એમેઝોન ફાયર TV સ્ટિક ને સેટઅપ કરવા માટેના 5 સરળ સ્ટેપ્સ

By: Keval Vachharajani

તમારા હોલ માં રહેલું મોટું ટીવી બદલી રહ્યું છે અને તે સારી દિશા તરફ જય રહ્યું છે, કેબલ નો જમાનો હતો તેના પછી અત્યારે DTH અને ડીશ ટીવી નો જમાનો ચાલી રહ્યો છે અને તે પણ પોતાના અંત તરફ જય રહ્યો છે તેવું લાગે છે. ઓછા માં ઓછું મિલેનિયલ્સ માટે, અને તેનો શ્રેય વિડિઓ સ્ટ્રીમિંગ સર્વિસીસ જેમ કે નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર, વગેરે ને જાય છે. અને સ્માર્ટ ટીવી અને એકદમ લેટેસ્ટ સ્ટ્રીમિંગ સ્ટીક્સ,

એમેઝોન ફાયર TV સ્ટિક ને સેટઅપ કરવા માટેના 5 સરળ સ્ટેપ્સ

અને આ પોર્ટેબલ રેસ ની અંદર ઇન્ડિયા માં સૌથી લેટેસ્ટ કોઈ નવું પ્લયેર આવ્યું હોઈ તો તે છે એમેઝોન ફાયર ટીવી સ્ટિક, 3,999 ની કિંમત સાથે લોન્ચ કરવા માં આવ્યું છે, આ સ્ટિક ની અંદર તમને હજારો મુવીઝ, ટીવી શોઝ, એપ્સ અને ગેમ્સ આપવા માં આવે છે. આની અંદર એક ફાસ્ટ ક્વાડ કોર પ્રોસેસર આપવા માં આવ્યું છે, અને એક ફાસ્ટ વાઇફાઇ જેના દ્વારા એક સારી પિક્ચર ક્વોલિટી મળી શકે.

અને તે ઉપરાંતુ એમેઝોન ફાયર સ્ટિક એ સૌથી પહેલી એવી સ્ટિક છે કે જેની સાથે એક વોઇસ રિમોટ આપવા માં આવે છે. જેના દ્વારા યુઝર્સ સરળતા થી પોતાના વોઇસ ની મદદ થી એમેઝોન પર કોઈ પણ વસ્તુ ને સર્ચ કરી શકે છે. અને આમ સૌથી સારી વાત તો એ છે કે એમેઝોન ફાયર ઇન્ડિયન ગ્રાહકો માટે હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષા ને સપોર્ટ કરે છે જેના દ્વારા ઘણા બધા ભારતીય ગ્રાહકો ને તેનો ઉપીયોગ કરવો ખુબ જ સરળ રહેશે.

યુટ્યુબ કિડ્સ એપ સ્માર્ટ ટીવીમાં ઉપલબ્ધ, આટલું ચોક્કસ જાણો

જો કે અમને અત્યાર સુધી કોઈ યુનિટ ને ટેસ્ટ કરવા નથી માંડ્યું જેથી અમે તેનો વોઇસ કમાન્ડ કઈ રીતે અને કેવો કામ કરે છે તેના વિષે કઈ કહી ના શકીયે, તેમ છત્તા જો તમારી પાસે તે હોઈ અને જો તમને તેને સેટઅપ કરવા માં મુશ્કેલી આવી રહી હોઈ તો નીચે આપેલા 5 સિમ્પલ સ્ટેપ્સ ને ફોલો કરો.

#કનેક્ટ પાવર સોર્સ

એમેઝોન ફાયર સ્ટિક તમારા hdmi પોર્ટ ની અંદર સરળતા થી ફિટ થઇ શકે છે અને ત્યાર બાદ તમે તેના મલ્ટીમીડિયા ની માજા માની શકો છો, જોકે કન્ટેન્ટ ને એક્સેસ કરવા માટે તેને એક પાવર સપ્લાય જોશે, તો તેના માટે સૌથી પહેલા તમારે USB પાવર કોર્ડ કે જે તેની સાથે બોક્સ માં આવ્યો છે તેને તમારી ફાયર સ્ટિક ની અંદર આપેલા માઈક્રો USB પોર્ટ ની અંદર નાખવા નો રહેશે, અને બીજા ખૂણા ને પાવર એડોપટર ની અંદર નાખવા નો રહશે, અને ત્યાર બાદ પાવર એડોપટર ને પાવર આઉટલેટ ની અંદર પ્લગ કરો.

#ફાયર ટીવી સ્ટિક ને તમારા ટીવી સાથે કનેક્ટ કરો

તો એક વખત જયારે તમે પાવર સોર્સ ને પ્રોવાઈડ કરી દીઠો ત્યાર બાદ, તમારા ટીવી ની અંદર hdmi પોર્ટ ને શોધો જેથી આપડે તેમાં ફાયર સ્ટિક ને લગાવી શકીયે, અને આ પેકેજ ની અંદર એક્ષટેન્ડેબલ hdmi કેબલ પણ આવે છે જો તમારું ટીવી દીવાલ પર લગાવેલું હોઈ અને તેના hdmi પોર્ટ સુધી પહોંચવું જો મુશ્કેલ હોઈ તો તેવા સંજોગો ની અંદર તમે આનો ઉપીયોગ કરી શકો છો, અને એમેઝોન ના કહેવા મુજબ આ એક્સટેનશન નો ઉપીયોગ કરવા થી તમારા ડિવાઈઝ ના વાઇફાઇ કનેક્શન માં પણ સુધારો થશે. અમે તેનું મૂલ્યાંકન અમારી પાસે ફાયર સ્ટિક આવી જશે તેના પછી કરીશું.

#hdmi ઇનપુટ ચેનલ ને તમારા ટીવી પર પસન્દ કરો

તમારા ટીવી ને ઓન કરો અને રિસ્પેકટીવ hdmi ઇનપુટ ચેનલ ને પસન્દ કરો. ત્યાર બાદ તમને એક લોડિંગ સ્ક્રીન ફાયર સ્ટિક ના લોગો ની સાથે જોવા મળશે.

#ફાયર ટીવી સ્ટિક ની સાથે રિમોટ ને પર કરો

હવે તમારે પેકેજ ની અંદર જે રિમોટ આપવા માં આવ્યું છે તેને ફાયર સ્ટિક ની સાથે પર કરવું પડશે, રિમોટ ની અંદર આપેલા હોમ બટન ને 10 સેકન્ડ માટે પ્રેસ કરી રાખો જેથી તે પર અપ કરી શકે, અને આ વાત ને અહ્યા કહેવી જ પડે કે આ રિમોટ વોઇસ કંટ્રોલ ની સુવિધા સાથે આવે છે, જેના દ્વારા યુઝર્સ સરળતા થી એમેઝોન ના વિડિઓ કન્ટેન્ટ ને શોધી શકે છે.

#ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરો

એક વખત જયારે તમે રિમોટ ને ફાયર સ્ટિક ની સાથે કનેક્ટ કરી લીધું ત્યાર બાદ તમારે માત્ર ટીવી પર આવતા ઇન્સ્ટ્રક્શન ને જ ફોલો કરવા ના રહેશે, જેના દ્વારા તમે તમારી ફાયર સ્ટિક ને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકો.

વાઇફાઇ કનેક્શન દ્વારા, અને આને ચાલુ કરવા માટે તમારે તમારા એમેઝોન ફાયર સ્ટિક ને ચાલુ કરવા માટે તેની સાથે તમારા એમેઝોન ના ખાતા ને જોડવું પડશે, અને જો તમે આ સ્ટિક ને Amazon.in પર થી લીધી છે તો તમારે આવું કઈ કરવા ની જરૂર નથી કેમ કે તેની અંદર તમારું ખાતું પહેલે થી જ રજીસ્ટર થઇ ને જ આવે છે.

અને બસ હવે તમે એમેઝોન ફાયર સ્ટિક ની મદદ થી હવે તમે તમારા મોટા ટીવી સ્ક્રીન પર મીડિયા કન્ટેન્ટ ને સરળતા થી જોઈ શકશો, આ સ્ટિક તમને Amazon.in પર થી અને બીજા અમુક પંસદ કરેલા સ્ટોર્સ પર થી મારે 3,999 (ટેક્સ સહીત) માં મળી જશે.

અને માત્ર તેટલું જ નહિ પરંતુ ઈન્ટ્રોડક્શનરી ઓફર ની અંદર જે કોઈ પણ ફાયર સ્ટિક ને 31મી મેં 2017 પહેલા ખરીદી અને તેની અનુઅલ પ્રાઈમ મેમ્બરશિપ લેશે તેને Rs. 499 નું તેમના એમેઝોન પે બેલેન્સ ની અંદર પાછા આપવા માં આવશે. અને જે કોઈ પણ અત્યારે અમેઝોન પ્રાઈમ મેમ્બર્સ છે તેમને પણ આ ઓફર નો લાભ મર્યાદિત સમય માટે મળશે.

English summary
Amazon Fire TV Stick comes with Voice Remote and is priced at Rs. 3,999 in IndiaAmazon Fire TV has a quad-core processor and a built-in Wi-FiYou can access Bollywood, Hollywood, Amazon Originals, sports, news, and kids content with access to Amazon Prime Video, Hotstar, Eros Now, Voot, Airtel Movies and more on Amazon Fire TV Stick

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot