મોટોરોલા ઇન્ડિયા ઘ્વારા મોટો જી5 સ્માર્ટફોનનો વીડિયો બતાવ્યો

Posted By: anuj prajapati

કંપની ઘ્વારા મોટો જી5 સ્માર્ટફોનનો સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવવામાં આવ્યું. મોટો જી5 કંપની ઘ્વારા પહેલા લોન્ચ કરવામાં આવી ચૂકેલા મોટો જી5 પ્લસ સ્માર્ટફોનનો નાનો વેરિયંટ છે. મોટો જી5 પ્લસ સ્માર્ટફોન લોન્ચ વખતે જ કંપની ઘ્વારા તેના નાના વેરિયંટ મોટો જી5 સ્માર્ટફોન વિશે જાહેરાત કરી દેવામાં આવી હતી.

મોટોરોલા ઇન્ડિયા ઘ્વારા મોટો જી5 સ્માર્ટફોનનો વીડિયો બતાવ્યો

મોટો જી5 સ્માર્ટફોનની કિંમત અને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. મોટોરોલા ઇન્ડિયા ઘ્વારા તેમના ફેન્સ માટે ટ્વિટર પર એક નાની વીડિયો કલીપ મુકવામાં આવી છે. આ વીડિયોમાં સ્માર્ટફોન નામ સિવાય કોઈ પણ પ્રકારની માહિતી જણાવવામાં આવી નથી. આ ડિવાઈઝ ગયા અઠવાડિયે જ નવા બ્લુ સેફાયર કલરમાં તેના સ્માર્ટફોન લિમિટેડ એડિશન વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

કંપની ગયા વર્ષે મોટો જી4 સ્માર્ટફોન માટે જે પદ્ધતિ અપનાવી હતી તેનો જ અહીં ઉપયોગ કરી રહી છે. મોટોરોલા ઘ્વારા પહેલા મોટો જી4 પ્લસ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો, ત્યારપછી મોટો જી4 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. મોટો જી5 સ્માર્ટફોનની કિંમત પણ મોટો જી4 સ્માર્ટફોન જેટલી જ રાખવામાં આવશે. મોટો જી4 સ્માર્ટફોનની કિંમત 12,499 રૂપિયા હતી.

એન્ડ્રોઇડ પર કન્ટેન્ટ ને કઈ રીતે મેનેજ કરવો અને તેને કઈ રીતે સુરક્ષિત રાખવો

હવે જો આ સ્માર્ટફોન ફીચરની વાત કરવામાં આવે તો મોટો જી5 સ્માર્ટફોનમાં 5 ઇંચ ફુલ એચડી 1080 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. આ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે. આ સ્માર્ટફોન ત્રણ સ્ટોરેજ વેરિયંટમાં આવશે. જેમાં 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ મેમરી, 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરી અને 4 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરી ઓપશન આપવામાં આવશે.

મોટો જી5 સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવશે. હવે જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 2800mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ, 4જી, બ્લ્યુટૂથ અને વાઇફાઇ જેવા કનેક્ટિવિટી ઓપશન આપવામાં આવ્યા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Motorola G5 to soon be available, company releases teaser video to get the buzz around

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot