નોકિયા પી1 એન્ડ્રોઇડ સ્માર્ટફોન, કિંમત, ફીચર, લોન્ચ ડેટ અને બીજું ઘણું

By: anuj prajapati

છેલ્લા ઘણા સમયથી નોકિયા એન્ડ્રોઇડ સ્માર્ટફોન વિશે ખુબ જ ચર્ચા શરૂ થઇ ચુકી છે. નોકિયા ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલા સ્માર્ટફોન અને તેના ફીચર વિશે પણ ઘણી માહિતી આવી ચુકી છે. એચએમડી ગ્લોબલ ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલા નોકિયા સ્માર્ટફોન માટે લોકોમાં આતુરતા વધી રહી છે.

નોકિયા પી1 એન્ડ્રોઇડ સ્માર્ટફોન, કિંમત, ફીચર, લોન્ચ ડેટ અને બીજું ઘણું

જો તમે નોકિયા ફેન હોવ તો તમને નોકિયા ઘ્વારા આ વર્ષમાં લોન્ચ કરવામાં આવી રહેલા સ્માર્ટફોન વિશે અપડેટ જોઈ જ રહ્યા હશો. એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં હવે ખાલી થોડા જ દિવસો બાકી છે, તેવામાં નોકિયા પી1 સ્માર્ટફોન વિશે રોજ કોઈને કોઈ નવી નવી અપડેટ બહાર આવી રહી છે.

ઝેન મોબાઇલે સિનેમેક્સ 4જી સ્માર્ટફોન 6390 રૂપિયામાં લોન્ચ કર્યો

થોડા દિવસ પેહેલા નોકિયા પી1 સ્માર્ટફોન વિશે કોન્સપ્ત ટીઝર વીડિયો બતાવવામાં આવ્યો હતો. પરંતુ હવે નોકિયા પી1 સ્માર્ટફોન ફીચર, કિંમત અને લોન્ચ ડેટ વિશે માહિતી આવી છે. તો જાણો નોકિયા પી1 સ્માર્ટફોન વિશે બહાર આવેલી બધી જ માહિતી વિશે...

નોકિયા પી1 પ્રિમિયન ડિઝાઇન

નોકિયા પી1 પ્રિમિયન ડિઝાઇન

નોકિયા પી1 સ્માર્ટફોનનો કોન્સેપટ વીડિયો સ્માર્ટફોનની પ્રિમિયન ડિઝાઇન બતાવે છે. આ સ્માર્ટફોનનો પ્રિમિયન અને મેટલ લૂક તેને ખુબ જ આકર્ષક બનાવે છે. આ ડિઝાઇનમાં હોમ બટનનો સમાવેશ થાય છે. નોકિયા પી1 સ્માર્ટફોન રોઝ ગોલ્ડ, બ્લેક અને સિલ્વર કલર ઓપશનમાં લોન્ચ થઇ શકે છે.

નોકિયા પી1 હાઈ એન્ડ ફીચર

નોકિયા પી1 હાઈ એન્ડ ફીચર

હાલમાં મળી રહેલી માહિતી મુજબ નોકિયા પી1 સ્માર્ટફોન 5.3 ઇંચ ડિસ્પ્લે એફએચડી 1080*1440 પિક્સલ રિઝોલ્યૂશન સાથે લોન્ચ કરવામાં આવશે. આ સ્ક્રીન ગોરીલા ગ્લાસ ઘ્વારા પ્રોટેક્ટેડ કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 835 પ્રોસેસર, 6જીબી રેમ અને 128/256 જીબી ઇન્ટરનલ મેમરી સાથે આવી શકે છે.

નોકિયા પી1

નોકિયા પી1

નોકિયા પી1 સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો તેમાં 22.3 મેગાપિક્સલ રિયર કેમેરા આવી શકે છે. આ સ્માર્ટફોનમાં 3500mAh બેટરી બેકઅપ સાથે આવી શકે છે.

બીજા ફીચર પણ

બીજા ફીચર પણ

નોકિયા પી1 સ્માર્ટફોનમાં આગળ જણાવ્યું તેમ કાર્લ ઝેઇસિસ લેન્સ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે બીજા ફીચર જેવા કે યુએસબી ટાઈપ સી-પોર્ટ, અને નીચે તરફ 3.5 એમએમ ઓડિયો જેક પણ આવી શકે છે.

નોકિયા પી1 સ્માર્ટફોન કિંમત

નોકિયા પી1 સ્માર્ટફોન કિંમત

આગળ જણાવ્યું તેમ નોકિયા પી1 સ્માર્ટફોન બે અલગ અલગ 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટ સાથે લોન્ચ થઇ શકે છે. આ વેરિયંટ સ્માર્ટફોનની કિંમત $800 (લગભગ 54,500 રૂપિયા) અને $950 (લગભગ 64,500 રૂપિયા) રાખવામાં આવી છે. નોકિયા પી1 સ્માર્ટફોન એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન લોન્ચ થઇ શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Nokia P1 flagship Android smartphone roundup is here. Take a look at the price, specs and launch date.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot