માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10 અપડેટ પર કામ કરી રહ્યું છે. જે વિન્ડોઝ 10 માં ખુબ જ સારા અને ઉપયોગી ચેન્જ લાવી શકે છે. જો નિઓન પ્રોજેક્ટ વિશે વાત કરવામાં આવે તો નવું નિઓન અપડેટ વિન્ડોઝ 10 યુઝર માટે વધુ એનિમેટેડ અને સ્માર્ટ ફીચર સાથે આવશે.

એમએસપાવરયુઝર ડોટ કોમ રિપોર્ટ અનુસાર પ્રોજેક્ટ નિઓન મુખ્યરૂપે એનિમેશન પર વધારે ફોકસ કરી રહ્યું છે. તે વિન્ડોઝ 7 માંથી વિઝ્યુઅલ એલિમેન્ટ એરો ગ્લાસ લે છે અને એનિમેશન સાથે મિક્સ કરે છે.

એમએસપાવર ડોટ કોમ ઘ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીન શોટ અનુસાર નિઓન અપડેટ એપ નેવિગેશન એરિયા બ્લર પાર્ટને પણ લઇ આવે છે. વિન્ડોઝ 10 નવી અપડેટ મુજબ તેમાં નવું કમ્પોનન્ટ એક્રેલિક પણ એડ કરવામાં આવશે. જે યુઝરને એપમાં લૂક કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે છે. સાઈટ રિપોર્ટ અનુસાર પ્રોજેક્ટ નિઓન 3ડી અને હોલોલેન્સ ઈન્ટરૅક્શન પર પણ વધારે ધ્યાન આપી રહ્યું છે.
એન્ડ્રોઇડ યુઝર માટે મજેદાર વીઆર ગેમ્સ.
આ અપડેટ ભલે થોડી માઇનોર દેખાતી હોય. પરંતુ તે વિન્ડોઝ 10 ને વધુ રિસ્પોન્સિવ અને યુઝર ફ્રેન્ડલી બનાવશે. મેં 2017 માં યોજારી ટેક કોન્ફ્રન્સમાં પ્રોજેક્ટ નિઓન વિશે ડેમો આપને જોવા મળી શકે છે.

ધ્યાન આપવા જેવી બાબત છે કે માહિતી માઇક્રોસોફ્ટ ઘ્વારા વિન્ડોઝ 10 લોન્ચ કરવાની જાહેરાત પહેલા આવી હતી.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
Gizbot - Get breaking news alerts. Subscribe to Gujarati Gizbot.