મોટો XT1750 અને મોટો ઈ 2017 બંને એક જ ડિવાઈઝ હોઈ શકે છે.

By: anuj prajapati

થોડા મહિના પહેલા અજાણ્યો મોટો XT1750 સ્માર્ટફોન વિશે ચર્ચા થઇ હતી. લોકોને લાગ્યું ના હતું કે તે મોટો ઈ 2017 સ્માર્ટફોન હોઈ શકે છે. પરંતુ હવે તે ખરેખરમાં ફેમસ મોટો ઈ સ્માર્ટફોન સિરીઝ છે.

મોટો XT1750 અને મોટો ઈ 2017 બંને એક જ ડિવાઈઝ હોઈ શકે છે.

મોટો ઈ સ્માર્ટફોન ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ડિસ્કલોઝ થઇ ચુક્યો હતો. આ સ્માર્ટફોન ઓછી કિંમતમાં બજેટ ફીચર સાથે આવ્યો હતો. પરંતુ જોવામાં આવે તો પહેલા લીક થયેલો મોટો ઈ 2017 સ્માર્ટફોન અને તેના ફીચર જોઈને માનવામાં નથી આવતું કે તે મોટો ઈ3 સિરીઝ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં એકસરખી 5 ઇંચ સ્ક્રીન આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર લેટેસ્ટ સ્માર્ટફોનમાં 480 પિક્સલ રિઝોલ્યૂશન આપવામાં આવ્યું છે. જયારે જુના સ્માર્ટફોનમાં 720 પિક્સલ રિઝોલ્યૂશન આપવામાં આવ્યું હતું. લેટેસ્ટ મોટોરોલા 1.3GHz મીડિયા ટેક પ્રોસેસર અને 1 જીબી રેમ સાથે આવશે.

મોટોરોલા મોટો જી5 પ્લસ સ્માર્ટફોન માટે ભારતમાં ઉપલબ્ધ બેસ્ટ કવર

મોટો ઈ 2017 સ્માર્ટફોનમાં 8 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી વધારી શકો છો. જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ રિયર કેમેરો અને 2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

હમણાં તો કહેવું મુશ્કિલ છે કે મોટો ઈ 2017 સ્માર્ટફોન ખરેખરમાં મોટો XT1750 સ્માર્ટફોન છે કે નહીં. પરંતુ જો બંને સ્માર્ટફોન એક જ છે તો લેટેસ્ટ માહિતી મુજબ તેમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ખુબ જ સારું છે પરંતુ હવે જોવાનું છે કે મોટોરોલા આટલા લો ફીચર સ્માર્ટફોન લોન્ચ કરે છે કે નહીં.English summary
Motorola Mobility is one of the best manufacturers of Android smartphones. Moto E 2017 has appeared in user agent with Android 7.1.1 Nougat.
Please Wait while comments are loading...

Social Counting