે.

By Anuj Prajapati
|

નોકિયા અને એચએમડી ગ્લોબલ ઘ્વારા હાલમાં જ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ પ્રેસ કોન્ફરન્સ પુરી કરવામાં આવી. જેવી લોકોને આશા હતી તેના મુજબ જ કંપની ઘ્વારા ઘણા નોકિયા સ્માર્ટફોનની જાહેરાત કરવામાં આવી છે. જે નોકિયા ફેન્સ માટે ખુબ જ સારા સમાચાર છે. નોકિયા એન્ડ્રોઇડ સ્માર્ટફોન સાથે એક નવું પ્રકરણ લખવા જઈ રહ્યું છે. નોકિયા હવે તેમના યુઝરને નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન અનુભવ આપવા જઈ રહ્યું છે.

એમડબ્લ્યુસી 2017: નોકિયા 6,5,3 અને 3310 જાહેર, જાણો પુરી વિગત

કંપની ઘ્વારા ચાઈનામાં પહેલાથી નોકિયા 6 સ્માર્ટફોન લોન્ચ કરી દેવામાં આવ્યો છે. જેને થોડી સફળતા પણ મળી ચુકી છે. કંપની ઘ્વારા નોકિયાને હવે બીજા લેવલ પર લઇ જવા માટે એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટ દરમિયાન બીજા ઘણા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે.

તો એક નજર કરો નોકિયા સ્માર્ટફોન પર જેને આ ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યા છે...

નોકિયા 6

નોકિયા 6

એચએમડી ગ્લોબલ ઘ્વારા નોકિયા 6 સ્માર્ટફોન પર બતાવવામાં આવ્યો છે. જેને તેમને કેટલાક દિવસો પહેલા જ ચાઈનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું કે નોકિયા 6 સ્માર્ટફોન ખુબ જ જલ્દી ગ્લોબલ યુઝર માટે પણ લોન્ચ કરી દેવામાં આવશે. આ ડિવાઈઝની કિંમત EUR 299 (લગભગ 21,043 રૂપિયા) રાખવામાં આવી છે.

હવે જો આ સ્માર્ટફોન ફીચર વિશે વાત કરવામાં આવે તો તેમાં 5.5 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે 2.5ડી ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 430 પ્રોસેસર, 4જીબી રેમ, અને 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ડ્યુઅલ સિમ ધરાવતો નોકિયા 6 સ્માર્ટફોન 3000mAh નોન રિમુવેબલ બેટરી સાથે આવ્યો છે.

હવે જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો નોકિયા 6 સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલ રિયર કેમેરા ઓટો ફોકસ અને ડ્યુઅલ ટોન ફ્લેશ સાથે આવ્યો છે, જયારે 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

નોકિયા 5

નોકિયા 5

એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન નોકિયા ઘ્વારા તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન નોકિયા 5 લોન્ચ કરવામાં આવ્યો. આ સ્માર્ટફોન 5.2 ઇંચ ડિસ્પ્લે સાથે આવ્યો છે. આ સ્માર્ટફોન એલ્યૂમિનિયમ બોડી સાથે ચાર કલર વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોન ફીચર વિશે વધારે જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી મુજબ તેમાં 1.3GHz કવાડકોર પ્રોસેસર, 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.1.1 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે અને તેમાં 3000mAh બેટરી આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનની કિંમત EUR 189 (લગભગ 13,301 રૂપિયા) રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન બીજા કવાટરમાં માર્કેટમાં આવી જશે.

નોકિયા 3

નોકિયા 3

નોકિયા 3 સ્માર્ટફોન બજેટ સ્માર્ટફોન છે. તેની કિંમત EUR 139 (લગભગ 9800 રૂપિયા) રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન સિલ્વર વાઈટ, મેટ બ્લેક, બ્લુ અને કોપર વાઈટ કલર વેરિયંટમાં લોન્ચ કરવામાં આવશે.

હવે જો ફીચરની વાત કરવામાં આવે તો તેમાં 5.0 ઇંચ એચડી ડિસ્પ્લે સાથે આવશે. આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ વાઈડ એંગલ સેલ્ફી અને રિયર કેમેરા ફીચર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એલ્યૂમિનિયમ ફ્રેમ અને ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે આવશે. આ સ્માર્ટફોનમાં 1.3GHz કવાડકોર પ્રોસેસર, 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 2650mAh બેટરી સાથે આવશે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

નોકિયા 3310

નોકિયા 3310

નોકિયા ઘ્વારા તેમનો આઇકોનિક નોકિયા 3310 ફોન નવી ડિઝાઇન અને હાર્ડવેર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ઘણીં જૂની યાદો લઈને આવશે. આ સ્માર્ટફોનમાં મુખ્ય ફીચર તેનો 22 કલાક ટોક ટાઈમ અને એક મહિના સુધી સ્ટેન્ડ બાય મોડ પર ચાલી શકે તેવી બેટરી લાઈફ આપવામાં આવી છે.

આ સ્માર્ટફોન ફીચર વિશે વાત કરવામાં આવે તો તેમાં 2.40 ઇંચ ડિસ્પ્લે, 2 જીબી રેમ, અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 1200mAh બેટરી આપવામાં આવી છે. આ ડિવાઈઝની કિંમત EUR 49 (લગભગ 3500 રૂપિયા) રાખવામાં આવી છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડિવાઈઝ વર્ષના બીજા કવાટરમાં ભારતમાં વેચાણ માટે લોન્ચ કરી દેવામાં આવશે.

બીજી પ્રોડક્ટ

બીજી પ્રોડક્ટ

ભવિષ્યમાં નોકિયા ખાલી સ્માર્ટફોન માર્કેટ જ નહીં. પરંતુ બીજી પ્રોડક્ટ પણ લોન્ચ કરી શકે છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ હોમ, હેલ્થ અને ફિટનેસ કેટેગરીમાં પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે.

નોકિયા 5, નોકિયા 3 અને હાઈન્ડ નોકિયા 3310 MWC 2017 માં લોન્ચ થશે તેના લીક પ્રાઈઝ અને ફીચર્સનોકિયા 5, નોકિયા 3 અને હાઈન્ડ નોકિયા 3310 MWC 2017 માં લોન્ચ થશે તેના લીક પ્રાઈઝ અને ફીચર્સ

Best Mobiles in India

English summary
Nokia 3, Nokia 5 Android Phones Launched at MWC 2017: Price, India Launch, Specifications, and More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X