વનપ્લસ 3ટી, એક્સચેન્જ ઓફર પર વધુ 2000 રૂપિયા ડિસ્કાઉન્ટ

Posted By: anuj prajapati

વનપ્લસ સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં ખુબ જ સફળ સાબિત થઇ રહ્યા છે. કંપની ઘ્વારા વર્ષ 2016 મધ્યમાં વનપ્લસ 3 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષમાં કંપની ઘ્વારા તેમનો લેટેસ્ટ મોડલ વનપ્લસ 3ટી સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.

વનપ્લસ 3ટી, એક્સચેન્જ ઓફર પર વધુ 2000 રૂપિયા ડિસ્કાઉન્ટ

વનપ્લસ 3ટી સ્માર્ટફોન જુના વનપ્લસ 3 સ્માર્ટફોનનું અપગ્રેડ વર્ઝન પણ કહી શકાય છે. બંને સ્માર્ટફોન એમેઝોન ઇન્ડિયા પર ખાસ ઓફર કરવામાં આવી રહ્યા છે. પરંતુ રિટેલર હવે ફેન્સ માટે ખુબ જ રસપ્રદ ડીલ લઈને આવ્યા છે.

વનપ્લસ 3ટી સ્માર્ટફોન બે અલગ અલગ 64 જીબી અને 128 જીબી વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેની કિંમત 29,999 રૂપિયા અને 34,999 રૂપિયા રાખવામાં આવી છે. હાલમાં રિટેલર વનપ્લસ 3ટી 64 જીબી મોડલ એક્સચેન્જ ઓફર પર વધુ 2000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.

15,000 રૂપિયાની અંદર ખરીદો બેસ્ટ સ્માર્ટફોન, ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે

જો તમે તમારો જૂનો સ્માર્ટફોન વનપ્લસ 3ટી સ્માર્ટફોન સાથે એક્સચેન્જ કરો છો તેવામાં તમને વધુ 2000 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. વધારાનું ડિસ્કાઉન્ટ તમારી ઓફર વેલ્યુમાં ઉમેરી દેવામાં આવશે.

માર્ચ મહિનામાં વનપ્લસ 3ટી મીડનાઈટ બ્લેક એડિશન ભારત માં રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ આ કલર ખાલી 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં જ ઉપલબ્ધ હતો. આ લિમિટેડ એડિશન કલર ઓપશન વનપ્લસ ઓનલાઇન સ્ટોર પર ઉપલબ્ધ છે.

English summary
Buy the OnePlus 3T from Amazon India at an additional discount of Rs. 2,000.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot