નોકિયા 3, નોકિયા 5 , નોકિયા 6 અને નોકિયા 3310 જૂન મહિનામાં ભારતમાં રિલીઝ

By: anuj prajapati

નોકિયા સ્માર્ટફોન ભારતમાં ક્યારે રિલીઝ થશે તેની ચર્ચા હાલમાં ખુબ જ ચાલી છે. બધા જ નોકિયા ફેન્સ તેમના સ્માર્ટફોન લોન્ચની રાહ જોઈને બેસી રહ્યા છે. પરંતુ તેના વિશે હજુ સુધી કોઈ પણ નક્કર માહિતી મળી નથી.

નોકિયા 3, નોકિયા 5 અને નોકિયા 3310 જૂન મહિનામાં ભારતમાં રિલીઝ

અગાઉનાં અહેવાલો મુજબ નોકિયા ફોન મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં આવશે તેવી માહિતી આવી હતી, પરંતુ તાજેતરમાં જ ઇન્ડિયા ટુડેએ વધુ સ્પષ્ટતા બતાવી છે કે આ ફોન માત્ર જૂન મહિનાના ભારત માં આવી જશે.

ભૂતકાળની અફવાઓ પૈકીની એક નોકિયા 3310 નો એપ્રિલ રિલીઝ અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ - નોકિયા 3, નોકિયા 5, અને નોકિયા 6 મેં મહિનામાં રિલીઝ કરી શકે છે. ત્યારબાદ તમામ નવી નોકિયા ડિવાઇસ માટે મે મહિનામાં રિલીઝ કરવામાં આવશે તેવી માહિતી આવી. તે અસ્પષ્ટ છે કે તમામ ચાર નોકિયા ડિવાઈઝ ભારતમાં એક જ સમયે લોન્ચ કરવામાં આવશે અથવા જો તે જુદી જુદી તારીખો પર રિલીઝ કરવામાં આવશે.

એમેઝોન ફાયર TV સ્ટિક ને સેટઅપ કરવા માટેના 5 સરળ સ્ટેપ્સ

નોંધનીય છે કે, નોકિયા 3310 (2017) પહેલેથી જ ભારતના ઓનલાઇન રિટેલર પર પ્રી બુકિંગ માટે રૂ. 3,899 લિસ્ટિંગ જણાવે છે. આ ફીચર ફોનની કિંમત તેમાં 3899 રૂપિયા જણાવવામાં આવી રહી છે, પરંતુ આ અંગે પણ કોઈ સત્તાવાર સમર્થન નથી. સૂચિમાં પણ નોંધ્યું છે કે હેન્ડસેટ 5 મેથી પૂર્વે બુકિંગ પર જશે અને મે 19 થી શીપીંગ શરૂ કરશે.

ભારત સિવાય, આ નોકિયા ડિવાઇસ આ ક્વાર્ટરમાં કોઈક સમયે ગ્લોબલ બજારોમાં લોન્ચ થવાનું માનવામાં આવે છે. યુકેની લિસ્ટિંગ પણ એ જ નિર્દેશ કરે છે.

English summary
Nokia 3310, Nokia 3, Nokia 5, and Nokia 6 are likely to hit the Indian shores sometime in June.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot