મોટો G5 આ વર્ષ નો સૌથી સારો સ્માર્ટફોન બની શકે છે.

By: Keval Vachharajani

મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) 2017 ની અંદર લીનોવા મોટો G5 અને મોટો G5 પ્લસ ની જાહેરાત કરવા નું છે, અને બીજા ફ્લેગશિપ સ્માર્ટફોન્સ ની જાહેરાત કરવા નું છે. આ બંને સ્માર્ટફોન્સ ની ઘણા લાંબા સમય થી આતુરતા થી રાહ જોવાઈ રહી હતી, અને તેના કારણે આ સ્માર્ટફોન્સ વિષે ઘણી બધી અફવાઓ અને ઘણા બધા અનુમાનો ફરતા હતા.

મોટો G5 આ વર્ષ નો સૌથી સારો સ્માર્ટફોન બની શકે છે.

થોડા સમય પહેલા જ યુરોપ ની અંદર આ સ્માર્ટફોન ની કિંમત ને જાહેર કરવા માં આવી છે, ફ્લેગશિપ સ્માર્ટફોન્સ ની કિંમત તેના જુના મોડેલ્સ કરતા વધારે માનવા માં આવી રહી હતી ત્યારે, લિનોવો દ્વારા એવું કહેવા માં આવ્યું છે કે આવનારા સ્માર્ટફોન ની કિંમત ગયા વર્ષે લોન્ચ થયેલા મોટો G4 કરતા ઘણી ઓછી રાખવા માં આવશે.

જેમ કે અમે તમને પહેલા કહ્યું હતું કે મોટો G5 ની કિંમત € 189 અને € 209 માનવા માં આવી રહી છે અને તેની અંદર 2GB અને 3GB રેમ રીતે બે વેરિયંટ આપવા માં આવશે.

હુવાઈ હોનોર 6એક્સ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ નોગૅટ બીટા અપડેટ શરૂ

અને આ વાત ના કારણે ઘણા બધા મોટો ફેન્સ ની અંદર એક એવો સવાલ ઉભો થતો હશે કે અમારા ફોન ને અપગ્રેડ કરવો હિતાવહ રહેશે? તો જો તમારા મન માં પણ આવો જ કોઈ સવાલ ઉભો થઇ રહ્યો હોઈ તો, એવા ઘણા બધા રિપોર્ટ્સ છે કે જેની અંદર કહેવા માં આવ્યું છે કે મોટો G5 ને કંપની તેના ફીચર્સ માં અથવા તો તેની બનાવટ માં કોઈ પણ પ્રકાર નું સમાધાન નહિ કરે.

અને હવે જો મોટો G5 પ્લસ ના રિપોર્ટ્સ પર એક નજર ફેરવીએ તો, લીનોવા ની માલિકી વાળું મોટોરોલા એ એવો દાવો કર્યો છે કે, તે સ્માર્ટફોન્સ ની અંદર નવા અને વધુ સારા ફીચર્સ આપશે. અને હવે જો અમુક અફવાઓ અનુસાર સ્પેક્સ ની વાત કરીએ તો આ નવા સ્માર્ટફોન ની અંદર 5.5 ઇંચ ની FHD 1080p ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 430 પ્રોસેસર આપવા માં આવી શકે છે.

અને મોટો G5 પ્લસ એન્ડ્રોઇડ 7.0 નોગટ પર ચાલશે એવું માનવા માં આવી રહ્યું છે. અને સ્ટોરેજ કેપેસીટી ની જો વાત કરીયે તો આ સ્માર્ટફોન ની અંદર 32GB ની મેમરી આપવા માં આવી શકે છે કે જેને મેમરી કાર્ડ ની મદદ દ્વારા 128GB સુધી વધારી શકાય છે. અને ફોન ની અંદર 3000mAh ની બેટરી આપવા માં આવી શકે છે અને તેની સાથે ક્વિક ચાર્જિંગ ની સુવિધા પણ આપવા માં આવી શકે છે.

તેથી અત્યારે અમારી પાસે મોટો G5 અને મોટો G5 પ્લસ ની જેટલી જાણકારી છે તેના પર થી તો એવું જ કહી શકાય છે કે મોટો G5 નવા અને સારા ફીચર્સ ની સાથે આવશે અને તેના માટે આપડે વધુ કિંમત પણ નહિ ચૂકવવી પડે. એવું બની શકે છે કે આ જ સિરીઝ ના જુના મોડેલ કરતા ઓછી કિંમત આપી અને તમે વધુ સારા ફોન નો ઉપીયોગ કરી શકો છો. અને આ બધી વાતો ના કારણે મોટો G5 અને મોટો G5 પ્લસ આ વર્ષ ના સૌથી સારા સ્માર્ટફોન તરીકે સાબિત થઇ શકે છે.

English summary
Moto G5 and Moto G5 Plus are claimed to be the best smartphones to be launched this year. The device is likely to be priced lower than its predecessor.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot