નોકિયા 6 હવે ઇન્ડિયા માં પ્રીમિયમ પ્રાઈઝ ટેગ સાથે ઉપલબ્ધ

Posted By: Keval Vachharajani

નોકિયા 6 ચાઈના માં લોન્ચ કરવા માં આવ્યો હતો અને એક્સકલુઝીવલી JD.com પર જ હતો. અને આ મીડ રેંજ સ્માર્ટફોન તે દેશ ની અંદર ગરમા ગરમ કેક ની જેમ વેચાઈ રહ્યો છે, ઓફીસીઅલી નોકિયા 6 બીજી કોઈ બજાર માં ઉપલબ્ધ કરવા માં નથી આવ્યો પરંતુ, બીજા અમુક દેશો ની અંદર તેનું અનઓફિસિઅલ લિસ્ટિંગ છે.

નોકિયા 6 હવે ઇન્ડિયા માં પ્રીમિયમ પ્રાઈઝ ટેગ સાથે ઉપલબ્ધ

તાજેતરમાં, ફિલિપિન્સ ની અંદર નોકિયા ના ફોન્સ નું અનઓફિસિઅલ લિસ્ટિંગ કરવા માં આવેલ હતું. અને હવે આ ડિવાઈઝ બીજા અમુક દેશો ની અંદર વેચાણ માટે આવતો હોઈ તેવું લાગી રહ્યું છે. અમને આવું એટલા માટે લાગી રહ્યું છે કેમ કે, આ સ્માર્ટફોન ને ઈબે ઇન્ડિયા પર ખુબ જ પ્રીમિયમ પ્રાઈઝ ટેગ સાથે જોવા માં આવ્યો હતો.

નોંધનીય છે કે, આ સ્માર્ટફોન ની કિંમત ઇન્ડિયા માં 32,440 રાખવા માં આવી છે જ્યારે તેની સાચી કિંમત 16,000 ની આસ પાસ ની છે. તેના પર થી આપણ ને ખબર પડે છે કે ઈબે ની નોકિયા 6 ની કિંમત તેની મૂળભૂત કિંમત કરતા બમણી રાખવા માં આવી છે.

અને આ આખા મામલા ને નજીક થી જોતા એવું જોવા મળ્યું હતું કે આ પ્રોડક્ટ ને ઈમ્પોર્ટ કરવા માં આવે છે જેના કારણે આ સ્માર્ટફોન ને તમારા સુધી પહોંચવા માં 20 થી 25 દિવસ નો સમય શિપિંગ ની અંદર લાગે છે.

નોકિયા પી1 એન્ડ્રોઇડ સ્માર્ટફોન, કિંમત, ફીચર, લોન્ચ ડેટ અને બીજું ઘણું

અને જયારે ચાઈના ની અંદર નોકિયા ના આ સ્માર્ટફોન ના 2 ફ્લેશ સેલ યોજાયા હતા ત્યારે તે બંને ફ્લેશ સેલ ની અંદર આ સ્માર્ટફોન તરત જ વેચાઈ ગયા હતા. અને HMD અત્યારે એક ગ્લોબલ વેરિયંટ મોડેલ નંબર TA-1003 ને તૈયાર કરી રહી હોઈ તેવું લાગી રહ્યું છે, અને તેના વિષે ની જાહેરાત તેઓ MWC 2017 ની અંદર કરી શકે છે.

અને હવે જો નોકિયા 6 ના ફીચર્સ ની વાત કરીયે તો તેની અંદર એન્ડ્રોઇડ 7.0 નોગૅટ આપવા માં આવે છે અને તેની સાથે 5.5 ઇંચ ની FHD 1080p ડિસ્પ્લે 2.5D ગોરીલા ગ્લાસ ની સાથે આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 430 ના પ્રોસેસર ને 4GB ની રેમ અને 64GB ની મેમરી સાથે આપવા માં આવ્યું છે અને મેમરી ને પાછળ થી 128GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

અને જો કેમેરા ની વાત કરીયે તો નોકિયા 6 ની અંદર 16MP નો મેઈન કેમરા અને 8MP નો ફ્રન્ટ ફેસિંગ કેમેરા આપવા માં આવ્યો છે, 4G, USB OTG, અને 3000mAh ની બેટરી પણ આપવા માં આવે છે.

English summary
Nokia 6 has been spotted on ebay India on an unofficial listing with a premium price tag of Rs. 32,440. Read more...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot