આવી ગયો સ્માર્ટફોનનો બાપ, બધા ટેસ્ટમાંથી પાસ થયો નોકિયા 6

By: anuj prajapati

સામાન્ય રીતે સ્માર્ટફોન લાંબો સમય ટકતા હોતા નથી. જ્યારે સારો અને ટકાઉ ફોનની વાત આવે ત્યારે નોકિયાના ફોનની યાદ આવે. નોકિયા એ એવી એવી બ્રાન્ડ છે જેમે Nokia 3310 અને 1100 જેવા અવિનાશી ફોનથી આપણને પરિચિત કરાવ્યા.

આવી ગયો સ્માર્ટફોનનો બાપ, બધા ટેસ્ટમાંથી પાસ થયો નોકિયા 6

તેમ છતાં કંપનીએ ત્રણ ફોનની જાહેરાત કરી હતી, નોકિયા 6 એકમાત્ર એવો સ્માર્ટ ફોન છે જેને કંપનીએ પસંદિત માર્કેટમાં રિલીઝ કર્યો છે. નોકિયા 6ને એચએમડી ગ્લોબલ દ્વારા બનાવવામાં આવ્યો છે. 6000 શ્રેણી એલ્યુમિનિયમનો ઉપયોગ કરી આ ફોનની રચના કરવામાં આવી છે.

નામી યુટ્યુબર JerryRigEverything દ્વારા આ ફોનના તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે આ ફોન પર વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા અને તમામ ટેસ્ટમાં ફોન સફળ નિવળ્યો છે.

નોકિયા મહિને એન્ડ્રોઇડ અને સિક્યોરિટી અપડેટ રિલીઝ કરશે: ટવિટ

નોકિયા 6 પર સ્ક્રેચ પાડવામાં આવ્યા, તેને મરોડીને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને આખરે આ ફોન પર આગનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. સમીક્ષક એ તારણ પર આવ્યા કે નોકિયા 6 એકમાત્ર એવો મજબૂત ફોન છે જેને એણે ટેસ્ટ કર્યો હોય. આગળ વધતા પહેલાં જણાવી દઇએં કે અહ્યાં આપેલા એક પણ ટેસ્ટ તમારા ફોન કરવાની કોશિશ ન કરવી જોઇએં.

અગાઉના મોડેલ કરતાં નોકિયા 6 વધઉ ટકાઉ છે

અગાઉના મોડેલ કરતાં નોકિયા 6 વધઉ ટકાઉ છે

ઉપર જણાવ્યા મુજબ નોકિયા 6 મજબૂત બાંધાવાળો ફોન છે. વીડિયોમાં દર્શાવ્યા મુજબ સ્ક્રેચ ટેસ્ટ 3, 6 અને 8 કરવામાં આવ્યો હતો જે અન્ય ફ્લેગશિપ ફોનની સમકક્ષ જણાઇ રહ્યો છે. અમુક અન્ય હેન્ડસેટ આઇફોન અને વનપ્લસ 3ની જેમ નોકિયા 6ના ફિન્ગરપ્રિન્ટ સ્કેનર પણ સ્ક્રેચ પ્રુફ છે. ફોનનો ફ્રન્ટ અને રિયર કેમેરા સેન્સર પણ સ્ક્રેચ પ્રતિરોધક છે.

બાળ્યા બાદ પણ સારી રીતે કામ કરી રહી છે

બાળ્યા બાદ પણ સારી રીતે કામ કરી રહી છે

સમીક્ષકે વીડિયોમાં નોકિયા 6 પર બર્ન ટેસ્ટ કર્યો હતો. આ ટેસ્ટ કરતી વખતે ફોનની 5.5 ઇંચ FHD 1080p IPS ડિસપ્લે તાપની જ્યોતને કારણે થોડી કાળી પડી ગઇ હતી જે તુરંત જે-તે પિક્સલ્સ પર્યાપ્ત કરી લીધા હતા. આગને ફોનથી દૂર કરવામાં આવી કે પિક્સલ્સ ફરી દેખાવા લાગ્યા અને ડિસપ્લે સારી રીતે કામ પણ કરી રહી છે.

બેન્ડ ટેસ્ટમાં પણ ફોન સફળ નીવળ્યો

બેન્ડ ટેસ્ટમાં પણ ફોન સફળ નીવળ્યો

iPhone 6નો બેન્ગેટ ટેસ્ટ યાદ છે? જો કે નોકિયા 6 આ ટેસ્ટમાં પણ મજબૂત સાબિત થયો છે. જ્યારે વીડિયોમાં આ ફોનને મરોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ફોન જરા પણ વળ્યો નહીં.

નોકિયા 6- 2017નો મજબૂત ફોન

નોકિયા 6- 2017નો મજબૂત ફોન

વીડિયોમાં સમીક્ષકે નોંધ્યું છે કે નોકિયા 6 આ વર્ષનો સૌથી મજબૂત અને ટકાઉ ફોન છે. અહ્યાં તમારા માટે નોકિયા 6ના ટકાઉપણાના ટેસ્ટનો વીડિયો મુકવામાં આવ્યો છે.English summary
Nokia 6 durability test video shows that the smartphone is one of the solid phones released this year.
Please Wait while comments are loading...

Social Counting