હુવાઈ હોનોર 6એક્સ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ નોગૅટ બીટા અપડેટ શરૂ

By: anuj prajapati

હુવાઈ ઘ્વારા હાલમાં જ ભારતમાં હોનોર 6 એક્સ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો. હાલમાં હેન્ડસેટ મેન્યુફેક્ચર લેટેસ્ટ એન્ડ્રોઇડ નોગૅટ બીટા અપડેટ આપી રહ્યું છે.

હુવાઈ હોનોર 6એક્સ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ નોગૅટ બીટા અપડેટ શરૂ

આ ખુબ જ સારા સમાચાર છે, એવા લોકો માટે જેમની પાસે હોનોર 6એક્સ સ્માર્ટફોન છે અથવા તો આ સ્માર્ટફોન ખરીદવા માટેનો પ્લાન કરી રહ્યા છે. તમને તમારા સ્માર્ટફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝનનો અનુભવ મળી શકશે. એન્ડ્રોઇડ નવું અપડેટ ઘણા બધા ફીચર લઈને આવી રહ્યું છે.

એન્ડ્રોઇડ નોગૅટ બીટા અપડેટ વિશે માહિતી હુવાઈ ઓફિશ્યિલ પાકિસ્તાન ટ્વિટર એકાઉન્ટ ઘ્વારા આપવામાં આવી છે. જેના કારણે એવું જણાઈ રહ્યું છે કે નવા અપડેટની શરૂઆત પાકિસ્તાનથી થઇ રહી છે.

એટલું જ નહીં પરંતુ હુવાઈ ટવિટ ઘ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે કંપનીનો નોવા પ્લસ સ્માર્ટફોન પણ અપડેટ થવા જઈ રહ્યો છે.

એલજી જી6 સારું પરફોર્મન્સ આપે તેઓ સ્માર્ટફોન હશે.

હજુ સુધી એવી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી કે પાકિસ્તાન સિવાય બીજા કયા દેશોમાં હોનોર 6એક્સ અને નોવા પ્લસ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ નોગૅટ બીટા અપડેટ આપવામાં આવી રહ્યું છે. પરંતુ એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ આપવાનું શરૂ થઇ ચૂક્યું છે અને બીજા દેશોમાં પણ ખુબ જ જલ્દી અપડેટ આવી શકે છે.

English summary
Huawei starts rolling ou Android Nougat beta update for Honor 6X.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot