એમડબ્લ્યુસી 2017: જાણો કયા સ્માર્ટફોન કોની સામે ટકરાશે

લેટેસ્ટ જનરેશન સ્માર્ટફોન કંપની મોટોરોલા, એલજી, સોની ટેક્નોલોજી ઇવેન્ટ એમડબ્લ્યુસી 2017 બાર્સેલોના, સ્પેનમાં તેમના લેટેસ્ટ સ્માર્ટફોન ડિવાઈઝ લોન્ચ કરી રહ્યા છે.

By Anuj Prajapati
|

લેટેસ્ટ જનરેશન સ્માર્ટફોન કંપની મોટોરોલા, એલજી, સોની ટેક્નોલોજી ઇવેન્ટ એમડબ્લ્યુસી 2017 બાર્સેલોના, સ્પેનમાં તેમના લેટેસ્ટ સ્માર્ટફોન ડિવાઈઝ લોન્ચ કરી રહ્યા છે. નવી લોન્ચ થયેલી ડિવાઇઝમાં ડિઝાઇન, હાર્ડવેર, સોફ્ટવેર, ફીચર અને કેમેરા બાબતે ઘણું ઈમ્પ્રોવેમેન્ટ કરવામાં આવ્યું છે. જેના કારણે સ્માર્ટફોન યુઝરને બેસ્ટ સ્માર્ટફોન અનુભવ મળી શકે.

એમડબ્લ્યુસી 2017: જાણો કયા સ્માર્ટફોન કોની સામે ટકરાશે

મોટોરોલા ઘ્વારા તેમનો ફેમસ ફિફ્થ જનરેશન મીડ રેન્જ હેન્ડસેટ મોટો જી વિશે જાહેરાત કરવામાં આવી છે. સોની અને એલજી પણ તેમના લેટેસ્ટ સિરીઝ સ્માર્ટફોન લઈને આવી ચુક્યા છે.

પરંતુ નોકિયા આ વર્ષે એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં બધાની નજરમાં આવી ચૂક્યું છે. નોકિયા તેમના લેટેસ્ટ નોકિયા 3, નોકિયા 5 અને નોકિયા 6 સ્માર્ટફોનની સાથે સાથે તેમનો આઇકોનિક નોકિયા 3310 ફીચર ફોનને લઈને પણ ખુબ જ ચર્ચામાં છે.

આજે અમે અહીં કેટલાક સ્માર્ટફોનની સરખામણી કરીશુ, જેઓ એકબીજા ના ખુબ જ નજીકના ટક્કર આપતા સ્માર્ટફોન છે. તો ચાલો એક નજર કરો...

નોકિયા 5 Vs મોટો જી5 Vs લેનોવો K6 પાવર

નોકિયા 5 Vs મોટો જી5 Vs લેનોવો K6 પાવર

મીડ રેન્જ નોકિયા 5 અને મોટો જી5 સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જયારે મોટો જી5 ડિસ્પ્લે, મલ્ટિટાસ્કીંગ અને સ્ટોરેજ ડીપાર્ટમેન્ટમાં આગળ છે. જયારે નોકિયા પાસે મોટી 5.2 ઇંચ ડિસ્પ્લે છે, જયારે મોટો જી5 સ્માર્ટફોનમાં 5 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે.

હવે જો સ્ટોરેજની વાત કરવામાં આવે તો નોકિયા 5 સ્માર્ટફોનમાં 16 જીબી ઇન્ટરનલ મેમરી અને 2 જીબી રેમ આપવામાં આવી છે. જયારે મોટો જી5 સ્માર્ટફોનમાં 32 જીબી ઇન્ટરનલ મેમરી અને 3 જીબી રેમ આપવામાં આવી છે. બંને સ્માર્ટફોનમાં માઇક્રો કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી સ્ટોરેજ વધારી શકાય છે.

હવે જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો બંને સ્માર્ટફોનમાં 13 મેગાપિકલ રિયર કેમેરો ઓટો ફોકસ સાથે આપવામાં આવ્યો છે. પરંતુ સેલ્ફી કેમેરામાં નોકિયા 5 આગળ નીકળી ગયો છે. નોકિયા 5 સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. જયારે મોટો જી5 સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. નોકિયા 5 સ્માર્ટફોનમાં 3000mAh બેટરી આપવામાં આવી છે, જયારે મોટો જી5 સ્માર્ટફોનમાં 2800mAh બેટરી આપવામાં આવી છે.

જયારે લેનોવો કે6 પાવર સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો તેમાં એકસરખું ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 430 ચિપસેટ, 3 જીબી રેમ સાથે આપવામાં આવી છે. તેમાં 4000mAh જેટલો મોટો બેટરી સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનમાં 5 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ તેમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો.

