લેનોવો ઘ્વારા બજેટ ફ્રેંડલી એન્ડ્રોઇડ ટેબ્લેટ યોગા A12 વિશે જાહેરાત

ચાઈનીઝ મેન્યુફેક્ચર કંપની લેનોવો ઘ્વારા નવો 2 ઈન 1 એન્ડ્રોઇડ ટેબ્લેટ જેને યોગા એ12 નામથી ઓળખાવામાં આવે છે.

By Anuj Prajapati
|

ચાઈનીઝ મેન્યુફેક્ચર કંપની લેનોવો ઘ્વારા નવો 2 ઈન 1 એન્ડ્રોઇડ ટેબ્લેટ જેને યોગા એ12 નામથી ઓળખાવામાં આવે છે, તેની જાહેરાત કરવામાં આવી છે. આ ટેબ્લેટ ખાસ કરીને આખા દિવસની એક્ટિવિટી માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ટેબ્લેટ જુના યોગા બુક ટેબ્લેટ કરતા વધારે સારી અને આકર્ષિત કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

લેનોવો ઘ્વારા બજેટ ફ્રેંડલી એન્ડ્રોઇડ ટેબ્લેટ યોગા A12 વિશે જાહેરાત

હવે જો યોગા એ12 ટેબ્લેટ ફીચર વિશે વાત કરવામાં આવે તો આ ડિવાઈઝ મેગ્નેશિયમ અને એલ્યૂમિનિયમમાંથી બનાવવામાં આવી છે. આ ડિવાઈઝ 12.2 ઇંચ એન્ટી ગ્લેર ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવી છે. આ ડિવાઈઝમા 720*1280 પિક્સલ રિઝોલ્યૂશન સાથે એચડી સ્ક્રીન આપવામાં આવી છે.

યોગા A12 ટેબ્લેટ બે ડોલ્બી અટૉમ પાવર સ્પીકર, 2 જીબી રેમ, 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને સિંગલ ચાર્જમાં લગભગ 13 કલાક સુધી બેટરી પાવર આપે છે. આ નવી ડિવાઈઝ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

લેનોવો ઘ્વારા બજેટ ફ્રેંડલી એન્ડ્રોઇડ ટેબ્લેટ યોગા A12 વિશે જાહેરાત

જો ડિઝાઇન વિશે વાત કરવામાં આવે તો એ12 ટેબ્લેટ ખુબ જ પાતળી ડિવાઈઝ છે. તેનું વજન 1 કિલો કરતા પણ ઓછું છે. જેને તમે સરળતાથી ગમે ત્યાં લઇ જઈ શકો છો. એક ખુબ જ નોંધ લેવા જેવી બાબત છે કે આ ડિવાઈઝ 360 ડિગ્રી સુધી ફરી શકે છે. આ સુવિધા એટલા માટે આપવામાં આવી કે જેનાથી યુઝર ચાર અલગ વર્ક મોડમાં તેને ફેરવી શકે. જેના કારણે ફિલ્મો જોવી કે ઈન્ટરનેટ પર બ્રાઊઝ કરવું ખુબ જ સરળ રહે છે.

એલજી જી6 સારું પરફોર્મન્સ આપે તેઓ સ્માર્ટફોન હશે.

લેનોવો યોગા A12 ટેબ્લેટ હાલો કીબોર્ડ સાથે આવે છે. જે ખુબ જ ફ્લેટ, ટચસ્ક્રીન સેન્સિટિવ વર્ચુઅલ કીબોર્ડ છે. લેનોવો ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મોબાઈલ ટાઈપિંગ કરનાર લોકો આ કીબોર્ડ સાથે ખુબ જ ઝડપથી જોડાઈ જશે અને તેમના માટે સરળ પણ રહેશે.

લેનોવો યોગા A12 ટેબ્લેટ ફીચર જોયા પછી જો તમે તેને ખરીદવા માટે તૈયાર છો. તો તમે તેને લેનોવો વેબસાઈટ પરથી ખરીદી શકો છો. આ ટેબ્લેટની કિંમત $299 રાખવામાં આવી છે. જે ભારતીય કરન્સી મુજબ 20,097 રૂપિયામાં મળી શકે છે.

ન્યૂ લેપટોપ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Lenovo Yoga A12 is a newly launched 2-in-1 Android tablet.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X