નોકિયા 5, નોકિયા 3 અને હાઈન્ડ નોકિયા 3310 MWC 2017 માં લોન્ચ થશે તેના લીક પ્રાઈઝ અને ફીચર્સ

By: Keval Vachharajani

નોકિયા આ વર્ષ ની અંદર યોજવા જઈ રહેલા મોબાઈલ વર્ડ કોંગ્રેસ ની અંદર ઘણા બધા સ્માર્ટફોન ને લોન્ચ કરવા જઈ રહ્યું છે. અને કંપની ઘણા બધા એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ ને લોન્ચ કરવા માટે ની તૈયારીઓ કરી રહી છે અને કંપની જૂની N સિરીઝ ને પણ પછી લઇ આવા માંગે છે અને બીજું ઘણું બધું.

નોકિયા 5 અને 3 ના ફીચર્સ લીક થઇ MWC 2017 માં લોન્ચ થઇ શકે છે.

તમને ફરી યાદ કરાવી આપીએ કે થોડા સમય પહેલા લોન્ચ થયેલા નોકિયા 6 ની અંદર એન્ડ્રોઇડ 7.0 નોગટ આપવા માં આવે છે. અને હવે બજાર ની અંદર પોતાની ખુબ જ મજબૂત જગ્યા ને પછી મેળવવા માટે નોકિયા જોઈન્ટ વેન્ચર દ્વારા HMD સાથે જોડાઈ અને આવનારા સમય ની અંદર હજી વધારે આ પ્રકાર ના જ મોબાઈલ ને ઓછી કિંમત પર લોન્ચ કરવા ની તૈયારીઓ કરી રહી છે જેના કારણે તે બજાર માં પોતાની જગ્યા ને પછી મેળવી શકે.

અને આ સ્ટેટમેન્ટ ને સાર્થક બનાવે તેવી ખબર એક નવા રિપોર્ટ પર થી આવી છે કે, આ ફિનલેન્ડ બેઝડ કંપની ઘણા બધા ઓછી કિંમત વાળા સંર્ટફોન્સ ને લોન્ચ કરવા માટે એકદમ તૈયાર છે. અને જો અફવાઓ ને સાચી માનીએ તો HMD ખુબ જ ટૂંક સમય ની અંદર બે ઓછી કિંમત વાળા સ્માર્ટફોન્સ નોકિયા 5 અને નોકિયા 3 ને લોન્ચ કરી શકે છે કે જે એન્ડ્રોઇડ 7.0 નોગટ પર ચાલતા હોઈ.

નોકિયા 5 અને 3 ના ફીચર્સ લીક થઇ MWC 2017 માં લોન્ચ થઇ શકે છે.

અને જ્યાં સુધી ફીચર્સ ની વાત કરીયે તો નોકિયા 5 ની અંદર 5.2 ઇંચ ની ફૂલ HD ડિસ્પ્લે આપવા માં આવશે અને તે એક સબ રેન્જડ ફોન હશે. અને આ ફોન કદાચ અગાવ લોન્ચ થયેલા નોકિયા 6 નું એક સસ્તું વરઝ્ન હોઈ શકે છે.

નોકિયા: આ સ્માર્ટફોન્સ MWC 2017 માં બોક્સ ની બહાર આવા માટે આતુર છે

હજી આગળ વાત કરીયે તો નોકિયા 5 ની અંદર ક્વાલકોમ સ્નેપડ્રેગન 430, કલોક્ડ 1.4GHz ની સાથે આપવા માં આવી શકે છે, અને તેની અંદર લેટેસ્ટ એન્ડ્રોઇડ 7.0 નોગટ ઓપરેટિંગ સિસ્ટમ આપવા માં આવી શકે છે. અને હવે જો આગળ સ્ટોરેજ કેપેસીટી ની વાત કરીયે તો તેની અંદર 2GB ની રેમ અને 16GB ની મેમેરી આપવા માં આવી શેક છે.

અને હવે જો કેમેરા ની વાત કરીયે તો, નોકિયા 5 ની અંદર 12MP નો રિઅર કેમેરા અને 7MP નો ફ્રન્ટ કેમેરા આપવા માં આવી શકે છે. અને જો અફવાઓ ની વાતો ને સાચી માનીએ તો આ ફોન ની અંદર તમે બંને કેમેરા દ્વારા ફૂલ HD વિડિઓ રેકોર્ડિંગ કરી શકો છો.

હવે જો નોકિયા 3 ની વાત કરીયે તો, તેના વિષે ની કોઈ જ પ્રકાર ની જાણકારી અત્યારે ઉપલબ્ધ નથી, અત્યાર પૂરતું રિપોર્ટ્સ અનુસાર એવું કહેવા માં આવ્યું છે કે તે એક એન્ટ્રી લેવલ નો એન્ડ્રોઇડ સ્માર્ટફોન હશે.

નોકિયા 6 Vs રેડમી નોટ 4, લેનોવો K6 પાવર, મોટો એમ અને હોનોર 6X

અને જે રીતે અમે તમને અગાવ જણાવ્યું તે મુજબ નોકિયા 5 અને નોકિયા 3 એ બંને અગાવ લોન્ચ થયેલા નોકિયા 6 ના સસ્તા વરઝ્ન હોઈ શકે છે. તેથી અફવાઓ અનુસાર નોકિયા 5 ની કિંમત €199 હોઈ શકે છે એટલે લગભગ Rs. 14,134. નોકિયા 3 ની કિંમત €149 હોઈ શકે છે એટલે લગભગ Rs. 10,582.

અને માત્ર આટલું જ નહિ પરંતુ નોકિયા પોતાના ક્લાસિક નોસ્ટેલ્જિક ડિવાઇસીસ ને પણ પાછું લઇ આવી શકે છે. અને તેના પર થી જ અત્યારે એવી અફવાઓ ફરી રહી છે કે નોકિયા પોતાના જુના 3310 મોડેલ નું એક પ્રીમિયમ વરઝ્ન બહાર પાડી શકે છે. અને એવી પણ અફાવો ફરી રહી છે કે નોકિયા પોતાની જૂની N સિરીઝ ને પણ પછી લઇ આવી શકે છે.

અને નોકિયા ના 3310 ના હાઇએન્ડ મોડેલ ની કિંમત €59 માણવા માં આવી રહ્યું છે, અને જો તેને ભારતીય કરન્સી માં જોઈએ તો લગભગ Rs. 4,190 કિંમત હોઈ શકે છે.

જો કે, નોકિયા એ આ કોઈ પણ ડિવાઈસીસ ના લોન્ચ વિષે અત્યાર સુધી કોઈ વાત નથી કરી. પરંતુ એવું માનવા માં આવી રહ્યું છે કે કંપની આ બધા જ સ્માર્ટફોન્સ વિષે 26મી ફેબ્રુઆરી એ MWC ની પ્રેસ મિટિંગ ની અંદર આ બધા સ્માર્ટફોન્સ વિષે વાત કરી શકે છે.

English summary
Nokia 5, Nokia 3 and a premium variant of Nokia 3310 coming on MWC 2017: prices, specs leaked

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot