વિન્ડોઝ 10 મોબાઈલ સિક્યોરિટીમાં આવી ગરબડ, જાણો આખો મામલો

By: anuj prajapati

વિન્ડોઝ 10 મોબાઈલ યુઝરે હવે ખુબ જ ધ્યાન રાખવાની જરૂર છે. હાલમાં આવેલો એક નવો બગ તેમની પ્રાઇવસીને નુકશાન પહોંચાડી શકે છે. વોલ્લાસ મિચેલ જે બ્રાઝીલમાં રહેનાર વિન્ડોઝ યુઝર છે, તેમને વિન્ડોઝ 10 મોબાઈલ બગ વિશે જણાવ્યું જે તમારા સ્માર્ટફોનમાં રહેલા ફોટો જોવા માટે કોઈને પણ તમારા સ્માર્ટફોનમાં રહેલા સિક્યોરિટી કોડ ઍક્સેસ કરવા દે છે.

વિન્ડોઝ 10 મોબાઈલ સિક્યોરિટીમાં આવી ગરબડ, જાણો આખો મામલો


સોફ્ટપેડીયા રિપોર્ટ મુજબ તમારે આટલું કરવું જોઈએ.

1. કેમેરા સ્વીચ ઓન કરો જયારે ડિવાઈઝ લોક થયેલી હોય ત્યારે લોક સ્ક્રીનમાં આપેલા કેમેરા શોર્ટકટનો ઉપયોગ કરો.

2. ફોટો કેપ્ચર કરો અને ડાબી બાજુ નીચે ખૂણામાં થમ્બ ઘ્વારા ઓપન કરો.

3. ઓપનિંગ પીક પોસ્ટ કરો સ્ક્રીનમાં આપેલા ટ્રેશ બિન આઇકોન ઘ્વારા તેને ડીલીટ કરો અને તમારા વિન્ડોઝ ફોનમાં બેક બટન પ્રેસ કરો.

4. થમ્બનીલ બ્લેક આઇકોનમાં બદલાઈ જશે. ફોટો પ્રીવ્યુ કરવા માટે તેને ટેબ કરો.

5. બેક બટન પ્રેસ કરો અને ફોટો ફરી એકવાર ઓપન કરવા માટે કોશિશ કરો.

6. જયારે ત્રીજી વખત તમે આ પ્રોસેસ કરશો ત્યારે તમે વિન્ડોઝ સ્માર્ટફોનની આખી ગેલેરી ઍક્સેસ મેળવી લેશો.

વિન્ડોઝ સ્માર્ટફોનમાં આવેલી આ ગરબડ તમારા સ્માર્ટફોન વિશે ખાનગી ડેટા જોખમમાં મૂકી શકે છે. હેકર્સ તમારે સ્માર્ટફોનમાં દાખલ થઈને તમારા પર્સનલ ડેટા ચોરી કરી શકે છે.

શ્યોમી રેડમી સ્માર્ટફોન સ્નેપડ્રેગન 660 સાથે જેહેરાત કરી શકે છે.

વિન્ડોઝ સ્માર્ટફોનમાં આવેલી આ ગરબડ માઇક્રોસોફ્ટને ફીડબેક હબમાં મોકલી આપવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટ તેના સિક્યોરિટી માટે જલ્દી જ કોઈ પગલાં લેશે.

જો તમારી પાસે વિન્ડોઝ સ્માર્ટફોન હોય તો અમે તમને જણાવી રહ્યા છે કે તમારે વધારે ધ્યાન આપવાની જરૂર છે. કારણકે કોઈ પણ તમારી સ્માર્ટફોન ગેલેરી ઍક્સેસ કરી શકે છે.

English summary
A new security bug can put Windows 10 Mobile user's privacy at risk as it can allow anyone bypass the security code to access the galley and pictures

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot