ગૂગલ એલો એપમાં આવ્યા કેટલાક નવા રસપ્રદ અપડેટ, જાણો આગળ

Posted By: anuj prajapati

ગૂગલ એલો એપ, ગયા વર્ષે જ ગૂગલ ઘ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ એપ ઘણા રસપ્રદ ફીચર સાથે લોન્ચ કરવામાં આવી હતી. ગૂગલ એલોનો સ્માર્ટ રીપ્લાય ફંક્શન ગૂગલ મશીન લર્નિંગ ટેક્નોલોજીને ખુબ જ સારું બનાવે છે.

ગૂગલ એલો એપમાં આવ્યા કેટલાક નવા રસપ્રદ અપડેટ, જાણો આગળ

વહાર્ટસપમાં ખુબ જ જલ્દી સાઈઝ ટેબ આવશે

હવે કંપની ઘ્વારા કેટલાક નવા ફીચર એડ કરવામાં આવ્યા છે, જેમાં ચેટ વિન્ડોમાં જીફ સર્ચ ક્ષમતા, એનિમેટેડ ઈમોજી, અને સિંગલ ટેપ ઍક્સેસ ગૂગલ આસિસ્ટન્ટ. એન્ડ્રોઇડ યુઝર આ અપડેટ તરત જ મેળવી શકશે, જયારે આઈઓએસ યુઝરે હજુ થોડો સમય રાહ જોવી પડશે.

જીફ લાઈબ્રેરી

ગૂગલ એલો એપમાં લકી બોટ લાવ્યા પછી હવે કંપની જીફ સર્ચ ફીચર સાથે આવ્યું છે. ચેટ વિન્ડોમાં સ્માઈલીને ટેપ કરીને તમે જીફ સર્ચ કરી શકો છો. સર્ચ બાર દેખાશે, જેમાં યુઝર સર્ચ સ્ટ્રીંગમાં તેમને જોઈતા જીફ સર્ચ કરી શકશે.

એનિમેટેડ ઈમોજી

ઈમોજી સ્ટેટિક હોય છે, પરંતુ કંપની ઘ્વારા તેને રિયાલિસ્ટિક જેવા દેખાતા એનિમેશનમાં બદલી દેવામાં આવ્યા છે. દસ ફ્રીક્વન્ટલી ઉપયોગમાં લેવાયેલા ઈમોજી આ એનિમેટેડમાં હોય છે અને યુઝર તેમની સાઈઝ સ્કેલ સ્લાઇડરથી એડિટ કરી શકે છે.

નવો આસિસ્ટન્ટ આઇકોન

અપડેટમાં નવો આસિસ્ટન્ટ આઇકોન આપવામાં આવ્યો છે. જેને સ્માઈલી આઇકોન અને સેન્ડ બટનની વચ્ચે રાખવામાં આવ્યો છે. જે ગૂગલ આસિસ્ટનમાંથી ઇનપુટ લેવામાં મદદ કરે છે. જે તમને તમારા સવાલનો ફોર્મલ જવાબ આપે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Google has added few more features to Allo, including GIF search capability in the chat window, animated emoji, and one tap access to Google Assistant.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot