સાવધાન, સ્માર્ટફોન ચાર્જર બની શકે છે ઘાતક

હાલમાં જ એક ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં બતાવવામાં આવ્યું કે ઓનલાઇન વેચાવવાવાળા ઘણા બધા ચાર્જર લગભગ નકલી છે.

By Anuj Prajapati
|

હાલમાં જ એક ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં બતાવવામાં આવ્યું કે ઓનલાઇન વેચાવવાવાળા ઘણા બધા ચાર્જર લગભગ નકલી છે. જેને ઘણા બધા દેશોમાં વેચવામાં આવી રહ્યા છે, જેમાં એક દેશ યુએસએ પણ છે. આ ચાર્જર ફોનને બેકાર કરી શકે છે અથવા તો તેને ધીમો કરી નાખે છે.

સાવધાન, સ્માર્ટફોન ચાર્જર બની શકે છે ઘાતક

ઘણા લોકો સાથે એવું બને છે કે તેઓ પોતાનું ચાર્જર ક્યાંક મૂકીને ભૂલી જાય છે અથવા તો ખોવી નાખે છે. ત્યારપછી તેમને જયારે ચાર્જરની જરૂર પડે છે ત્યારે તેઓ ઓનલાઇન જ મંગાવી લે છે અને તેનાથી જ ફોનને ચાર્જ કરવાનું ચાલુ કરી દે છે.

માત્ર 6 સેકન્ડમાં જ હેક થઇ શકે છે તમારું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ

પરંતુ તેના થોડા સમય પછી જ તમારા ફોનમાં ગરબડ ચાલુ થઇ જાય છે અને તેમને અંદાઝો પણ નથી આવતો કે તેનું કારણ તેમનું ચાર્જર હોય શકે છે. આપને જણાવી દઈએ કે ચાર્જર સુરક્ષાની દ્રષ્ટિથી પણ સારું નથી.

સાવધાન, સ્માર્ટફોન ચાર્જર બની શકે છે ઘાતક

બ્રિટિશના ઉપભોક્તા સંરક્ષણ નિયમન, ચાર્ટર ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઘ્વારા એક પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં. તેમને 8 દેશોથી લગભગ 400 જેટલા ચાર્જર ઓર્ડર કરીને મંગાવ્યા. આ પરીક્ષણમાં તેમને જાણ્યું કે ઓનલાઇન આવતા ચાર્જરમાં લગભગ 99 ટકા ચાર્જર લોકલ છે અને ફોનને ચાર્જ કરવાની કેટેગરીમાં યોગ્ય નથી. સેફટી ટેસ્ટમાં પણ બધા જ ચાર્જર ફેલ થઇ ગયા.

3 કારણો, કેમ ભારત નોકિયા માટે ખાસ માર્કેટ છે!

આ વર્ષની શરૂઆતમાં એપલ ઘ્વારા પણ એવું જ કરવામાં આવ્યું, જેમાં તેમને એમઝોનમાંથી એપલ ફોન માટે વેચવામાં આવતા ચાર્જર ખરીદ્યા અને તેને ટેસ્ટ કર્યા. આ પરીક્ષણમાં ચોંકાવી નાખે તેવી વાત સામે આવી કે લગભગ બધા જ ચાર્જર નકલી હતા અને ફોનને ચાર્જ કરવા યોગ્ય હતા જ નહીં.

સાવધાન, સ્માર્ટફોન ચાર્જર બની શકે છે ઘાતક

ત્યારપછી એપલે મોબાઈલ સ્ટાર એલએલસી વિરુદ્ધ કેસ દાખલ કર્યો કે આ કંપની નકલી ચાર્જર વેચે છે. જેના કારણે એપલ સ્માર્ટફોન પર અસર પડે છે. એપલે જણાવ્યું કે આ કંપનીના ચાર્જર એડેપ્ટર પણ ખુબ જ ખરાબ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેના કારણે લીથલ ઇલેક્ટ્રોકયુશનનો ખતરો પેદા થઇ શકે છે.

સીટીએસઆઈ ઘ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં ચોંકાવી નાખે તેવું પરિણામ આવ્યું. સીટીએસઆઈ લોકોએ આગ્રહ કર્યો કે ખાલી સેકન્ડ હેન્ડ ઇલેક્ટ્રોનિક ગુડ્સ જ ખરીદો, કારણકે તેઓ પરીક્ષણ કરેલા હોય છે. ઓનલાઇન કરતા પણ વધારે ભરોષો તમે સેકન્ડ હેન્ડ પર કરી શકો છો.

આ પરીક્ષણથી એ વાત તો સાફ થઇ ચુકી છે કે તમારે સ્માર્ટફોન ચાર્જર બરાબર જોઈને જ લેવું જોઈએ, જેના કારણે તમારો ફોન સુરક્ષિત રહી શકે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Warning over fake chargers sold online.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X