ટોપ 5 એસેસરીઝ જે તમે ભારતમાં 500 રૂપિયાની અંદર જ મેળવી શકો છો..

By: anuj prajapati

અત્યારની પરિસ્થતિમાં જો કોઈ એક વસ્તુ કે જેના વિના આપણે રહી ના શકતા હોય, તો તે આપણો સ્માર્ટફોન છે. આપણા મેલ ચેક કરવા હોય, કેટલીક યાદગાર પળોને સ્માર્ટફોનમાં કેદ કરવી હોય કે પછી ઈન્ટરનેટ પર સર્ફિંગ કરવું હોય, આ બધું જ કામ આપણો સ્માર્ટફોન કરી આપે છે.

ટોપ 5 એસેસરીઝ જે તમે ભારતમાં 500 રૂપિયાની અંદર જ મેળવી શકો છો..

ઘણા લોકો એવા હોય છે જે નવા અને લેટેસ્ટ સ્માર્ટફોન માટે ખુબ જ વધારે પૈસા ખર્ચ કરતા હોય છે. પરંતુ તે મોબાઈલમાં થોડા વધારે પૈસા ઉમેરવાથી કેટલીક અગત્યની અને ખુબ જ સારી એસેસરીઝ પણ મળી શકે છે, જે તમારો સ્માર્ટફોનનો અનુભવ વધારી દેશે.

હવે VLC મીડિયા પ્લેર પર જોવો 360 ડિગ્રી વિડિઓઝ

એવા ઘણા કારણો છે કે લોકો એસેસરીઝ પાછળ પૈસા ખર્ચ કરવાની ઈચ્છા રાખતા નથી તેના માટે કેટલીક વખત મોંઘી એસેસરીઝ પણ જવાબદાર હોય છે. પરંતુ અમે અહીં એવી 5 એસેસરીઝ લઈને આવી રહ્યા છે જે તમને 500 રૂપિયાની અંદર જ મળી જશે.

10 ઇંચ મોબાઈલ ટ્રાઇપોડ

10 ઇંચ મોબાઈલ ટ્રાઇપોડ

આજના સમયમાં સ્માર્ટફોનમાં નવા નવા અને સારી કવોલિટીના કેમેરા આવી રહ્યા છે. હાલમાં મળતા સ્માર્ટફોનના કેમેરા ખુબ જ વધારે કેપેબલ હોય છે. તો તમારે વીડિયો બનાવવા કે પછી સારા ફોટો ખેંચવા માટે 10 ઇંચનો મોબાઈલ ટ્રાઇપોડ ખુબ જ ઉપયોગી સાબિત થશે.

ફ્લિપકાર્ટ, અમેઝોન, સ્નેપડિલ જેવી ઓનલાઇન વેબસાઈટ પર તમને મોબાઈલ ટ્રાઇપોડ 500 રૂપિયાની અંદર જ મળી જશે.

મોબાઈલ માટે ફ્લેક્સિબલ ટ્રાઇપોડ

મોબાઈલ માટે ફ્લેક્સિબલ ટ્રાઇપોડ

ઉપર આપણે જોયું કે ટ્રાઇપોડ નો ઉપયોગ તમે સ્માર્ટફોન ઘ્વારા વીડિયો લેવા ક્યાં તો પછી સારા ફોટો લેવા માટે કરી શકો છો. પરંતુ તમારા ટ્રાઇપોડ ને તમે સરળતાથી ગમે ત્યાં સેટ કરી શકો તેના માટે ફ્લેક્સિબલ ટ્રાઇપોડ પણ આવે છે. આ ફ્લેક્સિબલ ટ્રાઇપોડ ને તમે ગમે ત્યાં સેટ કરી શકો છો. બધી જ ઇકોમર્સ વેબસાઈટ પર તમને ફ્લેક્સિબલ ટ્રાઇપોડ 500 રૂપિયાની અંદર મળી જશે.

મલ્ટિપોર્ટ વોલ ચાર્જર

મલ્ટિપોર્ટ વોલ ચાર્જર

જો તમે એક કરતા વધારે ડિવાઈઝ સાથે રાખીને ફરવાવાળા વ્યક્તિ છો, તો મલ્ટિપોર્ટ વોલ ચાર્જર તમારા માટે ખુબ જ ઉપયોગી વસ્તુ છે. બધી જ વસ્તુ માટે અલગ અલગ ચાર્જર લઈને ફરવા કરતા એક જ ચાર્જર લઈને ફરવું વધારે સારું છે. આ મલ્ટિપોર્ટ વોલ ચાર્જર પણ તમને 500 રૂપિયાની અંદર સરળતાથી મળી જશે.

ફોન, ટેબ્લેટ સ્ટેન્ડ

ફોન, ટેબ્લેટ સ્ટેન્ડ

વીડિયો જોવા માટે કે પછી ઈ-બુક વાંચવા માટે ટેબ્લેટ સ્ટેન્ડ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે અને તમારે તેના માટે વધારે પૈસા ખર્ચ કરવાની પણ કોઈ જ જરૂર નથી.

યુએસબી એડેપ્ટર

યુએસબી એડેપ્ટર

યુએસબી એડેપ્ટર તમને તમારા ડેટા સાચવવામાં ખુબ જ મદદ કરશે. ફ્લિપકાર્ટ, અમેઝોન, સ્નેપડિલ જેવી ઓનલાઇન વેબસાઈટ પર તમને આવા એડેપ્ટર 500 રૂપિયાની અંદર સરળતાથી મળી જશે.

English summary
While there are people who even have no seconds thoughts on shelling out huge amounts of money from their bank account to get their hands on the latest smartphones, only a few invest on mobile accessories - which certainly do help improve the overall experience of a smartphone.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot