એલજી નવા બે સ્માર્ટફોન X230Z અને M320H એફસીસી ઘ્વારા સર્ટિફાઈડ

Posted By: anuj prajapati

એફસીસી ઘ્વારા એલજી ઘ્વારા લાવવામાં આવી રહેલા બે સ્માર્ટફોન મોડલ X230Z અને M320H સર્ટિફાઈડ કરી દેવામાં આવ્યા છે. આ બંને બજેટ સ્માર્ટફોન તરીકે આવી શકે છે.

એલજી નવા બે સ્માર્ટફોન X230Z અને M320H એફસીસી ઘ્વારા સર્ટિફાઈડ

અમને ચોક્કસ ખાતરી છે કે એલજીના આ બંને મોડલમાંથી એક X230Z વિશે પહેલા પણ ઘણી અફવાહો આવી ચુકી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ સ્માર્ટફોન વિશે કેટલીક માહિતી આવી હતી. એટલું જ નહીં પરંતુ આ ડિવાઈઝ આ વર્ષે જાન્યુઆરીમાં બ્લ્યુટૂથ એસઆઇજીમાં પણ જોવામાં આવી હતી.

એફસીસી સર્ટિફાઈડ ઘ્વારા મળતી માહિતી મુજબ X230Z વેરિયંટ સ્માર્ટફોનમાં ખાલી એક જ સિમ સ્લોટ આપવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોન મોડેલ હજુ પણ ઘણા રહસ્યથી ભરેલો છે.

એમડબ્લ્યુસી 2017: જાણો કયા સ્માર્ટફોન કોની સામે ટકરાશે

આ સ્માર્ટફોનના કોઈ પણ હાર્ડવેર ફીચર વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. એલજી ઘ્વારા હાલમાં જ તેમનો આવનારો સ્માર્ટફોન એલજી જી6 વિશે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ખુબ જ જલ્દી એલજી ઘ્વારા બીજી પણ ઘણી ડિવાઈઝ લોન્ચ કરવામાં આવશે.

આ સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે તેના વિશે કોઈ પણ પ્રકારની માહિતી મળી રહી નથી. પરંતુ આ સ્માર્ટફોન ખુબ જ જલ્દી લોન્ચ કરવામાં આવશે, આ વાત નક્કી છે અને આ સ્માર્ટફોન બજેટ સ્માર્ટફોન હશે. અમે તમને આ સ્માર્ટફોન વિશે લેટેસ્ટ માહિતી આપતા રહીશુ.

English summary
LG may soon launch two budget phones, gets FCC certification for two new phones X230Z and M320H

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot