નોકિયા મહિને એન્ડ્રોઇડ અને સિક્યોરિટી અપડેટ રિલીઝ કરશે: ટવિટ

By Anuj Prajapati

  નોકિયા ઘ્વારા જોરદાર કમબેક કરવામાં આવ્યું છે, જે આપણે અમેડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં જોવા મળ્યું. આ ઇવેન્ટ દરમિયાન નોકિયા ઘ્વારા નોકિયા 3, નોકિયા 5 અને આઇકોનિક નોકિયા 3310 સ્માર્ટફોન વિશે જાહેરાત કરવામાં આવી. તેની સાથે સાથે નોકિયા 6 સ્માર્ટફોન ફીચર વિશે પણ જણાવવામાં આવ્યું હતું.

  નોકિયા મહિને એન્ડ્રોઇડ અને સિક્યોરિટી અપડેટ રિલીઝ કરશે: ટવિટ

  એચએમડી ગ્લોબલ ઘ્વારા નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની સાથે તેના અપડેટ વિશે પણ જણાવવામાં આવી રહ્યું છે. ટવિટ ઘ્વારા તેના વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે અમારી પ્રોડક્ટ એન્ડ્રોઇડ અપડેટ અને મહિને સિક્યોરિટી અપડેટ મેળવશે.

  લેટેસ્ટ નોકિયા સ્માર્ટફોનમાં જેમાં નોકિયા 3 અને નોકિયા 5 સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. તેઓ એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે, અને ખુબ જ જલ્દી 7.1.1 અપડેટ પણ ભારતીય માર્કેટમાં આવી જશે.

  નોકિયા 7, નોકિયા 8 સ્નેપડ્રેગન 660 અને મેટલ બોડી સાથે આવી શકે છે.

  રિપોર્ટ અનુસાર જોવા જઈએ તો તે એક અથવા તો બે મહિનામાં રિલીઝ કરવામાં આવશે. જયારે નોકિયા 6 સ્માર્ટફોન પણ તે જ સમયમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. જો કિંમતની વાત કરવામાં આવે તો બજેટ સ્માર્ટફોન છે જેને તમને સરળતાથી ખરીદી શકો છો.

  નોકિયા 3 સ્માર્ટફોનની કિંમત 10,000 રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે, નોકિયા 5 સ્માર્ટફોનની કિંમત 13,500 રૂપિયા અને નોકિયા 6 સ્માર્ટફોનની કિંમત 16,000 રૂપિયા રાખવામાં આવી છે. કંપની ઘ્વારા જયારે પણ આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે ત્યારે તેના પર મેક ઈન ઇન્ડિયા ટેગ લાગશે.

  કંપની તેમના આઇકોનિક 3310 ફીચર ફોન સાથે કમબેક કરી રહ્યું છે. આ ફીચર ફોન નવી અને રસપ્રદ ડિઝાઇન સાથે આવી રહ્યો છે. આ ફીચર ફોનની કિંમત 3500 રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે.

  English summary
  Nokia is making its comeback and letting its presence be felt, while many manufacturers delay rolling out an update for their devices, making users impatient and restless, Nokia has announced it will release monthly Android and security updates for its devices

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more