નોકિયા ઘ્વારા 35 મિલિયન ફીચર ફોન શિપમેન્ટ કરવામાં આવ્યા

By: anuj prajapati

આજકાલ આપણે માર્કેટમાં વધારે ફીચર ફોન જોવા મળતા નથી અને ફીચર ફોન સમાચારોમાં પણ એટલું ખાસ ધ્યાન આકર્ષિત કરતા નથી. પરંતુ ફીચર ફોન માટે પણ એક અલગ માર્કેટ અને તેનો એક અલગ વર્ગ છે. એચએમડી ગ્લોબલ ઘ્વારા નોકિયા ડિવાઈઝના રાઈટ ખરીદવામાં આવ્યા છે અને તેમને કેટલીક ડિવાઈઝ પણ લોન્ચ કરી છે.

નોકિયા ઘ્વારા 35 મિલિયન ફીચર ફોન શિપમેન્ટ કરવામાં આવ્યા

વર્ષ 2016 દરમિયાન લગભગ કુલ 396 મિલિયન ફીચર ફોન વેચવામાં આવ્યા છે. જેમાં 52 મિલિયન ફીચર ફોન સેમસંગ ઘ્વારા વેચવામાં આવ્યા છે, 35 મિલિયન ફીચર ફોન નોકિયા ઘ્વારા વેચવામાં આવ્યા છે, 28 મિલિયન ફીચર ફોન ટીસીએલ ઘ્વારા વેચવામાં આવ્યા છે. જયારે બીજા ફીચર ફોન બીજી અલગ અલગ કંપનીઓ ઘ્વારા વેચવામાં આવ્યા છે.

ફીચર ફોન માર્કેટમાં સેમસંગ 13 ટકા વેચાણ સાથે લીડ કરી રહ્યું છે. જયારે નોકિયા 9 ટકા અને ટીસીએલ 7 ટકા માર્કેટ શેર સાથે આવ્યું છે. જયારે બીજા 71 ટકા ફીચર ફોન માર્કેટ બીજી કંપનીઓ ઘ્વારા લીડ કરવામાં આવી રહી છે.

એમડબ્લ્યુસી 2017: નોકિયા 6,5,3 અને 3310 જાહેર, જાણો પુરી વિગત

હાલમાં એચએમડી ગ્લોબલ નોકિયા નો આઇકોનિક નોકિયા 3310 ફોનને ફરી એકવાર લોકો સામે લાવવા માટે કામ કરી રહ્યું છે. જેની તેમને એમડબ્લ્યુસી 2107 ટેક્નોલોજી ઇવેન્ટમાં જાહેરાત પણ કરી દીધી છે. નોકિયા ઘ્વારા લેવામાં આવેલું આ પગલું તેમને લોકો માટે ચર્ચાનો વિષય બની ચુક્યો છે.

જો નોકિયા આ ફોનને બરાબર રીતે લોન્ચ કરે અને આ ફોન ફરી એકવાર લોકોને ખુબ જ પસંદ આવી જાય તો નોકિયા ફીચર ફોનમાં સેમસંગને ટક્કર આપીને પહેલા નંબર પર આવી શકે છે. અમે ખુબ જ નજીકથી એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટ તરફ ધ્યાન આપી રહ્યા છે અને તેની દરેક અપડેટ તમે આપતા રહીશુ.

English summary
Nokia makes a comeback and takes second position in market share of feature phones, brings back 3310 to out do Samsung

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot