માઇક્રોમેક્સ એક સમયે ઇન્ડિયન સ્માર્ટફોન બજાર ને ચલાવતું હતું, અને મોટી મોટી ઇન્ટરનેશનલ કંપની જેમ કે, સેમસંગ ને પણ પાછળ રાખી દીધું હતું. પરંતુ તે હાલત અચાનક જ ફરી ગઈ કેમ કે, ખુબ જ વધારે પડતી સ્પર્ધા ચાઈનીઝ બ્રાન્ડ્સ સાથે કરવી પડતી હતી. પરંતુ હવે એવું છે કે માઇક્રોમેક્સ પાછું બજાર માં પોતાની જૂની છાપ ને ઉભી કરવા માંગે છે અને તેના માટે તે ઘણા બધા નવા ફોન્સ ને લોન્ચ કરવા ની તૈયારી પણ કરી રહી છે.

ફોનરેડાર ના એક રિપોર્ટ અનુસાર, માઇક્રોમેક્સ ડ્યુઅલ લેન્સ કેમેરા સ્માર્ટફોન ને લોન્ચ કરવા ની તૈયારી કરી રહ્યું છે. અને જો આ રિપોર્ટ સાચો હશે તો આ સ્માર્ટફોન કંપની નો પહેલો એવો સ્માર્ટફોન હશે કે જે ડ્યુઅલ કેમેરા ની સાથે આવતો હોઈ.
અને એવું કહેવા માં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન ની અંદર પાછળ ની તરફ 13MP અને 5MP ના કેમેરા ને ડ્યુઅલ ટોન ફ્લેશ લાઈટ સાથે આપવા માં આવશે. અને એક રિપોર્ટ અનુસાર એવું પણ માનવા માં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન ની કિંમત Rs. 15,000 કરતા પણ ઓછી રાખવા માં આવી શકે છે.
વિન્ડોઝ 10 મોબાઈલ સિક્યોરિટીમાં આવી ગરબડ, જાણો આખો મામલો
અને હવે જો અફવો મુજબ માઇક્રોમેક્સ ના આવનારા આ સ્માર્ટફોન ના ફીચર્સ ની વાત કરીયે તો, તેની અંદર 5.5 ઇંચ ની FHD 1080p ડિસ્પ્લે 2.5D ગ્લાસ ની સાથે આપવા માં આવી શકે છે. હવે જો તેની અંદર ના ફીચર્સ ની વાત કરીયે તો તેની અંદર ઓક્ટકોર મીડિયા ટેક પ્રોસેસર ને 3GB રેમ અને 32GB મેમરી ની સાથે આપવા માં આવશે અને આ મેમરી ને હાયબ્રીડ કાર્ડ સ્લોટ દ્વારા વધારી પણ શકાશે.
અને તેની અંદર એન્ડ્રોઇડ 7.0 નોગટ આપવા માં આવી શકે તેવું પણ માનવા માં આવી રહ્યું છે. અને આ માઇક્રોમેક્સ ડ્યુઅલ લેન્સ કેમેરા સ્માર્ટફોન ની અંદર 4G VoLTE સપોર્ટ કરે તેવું પણ માનવા માં આવી રહ્યું છે અને તેની અંદર 5MP નો ફ્રન્ટ કેમેરા LED ફ્લેશ લાઈટ ની સાથે આપવા માં આવી શકે છે.
અત્યારે બીજી કોઈ પણ માહિતી કે જે આ માઇક્રોમેક્સ સ્માર્ટફોન વિષે ની હોઈ તે જાણવા મળેલ નથી, આ સ્માર્ટફોન વિષે ની વધુ માહિતી આવનારા દિવસો ની અંદર ઓનલાઇન જોવા મળશે તેવું માનવા માં આવી રહ્યું છે. આ સ્માર્ટફોન વિષે ની વધુ આવનારી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો ગીઝબોટ સાથે.
Gizbot - Get breaking news alerts. Subscribe to Gujarati Gizbot.