મોટો જી5 પ્લસ Vs રેડમી નોટ 4 Vs હોનોર 6 એક્સ

મોટો જી5 પ્લસ Vs રેડમી નોટ 4 Vs હોનોર 6 એક્સ

મોટોરોલા ઘ્વારા મોટો જી5 પ્લસ સ્માર્ટફોનની જાહેરાત કરવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ઝડપી ચિપસેટ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 2 જીબી અને 4 જીબી રેમ ઓપશન આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 5.2 ઇંચ ડિસ્પ્લે અને 3000mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોન 16 જીબી, 32 જીબી અને 64 જીબી ઇન્ટરનલ મેમરી ઓપશનમાં ઉપલબ્ધ છે. જેને તમે માઇક્રો એસડીકાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન હાલમાં જ લોન્ચ થયેલા રેડમી નોટ 4 અને હોનોર 6એક્સ સ્માર્ટફોનને ટક્કર આપી શકે છે.

હોનોર 6 એક્સ સ્માર્ટફોનમાં મોટી 5.5 ઇંચ બેટરી આપવામાં આવી છે. જયારે મોટો જી5 પ્લસ સ્માર્ટફોનમાં 5.2 ઇંચ બેટરી આપવામાં આવી છે. હોનોર 6 એક્સ સ્માર્ટફોનમાં તેમનું કિરીન 655 પ્રોસેસર, 3 જીબી અને 4 જીબી રેમ ઓપશન આપવામાં આવી છે. જયારે બીજી બાજુ રેડમી નોટ 4 સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ 2 જીબી, 3જીબી અને 4 જીબી રેમ ઓપશન આપવામાં આવ્યું છે.

એલજી જી6 Vs સોની એક્સપેરિયા એક્સઝેડ પ્રીમિયમ

એલજી જી6 Vs સોની એક્સપેરિયા એક્સઝેડ પ્રીમિયમ

એલજી અને સોની બંને ઘ્વારા હાઈ એન્ડ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. એલજી જી6 સ્માર્ટફોનમાં 5.7 ઇંચ ફુલ વિઝન ડિસ્પ્લે આપવામાં આવી છે. જયારે સોની એક્સપેરિયા એક્સ ઝેડ પ્રીમિયમ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ એચડીઆર ડિસ્પ્લે આપવામાં આવી છે.

હવે જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો એલજી જી6 સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. જયારે સોની એક્સપેરિયા એક્સ ઝેડ પ્રીમિયમ સ્માર્ટફોન કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેમાં 19 મેગાપિક્સલ રિયર કેમેરા અને 13 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

બીજા ફીચર વિશે વાત કરવામાં આવે તો સોની એક્સપેરિયા એક્સ ઝેડ પ્રીમિયમ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર અને 4 જીબી રેમ આપવામાં આવી છે. જયારે એલજી જી6 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 821 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જો સ્ટોરેજની વાત કરવામાં આવે તો સોની એક્સપેરિયા એક્સ ઝેડ પ્રીમિયમ સ્માર્ટફોનમાં 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે 256 જીબી સુધી વધારી શકો છો. જયારે એલજી જી6 સ્માર્ટફોનમાં 32 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે 2 ટીબી સુધી વધારી શકો છો. બંને સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એલજી જી6 અને સોની એક્સપેરિયા એક્સઝેડ પ્રીમિયમ Vs એચટીસી યુ અલ્ટ્રા

એલજી જી6 અને સોની એક્સપેરિયા એક્સઝેડ પ્રીમિયમ Vs એચટીસી યુ અલ્ટ્રા

એલજી જી6 અને સોની એક્સપેરિયા એક્સઝેડ પ્રીમિયમ સ્માર્ટફોન ફીચર જોયા પછી એટલું કહી શકાય કે આ સ્માર્ટફોન એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોનને ટક્કર આપી શકે છે. એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોનમાં 5.7 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે. એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 821 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 4 જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી વધારી શકો છો.

જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોનમાં 12 અલ્ટ્રાપિક્સલ રિયર કેમેરા ઓટો ફોકસ અને ડ્યુઅલ ટન એલઇડી ફ્લેશ સાથે આપવામાં આવ્યું છે. એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોનમાં 3000mAh બેટરી કવિક ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી છે. જયારે એલજી જી6 સ્માર્ટફોનમાં 3300mAh બેટરી આપવામાં આવી છે અને સોની એક્સપેરિયા એક્સઝેડ પ્રીમિયમ સ્માર્ટફોનમાં 3230mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
We have compared the best of MWC 2017 smartphones- Moto G5 Plus, Nokia 5, LG G6 and Sony Xperia XZ Premium to their competitors

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X