એલજી જી6, એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં લોન્ચ, જાણો ફીચર વિશે

Posted By: anuj prajapati

એલજી ઘ્વારા આજે એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન તેમનો છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહેલો એલજી જી6 સ્માર્ટફોન જાહેર કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ફુલ વિઝન ડિસ્પ્લે, ડ્યુઅલ રિયર કેમેરા અને ગૂગલ આસિસ્ટન્ટ સાથે આવી રહ્યો છે. તમે અહીં નીચે એલજી જી6 સ્માર્ટફોન એમડબ્લ્યુસી ઇવેન્ટ વીડિયો જોઈ શકો છો.

એલજી જી6, એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં લોન્ચ, જાણો ફીચર વિશે

એલજી જી6 સ્માર્ટફોન લોન્ચ થતા પહેલા તેના વિશે ઈન્ટરનેટ પર ઘણી ચર્ચા થઇ હતી અને મોટા ભાગની ચર્ચા સાચી પણ પડી છે. એલજી જી6 સ્માર્ટફોનમાં હોમ બટન આપવામાં આવ્યું નથી. એલજી જી6 સ્માર્ટફોનનું કી-ફીચર તેમાં આપવામાં આવેલું ફુલ વિઝન ડિસ્પ્લે છે.

એલજી જી6 સ્માર્ટફોનને તેના જુના એલજી જી5 સ્માર્ટફોન સાથે સરખાવવામાં આવે તો જુના સ્માર્ટફોનમાં 5.3 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી હતી. જયારે નવા સ્માર્ટફોનમાં 5.7 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવી છે. જે યુઝરને નવો વિઝ્યુઅલ અનુભવ કરાવે છે. એલજી જી6 સ્માર્ટફોનમાં મેટાલિક અને ગ્લાસ ડિઝાઇન ભેગી કરીને બેલેન્સ ડિઝાઇન આપવામાં આવી છે.

એલજી જી6, એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં લોન્ચ, જાણો ફીચર વિશે

સ્માર્ટફોન વેન્ડર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એલજી જી6 સ્માર્ટફોન બનાવતી વખતે તેમને સૌથી વધારે ડિસ્પ્લે પર ધ્યાન આપ્યું હતું, કારણકે લોકો મોટી ડિસ્પ્લે વધારે પસંદ કરી રહ્યા છે. એલજી જી6 સ્માર્ટફોન 5.7 ઇંચ ડિસ્પ્લે જેમાં 5.2 ઇંચ બોડી રેસિયો આપવામાં આવ્યો છે. જે મોટી અને સ્ટનિંગ ડિસ્પ્લે અનુભવ આપે છે.

સારી ડિઝાઇનની સાથે એલજી જી6 સ્માર્ટફોનમાં બીજા ફીચર જેવા કે ડ્યુઅલ કેમેરા સેટઅપ, રિયર કેમેરા નીચે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોન ડોલ્બી વિઝન અને એચઆરડી ટેક્નોલોજી સાથે આવ્યો છે. જે યુઝર અનુભવ વધારે સારો બનાવે છે.

શું માઈક્રોમેક્સ ડ્યુઅલ લેન્સ કેમેરા વાળો સ્માર્ટફોન લાવે છે?

નવો લોન્ચ થયેલો એલજી જી6 સ્માર્ટફોન પહેલો એવો સ્માર્ટફોન છે, જે ડોલ્બી વિઝન વીડિયો સપોર્ટ જેમાં 90 ફિલ્મો પહેલાથી જ આપવામાં આવી છે. એલજી જી6 સ્માર્ટફોન એન્ટરટેઇન્મેન્ટ પેકેજ સાથે આવ્યો છે.

હવે આગળ વાત કરવામાં આવે તો એલજી જી6 સ્માર્ટફોન ચાર વિઝન ડિસ્પ્લે સાથે આવ્યો છે. જે ગેમર માટે બેસ્ટ સ્માર્ટફોન સાબિત થઇ શકે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. આ સ્માર્ટફોન મલ્ટી ટાસ્કીંગ માટે પણ સારો સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનની મદદથી યુઝર એક જ સમયે બે એપ સરળતાથી ઉપયોગ કરી શકે છે.

એલજી જી6 સ્માર્ટફોન મિસ્ટિક વાઈટ, બ્લેક અને આઈસપ્લેટિનમ જેવા ત્રણ કલર વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જો કેમેરા સેટઅપ વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા 125 ડિગ્રી વાઈડ એંગલ લેન્સ સાથે લોન્ચ કરવામાં આવશે. જયારે તેમાં 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. એલજી જી6 સ્માર્ટફોન પહેલો એવો સ્માર્ટફોન છે જે 4K વીડિયો કેપ્ચરીંગ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 821 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

એલજી જી6 સ્માર્ટફોન 3300mAh બેટરી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી છે. પરંતુ એલજી ઘ્વારા હજુ સુધી આ સ્માર્ટફોનની કિંમત અને તેની લોન્ચ ડેટ વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
LG G6 announced at the MWC 2017: Specifications, price & more unveiled

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot