નોકિયા 150 ફીચર ફોન હવે UK માં ઉપલબ્ધ છે; ખુબ જ જલ્દી ઇન્ડિયા માં પણ આવી જશે.

By: Keval Vachharajani

HMD ગ્લોબલ કે જે ફિનલેન્ડ બેઝડ સ્માર્ટફોન ઉત્પાદક કંપની છે તેમને ગયા ડિસેમ્બર ની અંદર નોકિયા ના 2 નવા ફીચર ફોન વિષે જાહેરાત કરી હતી. જેમાં થી 1 નું નામ નોકિયા 150 છે જયારે બીજા નું નામ નોકિયા 150 ડ્યુઅલ સિમ છે. 

નોકિયા 150 ફીચર ફોન હવે UK માં ઉપલબ્ધ છે

આ ડિવાઈઝ ને સૌથી પહેલા માત્ર ચાઈના ની અંદર જ લોન્ચ કરવા માં આવ્યું હતું અને ત્યાર બાદ નેધરલેન્ડ ની અંદર લોન્ચ કરવા માં આવ્યા હતા. અને હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, નોકિયા 150 એ UK ના બજાર ની અંદર પણ વેચાણ માટે હવે ઉપલબ્ધ કરી દેવા માં આવ્યું છે, અને તે ખરીદવા માટે કૅરફોન વેરહોઉસ ની અંદર હવે ઉપલબ્ધ કરી દેવા માં આવ્યું છે.

અને અમે જે રીતે આગળ પણ જણાવ્યું હતું તેમજ આ બંને ફોન ની કિંમત લગભગ $26 ની આસપાસ જ છે એટલે અંદાજે Rs. 1700. તેમ છત્તા નોકિયા 150 ને UK ની અંદર $39 ની કિંમત સાથે વહેંચવા માં આવે છે એટલે લગભગ Rs. 2,611 જેવી કિંમત થાય છે અને આ ફોન UK માં સિમ કાર્ડ ની સાથે આ કિંમત પર વેચવા માં આવે છે.

આવનારા એપલ ના આઈફોન ની ડિઝાઇન એક્દમ અલગ હશે, OLED ડિસ્પ્લે હશે, વાયરલેસ ચાર્જિંગ હશે, અને બીજું ઘણું બધું.

અને આ ફીચર ફોન 2 કલર ની અંદર ઉપલબ્ધ કરવા માં આવેલ છે બ્લેક અને વહાઈટ, અને હવે જો આપડે તેના ફીચર્સ ની વાત કરીયે તો આ ફોન ની અંદર 2.4 ઇંચ ની QVGA સ્ક્રીન આપવા માં આવી છે અને તેની સાથે સાથે આ ફોન ની અંદર બિલ્ટ ઈન FM રેડીઓ અને mp3 પ્લેયર પણ આપવા માં આવેલ છે. જોકે, આ ફોન જેટલા સોશ્યિલ મીડિયા ના શોખીન માણસો છે તેમના માટે તો જરાય નથી.

અને આ ફીચર ફોન ની અંદર બેટરી ખુબ જ સારી આપવા માં આવી છે જો કે બેટરી માત્ર 1,020 mAh ની જ છે તેમ છત્તા બેટરી લાઈફ ઘણી સારી આપે છે. અને આ બેટરી રિપ્લેસેબલ છે. અને વિશ્લેષકો મુજબ, આ ફોન ની અંદર ટોક ટાઈમ 22 કલ્લાક સુધી નો આપવા માં આવે છે અને સ્ટેન્ડ બાય ટાઈમ 31 દિવસ સુધી નો આપવા માં આવે છે.

અને હવે જો આ ફોન ની અંદર સ્ટોરેજ ની વાત કરીયે તો, ફોન માં માઈક્રો SD કાર્ડ દ્વારા 32GB સુધી નો સ્ટોરેજ સપોર્ટેડ છે. અને નોકિયા 150 વિષે ની વધુ માહિતી મેળવવા માટે અહ્યા થી વાંચો.

આસુસ ઝેનફોન 3એસ મેક્સ, 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન.

જો કે, આ સસ્તો ફોન ઇન્ડિયા માં ક્યારે લોન્ચ કરવા માં આવશે તે હજી એક રહસ્ય જ છે. તેમ છત્તા એવું માનવા માં આવી રહ્યું છે કે આ ફોન ઇન્ડિયન બજાર ની અંદર ખુબ જ ઝડપ થી આવી જશે.

અને હવે જો નોકિયા ના ભવિષ્ય ના પ્લાન વિષે ની વાત કરીયે તો , થોડા સમય પહેલા જ પોતાના નવા એન્ડ્રોઇડ ફોને નોકિયા 6 ને લોન્ચ કર્યા બાદ તેમને જે લોકપ્રિયતા મળી છે તેને વધુ આગળ વધારવા માટે અને આવનારા સમય ની અંદર એક બેન્ચ માર્ક સાબિત કરવા માટે, આ કંપની એક્દુમ તૈયાર છે.

તાજેતર માં જ નોકિયા એ MWC 2017 માટે એક પ્રેસ ઇન્વાઇટ મોકલ્યું હતું, કે જે ફેબ્રુઆરી 26 ના યોજવા નું છે, અને અત્યારે એવું લાગી રહ્યું છે કે આ સ્માર્ટફોન કંપની ત્યારે પોતાના ઘણા બધા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ને લોન્ચ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

અને માત્ર તેટલું જ નહિ પરંતુ નોકિયા પોતાની N સિરીઝ ને પણ પાછી લઇ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. અને અનુમાનો તો એવા પણ લાગી રહ્યા છે કે કંપની 5 નવા સબ રેન્જ N સિરીઝ ના સ્માર્ટફોન ને લોન્ચ કરી શકે છે. નોકિયા ના મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ વિષે ના આગળ ના પ્લાન સાથે માહિતગાર રહેવા માટે જોડાયેલા રહો ગીઝબોટ સાથે.

English summary
Nokia 150 feature phone now up for sale in the UK.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot