Just In
નોકિયા 7, નોકિયા 8 સ્નેપડ્રેગન 660 અને મેટલ બોડી સાથે આવી શકે છે.
એચએમડી ગ્લોબલ ઘ્વારા વર્ષની શરૂઆતમાં નોકિયા 6 સ્માર્ટફોન વિશે જાહેરાત કરી દેવામાં આવી હતી. તેની સાથે સાથે કંપની ઘ્વારા એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટ દરમિયાન નોકિયા 3, નોકિયા 5 અને આઇકોનિક નોકિયા 3310 સ્માર્ટફોન જાહેર કરવામાં આવ્યા. નોકિયા ફેન્સ તેમના લેટેસ્ટ સ્માર્ટફોનની ઘણા સમયથી રાહ જોઈને બેઠા છે.

હવે એવી માહિતી આવી રહી છે કે નોકિયા તેમના કેટલાક લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન માટે કામ કરી રહી છે. તેમાંથી એક સ્માર્ટફોન જૂન મહિનામાં સ્નેપડ્રેગન 835 ચિપસેટ સાથે લોન્ચ થઇ શકે છે. હાલમાં મળતી લેટેસ્ટ માહિતી અનુસાર બે અપર મીડ રેન્જ સ્માર્ટફોન નોકિયા 7 અને નોકિયા 8 પર કામ કરી રહી છે. માહિતી એવી પણ આવી રહી છે કે આ સ્માર્ટફોન અલગ અલગ મોનિકર સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.
નોકિયા 7 અને નોકિયા 8 સ્માર્ટફોન સ્નેપડ્રેગન 660 સાથે આવી શકે છે. આ સ્માર્ટફોન હાઈ એન્ડ સ્માર્ટફોન નહીં હોય. એક સ્માર્ટફોનમાં ફુલ એચડી 1080 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવશે, જયારે બીજા સ્માર્ટફોનમાં કવાડ એચડી 1440 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવશે. મળતી માહિતી મુજબ બંને સ્માર્ટફોનમાં પાતળી મેટાલિક યુનિબૉડી ડિઝાઇન આપવામાં આવશે.
નોકિયા 9 કોન્સેપટ તસવીરો તમને દિવાના બનાવશે.
હાલમાં એક રિપોર્ટ અનુસાર એચએમડી ગ્લોબલ કાર્લ ઝેઇસિસ ઓપ્ટિક્સનો ઉપયોગ તેમના આવનારા સ્માર્ટફોનમાં કરી શકે છે. એટલા માટે નોકિયા 8 સ્માર્ટફોનમાં કાર્લ ઝેઇસિસ ઓપ્ટિક્સ રિયર ઉપયોગ કરવામાં આવશે. બીજા સ્માર્ટફોનમાં અલગ રિયર કેમેરો આપવામાં આવશે. પરંતુ બંને સ્માર્ટફોનમાં મોટા રિયર કેમેરા સેન્સર આપવામાં આવશે. બંને સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સુવિધા અને ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે.
પહેલા પણ એવી માહિતી આવી હતી કે એચએમડી ગ્લોબલ આ વર્ષમાં લગભગ 6 થી 7 એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. હવે તેમાંથી 3 સ્માર્ટફોન વિશે જાહેરાત કરી દેવામાં આવી છે. એટલા માટે નોકિયા 7 અને નોકિયા 8 સ્માર્ટફોન સ્નેપડ્રેગન 660 ચિપસેટ સાથે બેસ્ટ પરફોર્મન્સ આપવામાં માટે તૈયાર છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470