એલજી જી6 સારું પરફોર્મન્સ આપે તેઓ સ્માર્ટફોન હશે.

By: anuj prajapati

ગયા અઠવાડિયે એલજી બ્લુ શેડ ધરાવતા ટીઝર સાથે આવ્યું. જેમાં તેમને પોતાનો આવનારો સ્માર્ટફોન લોકોની સામે લાવ્યો. જેમાં કંપની ઘ્વારા કેટલાક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને બીજા કેટલાક યુનિક ફીચર એડ કરવા વિશે માહિતી આવી હતી.

એલજી જી6 સારું પરફોર્મન્સ આપે તેઓ સ્માર્ટફોન હશે.

હવે કંપની ઘ્વારા ફરી એક નવું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં પિન્કીસ પર્પલ કલરમાં એલજી જી6 સ્માર્ટફોન બતાવવામાં આવ્યો છે. આ વખતે આ ટીઝરમાં લખ્યું છે કે રિલેબિલીટી, ચેક, ચેક, ચેક.

વિચારવા જેવી બાબત છે કે એલજી આ ઇમેજ ઘ્વારા કહેવા શુ માંગે છે? એલજી જણાવવા માંગે છે કે તેમનો આવનારો સ્માર્ટફોન ખુબ જ સારું પરફોર્મન્સ આપશે. એવું દેખાઈ રહ્યું છે કે એલજી જણાવવા માંગે છે કે આ સ્માર્ટફોન પ્રોડક્શન દરમિયાન ખુબ જ કડક સિક્યોરિટીમાંથી પસાર કરવામાં આવ્યો છે અને તેમને યુઝર માટે ઉપયોગી એવી બધી જ બાબતોનું ધ્યાન રાખ્યું છે.

એલજી જી6 સારું પરફોર્મન્સ આપે તેઓ સ્માર્ટફોન હશે.

એલજી હાલમાં માની રહ્યું છે કે તેમની ડિવાઈઝ યુઝર માટે બધું જ આપી શકે તેવું કમ્પ્લીટ પેકેજ છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને સુરક્ષા માટે ખુબ જ સજાક રીતે ટેસ્ટિંગ કર્યું છે અને ડિવાઈઝમાં કેટલીક એડવાન્સ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો છે.

નોકિયા: આ સ્માર્ટફોન્સ MWC 2017 માં બોક્સ ની બહાર આવા માટે આતુર છે

હાલમાં એવું જણાઈ રહ્યું છે કે એલજી તેમના સ્માર્ટફોનમાં કોઈ પણ પ્રકારની ખામી નહીં ચલાવી લે અને તેમના સ્માર્ટફોન થકી તેઓ કસ્ટમરને ખુશ રાખવાનો બધો જ પ્રયાસ કરી રહ્યા છે. એલજી જી6 સ્માર્ટફોન આ મહિનાની 26 તારીખે લોન્ચ કરવામાં આવી રહ્યો છે. હવે રસપ્રદ વાત છે કે લોન્ચ દરમિયાન જાણવા મળી જશે કે આખરે કંપની ઘ્વારા કઈ રીતે સ્માર્ટફોન બેસ્ટ પરફોર્મન્સ આપી શકે છે.

Source

English summary
LG G6 new teaser contains the word "reliability".

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot