શુ મોટો જી5 બ્લુ સેફાયર કલર વેરિયંટ જલ્દી આવી રહ્યો છે?

Posted By: anuj prajapati

મોટો જી5 અને જી5 પ્લસ સ્માર્ટફોન ફેબ્રુઆરી એમડબ્લ્યુસી 2017 ટેક્નોલોજી ઇવેન્ટમાં જાહેર થઇ ચુક્યો છે. લોન્ચ સમયે આ સ્માર્ટફોન ફાઈન ગોલ્ડ અને લ્યૂનર ગ્રે કલર ઓપશનમાં આવ્યો હતો. પરંતુ હવે મોટો જી ફેન્સ માટે એક રસપ્રદ સમાચાર છે.

શુ મોટો જી5 બ્લુ સેફાયર કલર વેરિયંટ જલ્દી આવી રહ્યો છે?

હાલમાં જ લીક થયેલી માહિતી મુજબ કંપની ખુબ જ જલ્દી મોટો જી5 સ્માર્ટફોનમાં નવા કલર વેરિયંટ લોન્ચ કરી શકે છે. રોનાલ્ડ કવાંટ જેઓ ઘણી ટેક્નોલોજી સાથે જોડાયેલી માહિતી લીક કરે છે.

તેમને મોટો જી5 બ્લુ સેફાયર શોટ લીક કર્યો છે. તેમને મોટો જી5 બ્લુ સેફાયર સ્માર્ટફોનની કેટલીક તસ્વીર લીક કરી છે. હવે આ મોટો જી5 બ્લુ સેફાયર સ્માર્ટફોન ક્યારે માર્કેટમાં આવશે તેના વિશે કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

હવે લાગી રહ્યું છે કે મોટો જી5 પ્લસ સ્માર્ટફોન પણ થોડા સમય પછી બ્લુ સેફાયર કલર ઓપશનમાં આવી શકે છે. આ સ્માર્ટફોનની કિંમત પણ બીજા બે સ્માર્ટફોન કિંમત જેટલી જ રાખવામાં આવશે, એટલે કે તેની કિંમતમાં કોઈ જ ફેરફાર જોવા મળશે નહીં.

મોટો XT1750 અને મોટો ઈ 2017 બંને એક જ ડિવાઈઝ હોઈ શકે છે.

આવું પહેલીવાર નથી કે મોટો જી5 સ્માર્ટફોન બ્લુ કલરમાં આવશે તેની માહિતી મળી હોય. આ પહેલા પણ રોનાલ્ડ કવાંટ ઘ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં મોટો જી5 બ્લુ સેફાયર કલર ઓપશન વિશે જણાવવામાં આવ્યું હતું.

આ વાતમાં કોઈ જ શંકા નથી કે મોટો જી સ્માર્ટફોન ખુબ જ સફળ રહ્યો છે અને લોકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે. મોટો જી5 પ્લસ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર 14,999 રૂપિયામાં ખાસ રિલીઝ કરવામાં આવ્યો હતો.

પરંતુ મોટો જી5 સ્માર્ટફોન હજુ સુધી ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો નથી. આવનારા મહિનામાં આ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થશે તેની આશા રાખવામાં આવી રહી છે.

English summary
Moto G5 Blue Sapphire color variant has been leaked tipping that the launch of this model is not too far away.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot